Skin Care: આ 2 વસ્તુ ચહેરા પર 10 મિનિટમાં લાવે છે ફેશિયલ જેવો ગ્લો, રોજ ઉપયોગ કરવાથી થાય છે ફાયદો

Skin Care: વરસાદી વાતાવરણમાં ચહેરો સતત ચીપચિપો દેખાય છે અને સાથે જ ખીલ અને ત્વચાની સમસ્યાઓ પણ વધી જાય છે. આ સમસ્યાઓને તમે ઘર બેઠા દૂર કરી શકો છો. સાથે જ ત્વચા પર કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવ્યા વિના પણ જબરદસ્ત ગ્લો મેળવી શકો છો 

Skin Care: આ 2 વસ્તુ ચહેરા પર 10 મિનિટમાં લાવે છે ફેશિયલ જેવો ગ્લો, રોજ ઉપયોગ કરવાથી થાય છે ફાયદો

Skin Care: હેલ્થી સ્કિન માટે લોકો અલગ અલગ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે અને સાથે જ સમયાંતરે ફેશિયલ જેવી ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. પરંતુ સુંદર ત્વચા માટે ચોમાસુ અને વરસાદી વાતાવરણ દુશ્મન બની જાય છે. વરસાદી વાતાવરણમાં ચહેરો સતત ચીપચિપો દેખાય છે અને સાથે જ ખીલ અને ત્વચાની સમસ્યાઓ પણ વધી જાય છે. આ સમસ્યાઓને તમે ઘર બેઠા દૂર કરી શકો છો. સાથે જ ત્વચા પર કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવ્યા વિના પણ જબરદસ્ત ગ્લો મેળવી શકો છો 

આ કામ ચણાનો લોટ અને લીમડાના પાન કરી શકે છે. ચણાનો લોટ દરેક ઘરમાં હોય છે તે ત્વચા માટે સૌથી સારો એક્સપોલિયેટર સાબિત થાય છે. ચણાનો લોટ ડેડ સ્કીનને હટાવે છે અને ત્વચાને અંદરથી સફાઈ કરે છે. તેની સાથે કડવા લીમડાનો ઉપયોગ કરવો બેસ્ટ કોમ્બિનેશન છે. કડવો લીમડો એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણ ધરાવે છે. આ બંને વસ્તુ ત્વચાની સમસ્યાઓને દૂર કરે છે અને ત્વચા પર નિખાર લાવે છે. 

લીમડો અને ચણાના લોટથી થતા ફાયદા 

ખીલની સમસ્યા દૂર થાય છે. 
ત્વચાની એલર્જી અને બળતરા મટે છે. 
ચહેરાના ડાઘ અને નિશાન દૂર થાય છે. 
ત્વચાની રંગત સુધરે છે .
સ્કિનમાં મોઈસ્શ્ચર જળવાઈ રહે છે .
ત્વચા પર ગ્લો આવે છે. 

ફેસપેક બનાવવાની રીત 

આ ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લેવો. તેમાં એક ચમચી લીમડાનો પાવડર અથવા તો લીમડાના પાનની પેસ્ટ બનાવીને ઉમેરો. હવે તેમાં ચપટી હળદર, ગુલાબજળ અને દહીં ઉમેરી પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને ચહેરા પર અને ગરદન પર સારી રીતે લગાડો. આ ફેસપેકને 20 થી 25 મિનિટ સુધી સુકાવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. આ ફેસપેક સાફ કર્યા પછી તમે જોશો કે તમારા ચહેરા પર ગ્લો આવી ગયો છે. આ ફેસપેકનો ઉપયોગ રોજ પણ કરી શકાય છે. પરંતુ રોજ સમય ન મળે તો અઠવાડીયામાં 3 વખત તેને લગાડવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news