કપડા પર પડી ગયા છે પરસેવાના ડાઘ? આ ઘરેલુ ઉપાય કરવાથી મિનિટોમાં થઈ જશે સાફ
Tips to Remove Sweat Smell From Clothes: ઉનાળાની ઋતુમાં પરસેવાના કારણે કપડાં પર સફેદ અને કાળા નિશાન બની જાય છે. કેટલીકવાર ઘણા પ્રયત્નો પછી પણ કપડાંમાંથી દુર્ગંધયુક્ત પરસેવાના ડાઘ જતા નથી, તો કેટલીક સરળ ટિપ્સની મદદથી તમે કપડાંને સાફ અને દુર્ગંધ મુક્ત બનાવી શકો છો..
Trending Photos
Tips to Remove Sweat Smell From Clothes: ઉનાળાની ઋતુમાં પરસેવો થવો સામાન્ય બાબત છે. તડકા અને ભેજને કારણે કેટલાક લોકોને ખૂબ પરસેવો થાય છે. પરસેવાના કારણે કપડાં પર સફેદ અને કાળા નિશાન બની જાય છે. કેટલીકવાર ઘણા પ્રયત્નો પછી પણ કપડાંમાંથી દુર્ગંધયુક્ત પરસેવાના ડાઘ જતા નથી, તો કેટલીક સરળ ટિપ્સની મદદથી તમે કપડાંને સાફ અને દુર્ગંધ મુક્ત બનાવી શકો છો..
લીંબુનો ઉપયોગ કરોઃ કપડામાંથી પરસેવાના ડાઘ દૂર કરવા માટે તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવો અને થોડા સમય પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
બેકિંગ સોડાનો ઉપયોગ કરોઃ બેકિંગ સોડાનો ઉપયોગ કરીને પણ તમે કપડાં પરના ડાઘ દૂર કરી શકો છો. આ માટે બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને પરસેવાના ડાઘ પર લગાવો અને સુકાઈ ગયા પછી કપડાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
ડિટર્જન્ટથી ધોવું: લિક્વિડ ડિટર્જન્ટની મદદથી તમે મિનિટોમાં પરસેવાના ડાઘથી છુટકારો મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા કપડાને હુંફાળા પાણીમાં પલાળી દો. પછી કપડા પર લિક્વિડ ડિટર્જન્ટ લગાવો અને 5-10 મિનિટ પછી કપડાને ઘસીને ધોઈ લો.
સફેદ વિનેગરનો ઉપયોગ કરો: કપડામાંથી પરસેવાના નિશાનથી છુટકારો મેળવવા માટે તમે પણ સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ચમચી વિનેગરમાં થોડું ગરમ પાણી નાખો. હવે આ પાણીમાં ડાઘને પલાળી રાખો. કપડા પરના નિશાન થોડા સમય પછી ગાયબ થઈ જશે.
આ પણ વાંચો:
કૌભાંડોને ખોલનારા ખુદ આરોપી : યુવરાજસિંહના સાળાની સુરતથી અટકાયત કરાઈ
સોના-હીરાની જેમ ચમકશે ગુજરાતના ધર્મસ્થાનો, ગુજરાતમાં આજથી મહાસફાઈ અભિયાન
કોરોનાના કેસમાં ફુલ સ્પીડમાં વધારો, 24 કલાકમાં 12 હજારથી વધુ નવા કેસ, 42 દર્દીના મોત
માઉથવોશનો ઉપયોગ કરો: તમે પરસેવાના ડાઘા અને કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પણ માઉથવોશનો ઉપયોગ કરી શકો છો. તેના માટે બે મગ પાણીમાં બે ઢાંકણા જેટલું માઉથવોશ મિક્સ કરો. પછી આ મિશ્રણમાં કપડા પરના ડાઘવાળી જગ્યાને ડુબાડીને પંદર મિનિટ માટે છોડી દો. પછી લિક્વિડ ડિટર્જન્ટથી કપડાને સામાન્ય રીતે ધોઈ લો.
ધોવાના સોડાનો ઉપયોગ કરો: તેને સોડિયમ કાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કપડા પરના ડાઘ દૂર કરવા માટે 2 ચમચી સોડામાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી તેને ડાઘવાળી જગ્યા પર લગાવો અને વીસ મિનિટ માટે રહેવા દો. પછી કપડાંને સામાન્ય રીતે ધોઈ લો.
એસ્પિરિનનો ઉપયોગ કરો: કપડા પરના પરસેવાના દુર્ગંધવાળા ડાઘ દૂર કરવા માટે એક કપ ગરમ પાણીમાં એસ્પિરિનની 2 ગોળી મિક્સ કરો. ત્યારબાદ જૂના બ્રશની મદદથી આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. આ પછી સામાન્ય ડીટરજન્ટથી ધોઈ લો.
(Disclaimer:આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. ).
આ પણ વાંચો:
ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ
પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'
Akshaya Tritiya 2023: આજે કરી લો આ શુભ કામ, વર્ષભર ધન-ધાન્યથી છલોછલ રહેશે ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે