10 વર્ષની આ ગુજ્જુ બાળકીએ કેન્સર પીડિત મહિલાઓ માટે ડોનેટ કરી પોતાની અતિપ્રિય વસ્તુ

આટલી નાની ઉંમરમાં આ વિચાર આવવોએ ખૂબ જ અગત્યની વાત છે. બે વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે અને અચાનક જ તેણે નિર્ણય લીધો હતો. જ્યારે તેને આ નિર્ણય લીધો ત્યારે તેને એક સિરિયલ માટે ઓફર પણ આવી હતી.

ચેતન પટેલ, સુરત: જીવલેણ કેન્સરના કારણે પોતાના વાળ ગુમાવનાર મહિલાઓના દર્દ તે જ સમજી શકે કે જે પોતાનો વાળ અતિપ્રિય હોય. કેન્સર રોગથી પીડિત મહિલાઓ માટે વાળ ગુમાવાની પીડા સુરતની યુવતીએ સમજી છે. આવી મહિલાઓ માટે સુરતની 10 વર્ષની નાની દેવાના દવેએ આટલી ઉંમરે વાળ ડોનેટ કરીને અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ પ્રેરણા આપી છે.

1/8
image

સુરતમાં રહેતી 10 વર્ષીય દેવાના દેવે વયમાં ખૂબ જ નાની ભલે લાગે પરંતુ તેના વિચાર અને તેના કાર્ય આજે દરેક વ્યક્તિ માટે પ્રેરણા છે. દેવાનાને પોતાનો વાળ પ્રિય છે પરંતુ તેના કરતાં તેણે એક વિચાર અતિ પ્રિય બની ગયું છે.

2/8
image

વિચાર છે કેન્સર પીડિત લોકો માટે વાળ ડોનેટ કરવું. આટલી નાની ઉંમરમાં આ વિચાર આવવોએ ખૂબ જ અગત્યની વાત છે. સૌથી અગત્યની વાત આ પણ છે કે જન્મથી લઈને અત્યારસુધી તેણે પોતાના વાળ કપાવ્યા જ નથી.

3/8
image

દેવાનાના વાળની લંબાઈ અંદાજે 30 ઇંચ જેટલી થઈ ગઇ હતી. કેન્સર પીડિત માટે આજે વાળ ડોનેટ કરવાના ઉદ્દેશ્યથી દેવાના માતાપિતાને લઈને પાર્લરમાં આવી છે અને વાળ કપાવી હતી.

4/8
image

દેવાના કેન્સર પીડિત મહિલાઓ માટે ચાલી રહેલા બાલ્ડ એન્ડ બ્યુટીફૂલ કેમ્પઈનમાં પણ જોડાઈ છે. દેવાનાએ જણાવ્યું હતું કે તે બે વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે અને અચાનક જ તેણે નિર્ણય લીધો કે કેન્સર પીડિત માટે તે વાળનું ડોનેશન કરશે.

5/8
image

તેણે જણાવ્યું કે જ્યારે તેને આ નિર્ણય લીધો ત્યારે તેને એક સિરિયલ માટે ઓફર પણ આવી હતી પરંતુ તેના મક્કમ નિર્ણય બાદ તેને તેની પરવા કરી નહીં અને સિરીયલ કરતાં વાળ ડોનેટ કરવું ખૂબ જ અગત્ય લાગ્યું.

6/8
image

તેણે જણાવ્યું કે લોકોને પણ આવી જ રીતે કેન્સર પીડિત માટે આગળ આવવું જોઈએ. તેની માતા નિકિતા દવેએ જણાવ્યું હતું કે, જ્યારે દેવાના નિર્ણય સાંભળ્યો ત્યારે તમે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

7/8
image

અમે બંને તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સાથે એ પણ જણાવ્યું હતું કે તે સંપુર્ણ વાળ નહીં કરે માત્ર થોડાક વાર ડોનેટ કરે પરંતુ તેના મહત્તમ નિર્ણયના કારણે અમે આખરે તેના નિર્ણયને સ્વીકાર કરી લીધો હતો.

8/8
image

આટલી નાની ઉંમરે આટલા ઉચ્ચ વિચાર આવું ખુબજ અગત્યનું છે.