Hakabha Gadhvi On Jetpur Andolan: જેતપુરના ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડૂત આંદોલનને સમર્થન આપનાર જાણીતા લોકગાયક હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે અનેક મોટા ખુલાસા કર્યા છે, જેના કારણે આંદોલનકારીઓમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.
Junagadh HeavyRains: ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી દીધું છે, તેમ છતાં અમુક જિલ્લાઓ હજુ પણ તરસ્યા છે. તેવામાં માંગરોળમાં 3 દિવસમાં 103% વરસાદ નોંધાતા અફરાતફડીનો માહોલ સર્જાયો છે. કેશોદ-માંગરોળ વચ્ચે ભારે વરસાદથી હાઈ-વે પ્રભાવિત થયો છે. હુસૈનાબાદ નજીકનો નેશનલ હાઈવે-51 વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાામાં આવ્યો છે. સોમનાથથી દ્વારકા જતા વાહનચાલકોને સોમનાથ-જેતપુર -પોરબંદર-દ્વારકા રૂટનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.
Amreli News:અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએથી કુલ ૩ સિંહબાળના મોતના સમાચાર મળ્યા છે. આ ઘટનાઓમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાંથી મળી આવેલા સિંહબાળના શંકાસ્પદ મોતની છે. આ સિંહબાળને કોઈ અજાણ્યો શખ્સ ખુલ્લા વિસ્તારમાં ફેંકી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે વનવિભાગ દ્વારા સિંહબાળની હત્યા થઈ હોવાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે વન વિભાગ માટે એક મોટો પડકાર ઉભો થઈ રહ્યો છે.
Kheda News: ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થવાની ઘટના બની છે. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આસપાસના ૧૦ કિલોમીટર દૂર સુધીના વિસ્તારોમાં સંભળાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં ૭ જેટલા લોકો ઘાયલ થયા છે. વધુમાં, પ્રાથમિક તપાસ દરમિયાન એ ચોંકાવનારી બાબત પણ સામે આવી છે કે આ ફટાકડાની ફેક્ટરી કોઈપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી.
Qatar Blast:કતારમાં થયેલા એક પ્લાન્ટ બ્લાસ્ટમાં સુરતના સની પટેલનું દુઃખદ અવસાન થયું હતું. આ ગોઝારી ઘટના બાદ સનીના ભાઈએ તેમના મૃતદેહની ઓળખ કરી હતી. ભારતીય એમ્બેસીની મદદ અને પ્રયત્નોથી સની પટેલનો મૃતદેહ આખરે તેમના વતન લાવવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર મૃતદેહ પહોંચ્યા બાદ, ત્યાંથી રોડ મારફતે તેને સુરત સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. યુવાન દીકરાનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનો હૈયાફાટ રુદન કરી ઉઠ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. કતારમાં ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટની દુર્ઘટનામાં સુરતના ડુમ્મસ વિસ્તારના ભીમપોર ખાતે રહેતા સની પટેલ નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે આશાસ્પદ યુવાનનો મૃતદેહ કતારથી સુરત તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો, ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું અને પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
Surat News: સુરતના ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં ઘર પાસે રમી રહેલી 4 વર્ષની બાળકીને એક બેફામ કાર ચાલકે કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે.
Ananad News:વિદેશમાં નોકરી અને ભણવા જતાં ભારતીયો પર ઘણીવાર હુમલા થયાની અને હત્યાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે કેનેડામાં એક ભારતીય યુવતીની લૂંટના ઈરાદે હત્યા કરી દેવાઈ છે.
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહત્વની બેઠકો યોજવાની સાથે-સાથે વિવિધ વિકાસલક્ષી કાર્યોની શરૂઆત પણ કરાવશે. પ્રવાસના પ્રથમ દિવસે આજે તેઓ અમદાવાદમાં અલગ-અલગ બેઠકોમાં ભાગ લેવાના છે, જેમાં ખાસ કરીને અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે યોજાનારી મહત્વની બેઠકોમાં તેઓ હાજરી આપશે.
ક્રિકેટના મહાકુંભમાં રવિવારનો દિવસ સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ બની ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ આમને સામને ટકરાવાના છે. આ ફાઈનલને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આવતીકાલે રમાનારી ફાઈનલ મેચમાં વરસાદની કોઈ જ શક્યતા નથી. મેચ દરમિયાન મેઘરાજા વિઘ્ન બને તેવી સંભાવના નહીંવત હોવાથી ક્રિકેટ ફેન્સ આખી મેચની મજા માણી શકશે. અમદાવાદમાં આવતીકાલે મિશ્ર વાતાવરણ જોવા મળી શકે છે. આકાશમાં હળવા વાદળો જોવા મળી શકે છે. દિવસ દરમિયાન કેટલાક અંશે તડકો પણ જોવા મળશે. આવતીકાલે અમદાવાદમાં ગરમી રહી શકે છે અને સવારે તથા સાંજે ઠંડક રહી શકે છે.
surat, father and daughter, સુરત, બિલ્ડર, તુષાર ઘેલાણી, Tushar Ghelani
ahmedabad crime branch caught gang who change things from online order parcels
thakor samaj angry on vikram thakor arjun thakor and gabbar thakor
rajkot bjp palika team oppose corporator nehal shukla to remove
surat girl made deadly reel on kim sayan railway track
highprofile liquor party given by mumbai man for brother in law wedding anniversary
hakabha gadhvi warning to lalji desai for controversial statement on gujarati artists
bloomberg report on india america trade deal what aji dobhal says
amreli bjp vice president suresh panseriya cheat for 3 crore complaint file
raid on ahemdabad sanand hiprofile liqour party 81 caught drunk
rajkot saurastra university gave old information for promotion
deo action on school after student add naphthalene ball in drinking water
surat biggest it raid on vasant gajera after bhaijayawala