US: ટ્રમ્પ સમર્થકોએ સંસદને બંધક બનાવવાની કરી કોશિશ, આ PHOTOS એ દુનિયાને કરી સ્તબ્ધ

આ હોબાળો એવા સમયે થયો કે જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજ અંગે ચર્ચા ચાલુ હતી. આ મીટિંગમાં જો બાઈડેનની ચૂંટણી જીતની પુષ્ટિ થવાની હતી. આ હિંસક ઘટનાની અમેરિકામાં અને વિશ્વમાં ખુબ ટીકા થઈ રહી છે. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે નેશનલ ગાર્ડ્સે કાર્યવાહી કરવી પડી. અત્રે જણાવવાનું નવા ચૂંટાઈ આવેલા જો બાઈડેન 20મી જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. 

ડોનાલ્ડ ટ્રમ્પ જીદ પર અડી ગયા છે. આ જ કારણે છેલ્લા કેટલાક કલાકથી અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં હાહાકાર મચી ગયો છે. ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં ખુબ હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી. હાલાત બગડ્યા તો કરફ્યૂ લગાવવો પડ્યો. આ દરમિયાન  વોશિંગ્ટનમાં Explosive device પણ મળી આવ્યો હોવાના ખબર છે. અમેરિકી સંસદના ઈતિહાસમાં સત્તા પર રહેવા માટે કોઈ રાષ્ટ્રપતિના સમર્થકોએ આવું હિંસક પ્રદર્શન ક્યારેય નહીં કર્યું હોય. સત્તા પર ચીપકી રહેવાની મહત્વકાંક્ષાના કારણે પ્રદર્શનના નામ પર શરૂ થયેલી હિંસામાં ફાયરિંગ પણ થયું જેમાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયા. 

હિંસામાં એક મહિલા સહિત 4 લોકોના મોત, અનેક ઘાયલ

1/19
image

ચૂંટણીના પરિણામો પર અમેરિકી સંસદની બોલાવવામાં આવેલી બેઠક અગાઉ ટ્રમ્પ સમર્થકોની ભીડ વ્હાઈટ હાઉસ અને અમેરિકી કેપિટલ ભવન બહાર ભેગી થઈ ગઈ. ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગ પર હોબાળો પણ કર્યો. અહીં પોલીસ સાથે ઝપાઝપીના પણ સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ યુએસ કેપિટલમાં થયેલી હિંસામાં એક મહિલા સહિત ચાર નાગરિકોનું મોત નિપજ્યું છે. 

(Photo credit: US Media)

લોકતંત્ર શર્મસાર

2/19
image

અમેરિકામાં આ તસવીરો જોઈને લોકતંત્ર શર્મસાર થયું છે. 

(Photo credit: Reuters)

એડવેન્ચર નહીં પણ શરમજનક

3/19
image

અમેરિકી લોકતંત્રને શરમાવી દે તેવી આ તસવીર છે. 

(Photo credit: US Media)

ટ્રમ્પ સમર્થકોની કરતૂત

4/19
image

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ છેલ્લા 10 કલાકમાં જે પણ કઈ કર્યું તેને કોઈ અમેરિકી યાદ રાખવા ઈચ્છશે નહીં. 

(Photo credit: US Media)

પ્રશાસનને કંઠે પ્રાણ આવી ગયા

5/19
image

હાલાત કાબૂમાં કરતા કરતા અમેરિકી પ્રશાસનને કંઠે પ્રાણ આવી ગયા. 

(Photo Credit: ABC)

સંસદને બંધક બનાવવાની કરી કોશિશ

6/19
image

સમર્થકોના હોબાળાની આ તસવીર પણ વાયરલ થઈ રહી છે. 

(Photo credit: US Media)

રાજધાનીને હાઈજેક કરવાની કોશિશ

7/19
image

વિદેશના અનેક નેતાઓએ વોશિંગ્ટનમાં થયેલી હિંસા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

(Photo credit: US Media)

ડરી ગયા હતા સાંસદો

8/19
image

ટ્રમ્પ સમર્થકો એટલા બધા બેકાબૂ બની ગયા હતા કે દરેક જણ દંગ રહી ગયા હતા. 

(Photo credit: US Media)

ટ્રમ્પ સમર્થકોએ કરી તોડફોડ

9/19
image

વોશિંગ્ટન ડીસી સ્થિત કેપિટલ હિલમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ખુબ હોબાળો મચાવ્યો. જ્યારે ભારતમાં મોડી રાત હતી ત્યારે ટ્રમ્પના સમર્થકો હથિયારો લઈને કેપિટલ હિલમાં દાખલ થયા અને તોડફોડ કરી. સેનેટરોને બહાર કર્યા અને કબ્જો જમાવ્યો. 

(Photo credit: US Media)

જો બાઈડેને હંગામાને રાજદ્રોહ ગણાવ્યો.

10/19
image

આ સમગ્ર ઘટના અંગે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવેલા જો બાઈડેને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આહ્વાન કરું છું કે તેઓ પોતાની શપથ પૂરી કરે અને બંધારણની રક્ષા કરે અને આ ઘેરાબંધીને સમાપ્ત કરવાની માગણી કરે. બાઈડેને કહ્યું કે હું સ્પષ્ટ કરી દઉ કે કેપિટલ બિલ્ડિંગ પર જે હંગામો અમે જોયો તેવા અમે નથી. આ  કાયદાનને ન માનનારાની મર્યાદિત સંખ્યા છે. બાઈડેને કેપિટલ બિલ્ડિંગ પર થયેલા હંગામાને રાજદ્રોહ ગણાવ્યો. 

(Photo credit: US Media)

ટ્રમ્પે સમર્થકોને શાંતિ જાળવી રાખવાની કરી અપીલ

11/19
image

જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે સમર્થકોને શાંતિપૂર્ણ પ્રદર્શનની અપીલ કરતા કહ્યું કે પ્રદર્શનમાં હિંસા થવી જોઈએ નહીં. યાદ રાખો આપણે કાયદો અને વ્યવસ્થાની પાર્ટી છીએ. 

(Photo credit: US Media)

ફેસબુક, ટ્વિટર, યુટ્યૂબની કાર્યવાહી

12/19
image

હોબાળા અને હિંસાના પગલે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ ટ્વીટ રિમૂવ કરી જેમાં ટ્રમ્પે તેમના સમર્થકોને કરેલા સંબોધનનો પણ વીડિયો સામેલ છે. આ ઉપરાંત ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે લોક પણ કરી દીધુ. ટ્વિટર બાદ ફેસબુક અને યુટ્યૂબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધનવાળા વીડિયોને હટાવી દીધો. 

(Photo credit: US Media)

 

13/19
image

(Photo credit: US Media)

14/19
image

(Photo credit: US Media)

15/19
image

(Photo credit: US Media)

16/19
image

(Photo credit: US Media)

17/19
image

(Photo credit: US Media)

18/19
image

(Photo credit: US Media)

19/19
image

(Photo credit: US Media)