આ રીતે તમારા ઘરને આપો એકદમ દેશી લુક! દેશી ગાયના ગોબરથી દિવાલોને સુશોભિત કરવાનો નવો વિકલ્પ
રાજેન્દ્ર ઠકકર/કચ્છ: દેશી ગાયના ગોબરથી ઘરની દિવાલોને સુશોભિત કરવાનો નવો વિકલ્પ શોધવામાં આવ્યો છે. માટીકામ (મડવર્ક)થી વિવિધ ચિત્રો બનાવીને દિવાલોનાં સુશોભન માટે કચ્છ પ્રખ્યાત છે.
નાની નાગલપર કચ્છની દીકરી દિપીકા હિરાણીએ નવા પ્રયોગ તરીકે કચ્છની દેશી કાંકરેજ ગાયના ગોબરમાં અમુક બિન રસાયણીક પદાર્થો ભેળવીને ઘરની દિવાલમાં વૃક્ષની વેલ બનાવીને સુશોભિત કરેલ છે.
હિંદુ શાસ્ત્રોમાં પવિત્રતા માટે જાણીતું દેશી ગાયનું ગોબર હકારાત્મક ઉર્જા ની ઓરા વધારતું હોવાનાં પ્રમાણોથી આ સુશોભન આજુબાજુના વિસ્તારમાં ખુબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
પેઇન્ટિંગ અને મડવર્ક વિષયે થોડું ઘણું જાણતાં ગૃહિણી બહેનો જો પહેલ કરે તો આવકના સાધન સાથે આત્મનિર્ભર બની શકે છે અને ગોબરનું મહત્વ વધવાથી દુધ દોહીને રસ્તે તરછોડી દેવાતી ગાયને પણ ફરીથી યોગ્ય સ્થાન મળી શકે છે.
દિપીકાબેન હિરાણી ગોબર ને સુશોભિત કરનાર કલાકાર તો ગાયનું મહત્વ સમજાવતા મેઘજી ભાઈ હિરાણીએ પોતાની દીકરીને બચપણથી જ ગાયો પ્રત્યે લગાવ હતો અને સમજણ થતાં તેણી એ ગાયનું મહત્વ સમજ્યું અને આધુનિક યુગમાં કઈ રીતે લોકોપયોગી આ ગોબર અને અન્ય પ્રોડક્શન અંગે વિચાર્યું અને પછી તેને સુશોભન માટે કરી કર્યું.
Trending Photos