Daily Horoscope 25 January 2021: રાહુના દુષ્પ્રભાવથી પીડાતા જાતકોને આ રીતે મળશે મુક્તિ, જીવનમાં આવશે આજે મહત્વના ફેરફાર

ભગવાન શિવની પૂજા કરવાથી નિશ્ચિત રીતે તમારા જીવનના કષ્ટ દૂર થઈ જશે. આજે સોમવારે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે 11 બિલિપત્ર શિવલિંગ પર ચડાવો. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ, ભગવાન શિવની ઉપાસના કરવાથી તમને શનિ અને રાહુ ગ્રહ પણ સતાવશે નહી. જાણો તમારું આજનું રાશિફળ. 

Daily Horoscope 25 January 2021: ભગવાન શિવની પૂજા કરવાથી નિશ્ચિત રીતે તમારા જીવનના કષ્ટ દૂર થઈ જશે. આજે સોમવારે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે 11 બિલિપત્ર શિવલિંગ પર ચડાવો. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ, ભગવાન શિવની ઉપાસના કરવાથી તમને શનિ અને રાહુ ગ્રહ પણ સતાવશે નહી. જાણો તમારું આજનું રાશિફળ. 

મેષ

1/12
image

મેષ. કેટલાક કામોમાં અડચણો આવી શકે છે. મહેનત વધુ પડી શકે છે. જોબ સ્વીચ કરવાનું મન થશે પરંતુ સમજી વિચારીને નિર્ણય લો. કોઈ કામ કે વાતમાં ઉતાવળ કરવાથી નુકસાન થશે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. આજે તમે નવું વ્હીકલ કે મોબાઈલ લેવાનું વિચારી શકો છો. પૈસા અને સેવિંગ મામલે બીજા સ્થાનના કોઈ વ્યક્તિની સલાહ લઈ શકો છે. રોકાણ કે ખર્ચને લઈને પણ વાતચીત થઈ શકે છે. પાર્ટનરનો મૂડ સારો રહેશે. દાંપત્ય જીવન પણ સુખી રહેશે. ભાગ્યાંક- 2.  

વૃષભ

2/12
image

વૃષભ. બિઝનેસમાં ફાયદો થશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. સાથે કામ કરનારાઓનો સહયોગ મળશે. જીવનસાથીની મદદ મળવાના યોગ છે. અપરણીત લોકોની લવલાઈફ સારી હોઈ શકે છે. કામકાજના તરીકાઓમાં બદલાવ આવી શકે છે. જેનાથી ફાયદો થશે. આ સાથે જ કામકાજની ટેન્શન ઓછી થઈ શકે છે. કેરિયરમાં આગળ વધવાની કેટલીક સારી તકો મળી શકે છે. આવક વધવાની શક્યતા છે. ભાગ્યાંક-1. 

મિથુન

3/12
image

મિથુન. ઉતાવળમાં કોઈ કામ ન કરો. પૈસાની સ્થિતિની ચિંતા કરવી પડશે. ફાલતુ ખર્ચ થશે. નાણાકીય મામલે સાવધાની રાખો. ઓફિસ કે વર્કપ્લેસમાં તણાવભરી સ્થિતિ થશે. પરિવાર કે મિત્રોની જરૂરિયાતમાં ફસાશો. ભાગ્યાંક-8. 

કર્ક

4/12
image

કર્ક. નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામોમાં કેટલાક જોખમ વધશે. જીદ કરશો તો વિવાદ થશે. વધુ વિચારવામાં સમય ન બગાડો. અચાનક પરેશાનીઓ વધશે. કામકાજમાં અડચણોથી મૂડ ખરાબ થશે. ભાગ દોડ રહેશે. ભાગ્યાંક-3. 

સિંહ

5/12
image

સિંહ. પરિવારમાં સુખ શાંતિ વધશે. નવા કરાર અને સંધિ થવાની શક્યતા. કોઈ સારા મિત્રની મુલાકાત થશે. ઓફિસમાં કોઈ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. રોમાન્સની તક, પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. ભાગ્યાંક-1.

કન્યા

6/12
image

કન્યા. કારોબાર વધશે. ખાસ લોકોની મુલાકાત થશે. પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. જે કામને અધૂરા સમજતા હતાં તે પૂરા થશે. મોટા લોકોનો સહયોગ મળશે અને ફાયદો પણ થશે. આરામ કરજો નહીં તો પરેશાની થઈ શકે. ભાગ્યાંક-8. 

તુલા

7/12
image

તુલા. નોકરી અને બિઝનેસમાં લાભની શક્યતા. વિશેષ લાભ માટે વધુ કોશિશ કરવી પડશે. પરંતુ સફળ થશો. કરેલા કામો ભાગ્યની મદદથી પૂરા થશે. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવર પર ખર્ચ થશે. ભાગ્યાંક-2. 

વૃશ્ચિક

8/12
image

વૃશ્ચિક. બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ છે. નવું કામ શરૂ ન કરો. કાર્યક્ષેત્રે ધ્યાન ભટકી શકે છે. ફાલતુ કામમાં મન રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ થઈ શકે છે. ભાગ્યાંક-4.   

ધનુ

9/12
image

ધનુ. સમજીવિચારીને નિર્ણય લેવાથી ફાયદો થશે. પૈસાની સ્થિતિમાં સારા બદલાવની તક મળશે. પરિવાર, સમાજમાં મહત્વ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. પાર્ટનર સાથે સમય પસાર થશે. રોજબરોજના કામો પૂરા થશે. ભાગ્યાંક-1. 

મકર

10/12
image

મકર. આજે નવી ડીલ ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચાઈ શકે છે. પ્લાનિંગ ગુપ્ત રાખો. સંબંધોમાં કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે. વાદ વિવાદમાં પડી શકો છો. ભોજનમાં સાવધાની રાખો. ભાગ્યાંક-1. 

કુંભ

11/12
image

કુંભ. આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. અધિકારીઓનો સહયોગ મળશે. અચાનક ધનલાભના યોગ. સારા લોકોની સંગતથી ફાયદો થઈ શકે છે. કોઈ ખાસ પરિણામ માટે ધૈર્ય રાખશો તો ખુશી મળશે. ભાગ્યાંક-7. 

મીન

12/12
image

મીન. બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. કોઈ નવો અને મોટો નિર્ણય ન લો તો સારું. સાવચેતી રાખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી કામ લેશો. ભાગ્યાંક-5.