Daily Horoscope 26 February 2021 : કોનું ભાગ્ય આજે ચમકશે અને કોણે રહેવું પડશે સાવધ...ખાસ જાણો તમારું રાશિફળ

Feb 26, 2021, 07:28 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ. મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામ પૂરા થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. ડીલમાં સારી સફળતાના યોગ. જવાબદારીઓ પર ધ્યાન આપો. જરૂરી કામોની યોજના બની શકે છે. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ. કોઈ નકારાત્મક મામલાઓમાં ફસાયા તો મહત્વની તક ગુમાવશો. કોઈ નિર્ણય ન લો કે તારણ પણ ન કાઢો. દિવસ સાવધાનીભર્યો રહેશે. સમજી વિચારીને બોલજો. બીજાની વાત પણ સાંભળજો. વાહન ચલાવતા સાવચેતી રાખો.  

3/12

મિથુન

મિથુન

મિથુન. નવા કામો અને નવી બિઝનેસ ડીલ સામે આવી શકે છે. પરેશાનીઓને પહોંચી વળવા માટે દિવસ સારો છે. કોઈ નવી ઓફર મલશે. વિચારેલા કામો શરૂ કરો. મહત્વપૂર્ણ મીટિંગ અને કામ માટે આજે શુભ દિવસ. સમસ્યાઓનો ઉકેલ આવશે.

4/12

કર્ક

કર્ક

કર્ક. લવ લાઈફમાં ગલતફેમી થશે. બેદરકારી ન વર્તો. જોબ અને બિઝનેસમાં ઉતાવળ ન કરો. વિચારેલા કામો પૂરા થવામાં સમય જશે. કોઈ પણ કામમાં મહેનત વધુ કરવી પડશે.   

5/12

સિંહ

સિંહ

સિંહ. આજે તમારા વિચારેલા કામો પૂરા થશે નહીં. પૈસા સંભાળીને રાખો. લેવડદેવડ અને રોકાણના મામલાઓમાં સમજી વિચારીને કામ કરો. કોઈ પ્લાન ન કરો. કડવી વાતો ન બોલો. જૂના કામ પૂરા કરો. સાવચેતી રાખો. 

6/12

કન્યા

કન્યા

કન્યા. બિઝનેસમાં કોઈ નવી યોજના પર કામ શરૂ થશે. પાર્ટનરનો સહયોગ અને સુખ મળશે. લવલાઈફ માટે સારો દિવસ છે. વિચારેલા કામો પૂરા થશે. અધૂરા કામ પૂરા થશે. ધૈર્ય રાખો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. 

7/12

તુલા

તુલા

તુલા. દિવસ સારો છે. પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને કામ પૂરા કરો. સારી તકો મળી શકે છે. તેનો ફાયદો ઉઠાવવા તૈયાર રહો. અચાનક આવનારા ફેરફારથી ફાયદો થશે. પાર્ટનર પાસેથી સરપ્રાઈઝ મળશે. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક. નોકરી અને બિઝનેસમાં અચાનક નિર્ણય લેવા પડશે. નુકસાન પણ થઈ શકે છે. કન્ફ્યુઝન વધશે. કોઈ નુકસાન માટે તૈયાર રહો. ફાલતું ખર્ચા પણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ અને અસુવિધા થઈ શકે છે. સ્થિતિને સાવધાનીથી હેન્ડલ કરો. 

9/12

ધનુ

ધનુ

ધનુ. આર્થિક મામલાનો ઉકેલ આવશે. દાંપત્ય જીવન સુખદ બનશે. સમાધાન અને વિનમ્રતાથી મામલાની પતાવટ કરશો. રૂટીન કામોથી ધનલાભ થશે. કરજ લેવાનું મન બનશે. નવા લોકો સાથે મુલાકાત થશે. નોકરી ધંધામાં અડચણો દૂર થશે. 

10/12

મકર

મકર

મકર. આજે સાવધાની રાખવી પડશે. કેટલાક લોકો સ્વાર્થના કારણે તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરશે. મનમાં ઉથલપાથલ રહેશે. કોઈ સમસ્યાનું સમાધાન હાથોહાથ નહીં થાય. કામ અધૂરા રહેશે. ધંધામાં નવા કરાર હાલ ન કરો તો સારું.

11/12

કુંભ

કુંભ

કુંભ: ઓફિસમાં પોતાની જાત પર નિયંત્રણ રાખો. પદલાભના યોગ છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ દૂર થશે. આગળના કામની યોજના બનાવશો. અટકેલા કામો પૂરા કરવા માટે સારો દિવસ છે. યોગ્યતા અને અનુભવથી કામ કરવું પડશે. 

12/12

મીન

મીન

મીન: બિઝનેસમાં કઈક નવું કરવાના ચક્કરમાં પરેશાનીઓ વધશે. મનમાં જે ઉથલપાથલ ચાલે છે તેના કારણે ક્યાંય કામમાં મન નહીં લાગે. નોકરી ધંધામાં ઉતાવળ ન કરો. ટેન્શન વધી શકે છે. જોખમ ન લો.