અમદાવાદના રસ્તા પર અશ્લીલતા : ચાલુ બાઈક પર યુવક-યુવતીએ કર્યું તસતસતું ચુંબન

Couple Romance On Bike : આજકાલના નબીરાઓ બેફામ બની રહ્યાં છે. બેફામ બનેલા નબીરાઓ હવે જાહેરમાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા છે. ત્યારે અમદાવાદના નિકોલ હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર ચુંબન કર્યુ હતું. જોકે, ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે આ યુવકને ઝડપી પડ્યો છે. 

1/6
image

અમદાવાદમાં જાહેર રસ્તા પર બિભત્સ ચેનચાળા જોવા મળ્યાં છે. ચાલુ બાઈક પર બિભત્સ ચેનચાળા કરવાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક અને યુવતીએ ચાલુ બાઈક પર અશ્લિલતા ફેલાવી હતી. ચાલુ બાઈક પર ચુંબન કરીને યુવક અને યુવતીએ શરમ નેવે મુકી હતી. 

2/6
image

યુવક અને યુવતી ચાલુ બાઈક પર કિસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતા એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.   

3/6
image

આ વાયરલ વીડિયો નિકોલ રિંગ રોડનો હોવાનું સામે આવ્યું છે. જોકે, વીડિયો વાયરલ થયાના ગણતરીના જ કલાકમાં પોલીસે આરોપી યુવક વિવેક રામવાનીની ધરપકડ કરી છે.   

4/6
image

વિવેક રામવાનીની કુબેર નગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે ખુદ આ વીડિયો અને માહિતી ટ્વિટર પર શેર કરી છે. જેથી અન્ય લોકો આવુ કરતા અટકે.   

5/6
image

6/6
image