સુણદા ગામમાં કોઇના ઘરે સાંજે ચુલો ન સળગ્યો, એકસાથે 6 લોકોની અર્થી ઉઠી, ડ્રાઈવરની એક ભૂલ કેટલાયના જીવ લઈ ગઈ

Ahmedabad Accident નચિકેત મહેતા/ખેડા : અમદાવાદ પાસે બાવળા બગોદરા હાઈવે પર અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 11 પર પહોંચ્યો છે. સુણદા ગામના 7 લોકોના જે અકસ્માતમાં મોત નિપજ્યા છે. આ કારણે પરિવારના સભ્યોને ગુમાવનાર સ્વજનો શોકમાં ગરકાવ થયા છે. બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતના મૃતકોની આજે ભારે હૈયે અંતિમવિધિ કરાઈ હતી. આ કારણે આખા સુણદા ગામમાં શોકભર્યો માહોલ છે. એકસાથે 1 લોકોના મોતથી ગામ હિબકે ચઢ્યું છે. ચોટીલા દર્શન કરીને પરત ફરતા સમયે છોટાહાથીમાં 23 લોકો સવાર હાત. ડ્રાઈવરની એક ભૂલ અને 11 લોકો મોતને ભેટ્યા હતા. 

1/7
image

ચોટીલા બગોદરા હાઇવે પર સર્જાયેલ અકસ્માતના મૃતકોના મૃતદેહો અંતિમક્રિયા માટે લવાયા હતા. કપડવંજ તાલુકાના સુણદા ગામના 6 લોકોના અકસ્માતમાં મોત નિપજ્યા હતા. જ્યારે છોટા હાથી ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એટલે ઘટના સ્થળ ઉપર 10 લોકો ત્યારે સારવાર દરમિયાન એકનું મોત થતાં મૃતકનો અંક 11 પર પહોંચ્યો છે. છોટા હાથી ચાલક પણ સુણદા ગામનો રહેવાસી છે. ચોટીલા દર્શન કરી પરત ફરતા એકજ પરિવારના 6 લોકોના મોતથી ગામ હીબકે ચડ્યું હતું. ગ્રામજનો તથા સગા ભારે હૈયે અંતિમક્રિયામાં જોડાયા હતા. અંતિમક્રિયામા બંદોબસ્ત અને વ્યવસ્થા માટે કપડવંજ તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ હાજર જોવા મળી હતી. 

2/7
image

ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયેલા 6 વ્યક્તિઓ સુણદા ગામના બીજા 3 મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના તો અન્ય એક કઠલાલ તાલુકાના પરંતુ તમામે તમામ કૌટુંબિક સગા થાય છે. 

3/7
image
મૃતકોનાં નામ રઈબેન માધાભાઈ મગભાઈ ઝાલા (ઉં.વ 43) મુ. સુણદા, તા. કપડવંજ. ગીતાબેન હિંમતભાઈ કાળાભાઈ ઝાલા (ઉં.વ 18) મુ. સુણદા, તા. કપડવંજ. પ્રહલાદકુમાર મહેન્દ્રભાઈ ઝાલા (ઉં.વ 19) મુ. સુણદા, તા. કપડવંજ. વિશાલકુમાર હિંમતભાઈ ઝાલા (ઉં.વ 9) મુ. સુણદા, તા. કપડવંજ. વૃષ્ટિબેન હિંમતભાઈ કાળાભાઈ ઝાલા (ઉં.વ 7) મુ. સુણદા, તા. કપડવંજ. કાંતાબેન જુવાનસિંહ ઝાલા (ઉં.વ 45) મુ. સુણદા, તા. કપડવંજ. શાંતાબેન અભેસિંહ સોલંકી, મુ. ભાંથલા, તા. બાલાસિનોર. જાનકીબેન જશવંતભાઈ સોલંકી, મુ. ભાંથલા, તા. બાલાસિનોર. અભેસિંહ ભેમાભાઈ સોલંકી, મુ. ભાંથલા, તા. બાલાસિનોર. લીલાબેન બાલાજી પરમાર, મુ. મહાદેવપુરા, તા. કઠલાલ. અકસ્માત પહેલા પરિવારના સભ્યોએ સેલ્ફી તસ્વીરો લીધી હતી

4/7
image

રામદેવપીર મંદિર પાસે રહેતા આ ઝાલા પરિવારના કુટુંબમાં જાણે કાળ બની ભરખી ગયો હોય તેમ 10 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. આટલું જ નહીં પરંતુ આખું ગામ હીબકે ચઢ્યું હતું. અંદાજીત 3200ની વસ્તી ધરાવતું આ ગામમાં મોટાભાગના લોકોના ઘરે સાંજે ચુલો સળગ્યો નહોતો. તો કેટલાકને ગળેથી કોળીયો પણ ઉતર્યો નહોતો અને સૌકોઈ ગ્રામજનો દુઃખમાં આ ઝાલા પરિવારના ઘરે આવી પડખે ઉભા રહ્યા હતા.

5/7
image

6/7
image

7/7
image