દેશના જવાનો સાથે અંબાણી પરિવારે પુત્ર આકાશના લગ્નની કરી ઉજવણી

નીતા અંબાણીએ જણાવ્યું કે, મને ગર્વ છે કે દેશના જવાન અમારી આ ઉજવણીમાં ભાગ લેવા હાજર રહ્યા છે. 

નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પોતાના દીકરાના લગ્નની ખુશીમાં દેશના જવાનોને સામેલ કરવા માટે મુંબઈમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આર્મી, નેવી, મુંબઈ પોલીસ, અર્ધલશ્કરી દળો, રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો અને તેમના પરિવારના સભ્યો ઉપરાંત કુપોષિત બાળકો, અનાથાશ્રમમાં રહેતા બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો, શહેરના કામદારો અને કર્મચારીઓને પણ બોલાવાયા હતા. 

આકાશ-શ્લોકાની ઉજવણી માટે રખાયો વિશેષ કાર્યક્રમ

1/5
image

મુંબઈમાં ખુલેલા ધીરૂભાઈ અંબાણી સ્ક્વેરની એક ઈવેન્ટમાં આર્મી, નેવી, મુંબઈ પોલીસ, અર્ધલશ્કરકી દળો અને રેલવે પ્રોટેક્શન ફોર્સના એક હજાર સભ્યો તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પોતાના દીકરાના લગ્નની ખુશીમાં દેશના જવાનોને સામેલ કરવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 

નીતા અંબાણીએ કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર

2/5
image

નીતા અંબાણીએ આ દરમિયાન વાત કરતા જણાવ્યું કે, મને એ બાબતનો ખૂબ જ આનંદ અને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે કે, અમારા દેશની સુરક્ષા કરતા સૈનિકો અમારી આ ઉજવણીમાં સામેલ થયા છે. આ અત્યંત ભાવુક કરી દેનારી ક્ષણો છે કે અમારા દેશના આ હીરો આજે આકાશ અને શ્લોકાને તેમના આશિર્વાદ આપવા આવ્યા છે. 

મુંબઈના બીકેસીમાં ખુલ્લું મુકાયું ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર

3/5
image

આ પ્રસંગે મુંબઈના બીકેસીમાં ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર ખુલ્લુ મુકાયું હતું. તેનું મુખ્ય આકર્ષણ એક વિશેષ મ્યુઝિકલ ફાઉન્ટેન શો રહ્યો જેને 'અનંત પ્રેમ' નામ અપાયું હતું. ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર ખાતે થયેલા આ આયોજનનો કન્સેપ્ટ નીતા અંબાણી દ્વારા પ્રસ્તુત કરાયો હતો. જેમાં કૃષ્ણ રાસલીલા પણ રજૂ કરાઈ હતી. 

9 માર્ચના રોજ થયા હતા લગ્ન

4/5
image

અંબાણી પરિવારના પુત્ર આકાશ અંબાણીના લગ્ન હીરા વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે 9 માર્ચના રોજ સંપન્ન થયા હતા. આ લગ્નમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ વર-વધુને આશિર્વાદ આપ્યા હતા. 

દેશ-વિદેશના નેતાઓ-સેલિબ્રિટી રહ્યા હાજર

5/5
image

ઉલ્લેખનીય છે કે, આકાશ-શ્લોકાના લગ્નસમારોહમાં રજનીકાંત, અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન, રણબીર કપૂર, પ્રિયંકા ચોપડા, વિદ્યા બાલન, અભિશેષ બચ્ચન સહિત બોલિવૂડના અનેક સુપરસ્ટાર હાજર રહ્યા હતા. વિદેશના અનેક નેતાઓ પણ તેમાં ભાગ લેવા આવ્યા હતા.