Crime News: ગુજરાતમાં પત્નીએ તેના પ્રેમી પાસે જ પતિની હત્યા કરાવી હતી જોકે શરૂઆતમાં બધાને લાગતું હતું કે આ એક માર્ગ અકસ્માત છે પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મૃતકની પત્ની અને તેના પ્રેમીએ રચેલું કાવતરું હતું.
Gujarat Weather 2025: દેશભરના મેદાની રાજ્યોમાં તાપમાનમાં વધારાને કારણે ગરમી આકરી બની છે. આજે IMD એ દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ચાલો IMD ના હવામાન અપડેટ વિશે જાણીએ. ગુજરાતમાં પણ સમયની સાથે ગરમી વધી રહી છે. અમદાવાદથી રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં તાપમાન 38-40ની વચ્ચે છે.
Weather 2025: ગુજરાતમાં ગરમીએ પોતાનું ગંભીર સ્વરૂપ બતાવ્યું છે. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
Unseasonal rains in Gujarat: દેશ હવામાનનો બેવડો ફટકો અનુભવી રહ્યો છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને કરા પડી રહ્યા છે અને અન્ય સ્થળોએ તે અત્યંત ગરમ છે. 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી રાજ્યમાં અસર જોવા મળશે.
હિમાંશું ભટ્ટ/મોરબી: ધૂળેટીના દિવસે રંગે ઊડે તે સ્વભાવિક છે પરંતુ લગ્ન થતાં હોય તેવું તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય. પરંતુ ન માત્ર ગુજરાત પણ દેશની અંદર હોલીકાના લગ્ન કરવવામાં આવે છે જે જોવા માટે તમારે મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં આવવું પડશે કેમ કે, ત્યાં વર્ષોથી સથવારા સમાજ દ્વારા હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેને વેણી માંનું નામ દેવામાં આવે છે. તેની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારે બોલે છે રાસગરબાની રમઝટ.
Visnagar Khasda Holi 2024: આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ. પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. જેને વિસનગરના લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારૂં જાય છે.
Rahul Gandhi Gujarat Visit: ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ કાર્યકર્તા સામે મુલાકાત કરી હતી. સામાન્ય કાર્યકરો સાથે પણ બંધબારણે વાતચીત કરીને તેમના મંતવ્યો જાણ્યા...બેઠક બાદ કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધી કંઈક એવું બોલ્યા કે કેટલાક કોંગ્રેસી કાર્યકરોમાં ફાળ પડી છે કેમ નેતાઓ પર ભડક્યા રાહુલ ગાંધી?
Gujarat Govt: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે બે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને દીકરીઓને સમર્પિત છે. 1650 કરોડના ખર્ચની આ યોજનાઓમાં પ્રથમ Namo Laxmi અને બીજી Namo Saraswati છે.
Ambalal Patel Forcast: હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. ત્રણ દિવસ વાતાવરણ યથાવત રહશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે. પવનની દિશા ઉત્તર પૂર્વ છે જે દિશા બાદલાતા ઠંડીનો અનુભવ થશે.
Cyclonic Storm Dana: એકવાર ફરીથી ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ મોનસૂન વિદાય થઈ ગયું છે અને ઉત્તર પૂર્વી મોનસૂન એક્ટિવ થઈ ગયું છે. જેના પગલે બંગાળની ખાડી અને આંદમાન સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની સાથે લો પ્રેશરવાળો એરિયા બનવાથી ચક્રવાતી તોફાન દાના સક્રિય થયું છે. આ તોફાન 23-24 ઓક્ટોબરના રોજ દરિયા કાંઠે અથડાય તેવી સંભાવના છે.
Drishti 10 Starliner Drones: ગુજરાતના પોરબંદરમાં ટૂંક સમયમાં એક નવું MALE ડ્રોન નૌકાદળ માટે તૈનાત કરવામાં આવશે. નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે આજે દેશ સમક્ષ આ ડ્રોનને રજૂ કર્યું હતું. આ ડ્રોન અદાણી ડિફેન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. જે અરબી સમુદ્રમાં ચાંચિયાઓ પર નજર રાખવામાં ઉપયોગી થશે. આ અદાણી ડિફેન્સ દ્વારા બનાવવામાં આવેલ Drishti 10 ડ્રોન છે.
Bilkis Bano case:સર્વોચ્ચ અદાલતેદોષિતોને સજા માફ કરવાના ગુજરાત સરકારના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બિલ્કીસ બાનો છેલ્લા બે વર્ષથી ન્યાય માટે પ્રયાસ કરી રહી હતી. આ સમયે એક પ્રોફેસર, એક રાજકારણી, એક પત્રકાર અને એક વકીલ પણ બિલિકાસની ન્યાય માટેની લડતમાં જોડાયા અને રિઝલ્ટ સૌની સામે છે.
Tejashwi Yadav Defamation case: બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને માનહાનિ કેસમાં મોટી રાહત મળી છે. માનહાનિના કેસમાં અમદાવાદ કોર્ટે સમન્સ જાહેર કરીને હાજર થવા જણાવ્યું હતું. પછી યાદવે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે અમદાવાદ કોર્ટમાં ટ્રાયલ પર સ્ટે આપ્યો છે.
Lok Sabha Election 2024: ગુજરાત કોંગ્રેસના વડા શક્તિસિંહ ગોહિલની હાજરીમાં આમ આદમી પાર્ટીના લગભગ ડઝન જેટલા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ નેતાઓના આગમનથી છોટા ઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂતી મળવાની આશા છે. આ પ્રસંગે પૂર્વ રેલ્વે રાજ્ય મંત્રી નારાયણ રાઠવા પણ હાજર હતા.
Heavy Rainfall In Navsari District: ગુજરાતના દક્ષિણ ભાગમાં આવતા નવસારી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. 22 જુલાઈએ પણ નવસારીમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક શહેરી વિસ્તારો ડૂબી ગયા હતા અને ઘણું નુકસાન થયું હતું. વરસાદ વચ્ચે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરો પણ તણાઈ ગયા હતા.
દાહોદ જિલ્લો આદિવાસી સમાજ ની વસ્તી ધરાવતો બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જેમા આદિવાસીઓ નો સૌથી મોટો તહેવાર એટલે હોળી . દાહોદ જિલ્લાના આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે .
કોંગ્રેસે ગુજરાતની હારમાંથી બોધપાઠ લેવો જોઈએ. કોંગ્રેસના પી ચિદમ્બરમે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સત્તામાં હતા. તેમ છતાં HP, MCD એમ ત્રણમાંથી બે ચૂંટણીમાં હાર સાથે તેમને 'મોટો આંચકો' લાગ્યો છે.
lock up reality show : ગુજરાતના જૂનાગઢનો રહેવાસી અને સ્ટેન્ડ અપ કોમેડિયન મુન્નવર ફારુકી કંગનાના લોકઅપ શોમાં નજર આવશે. કંગનાની જેલમાં રહેવા માટે મુન્નવરને પોતાની જિંદગીના અનેક રહસ્યો ખુલ્લા કરવા પડશે
લાખોમાં જ્વલ્લે જ જોવા મળે તેવા બાળકનો જન્મ સાબરકાંઠામાં થયો છે. સાબરકાંઠાના વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પેટથી જોડાયેલ બે બાળકો જન્મ્યા છે. પ્રથમ વખત શરીરથી જોડાયેલા બાળકને જોઈ તબીબોમાં કુતૂહલ સર્જાયુ હતું.
સાઉથ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના 3 નાગરિકોના મોત નિપજ્યા છે. જહોનિસબર્ગ એરપોર્ટથી વેંડા તરફ જતી કારનું ટાયર પિટ્સબર્ગ પાસે ફાટતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૂળ ભરૂચના 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી ભરૂચમાં વસતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
મુકેશ અંબાણીના જામનગર (Jamnagar) ના બંગલામાં જલ્દી જ દુર્લભ ઓલિવના વૃક્ષો લાગવા જઈ રહ્યાં છે, જેમને આંધ્રપ્રદેશની એક નર્સરીમાં ઉછેરવામાં આવ્યા હતા
વિજય રૂપાણી (Vijay Rupani) એ સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી (gujarat cm) ના નામને લઈને અટકળો તેજ બની છે. સીએમ પદની રેસમાં નીતિન પટેલ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, ગણપત વસાવા, પ્રફુલ્લ પટેલ, પરશોત્તમ રૂપાલાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતને આજે નવા મુખ્યમંત્રી મળી શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામો ચર્ચામાં છે જેમાં સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) નું નામ CM પદના દાવેદાર તરીકે સૌથી આગળ છે. નીતિન પટેલ હાલ નાયબ મુખ્યમંત્રી છે ત્યારે તેમણે CM બનાવી શકાય છે. ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ CM પદની રેસમાં સામેલ છે. તો બીજી તરફ આદિવાસી નેતા ગણપત વસાવાને પણ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સોંપાઈ શકે છે. આ સાથે દાદરાનગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સૌરાષ્ટ્રના મોટા નેતા એવા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ CMની રેસમાં દાવેદાર મનાઈ રહ્યા છે.