ધારીઃ ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા સાત સિંહ, બે બળદનો કર્યો શિકાર

વનના રાજા સિંહ ધારી ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં પહોંચી ગયા હતા. એક સાથે સાત સિંહોનું ટોળુ ફાર્મ હાઉસ પહોંચ્યું હતું. 
 

અમરેલી/કેતન બગડાઃ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં સાત સિંહનું ટોળું પહોંચી ગયું હતું. ત્યારબાદ તેમણે ફાર્મ હાઉસમાં બાંધેલા બે બદળનો શિકાર કર્યો હતો. 
 

1/5
image

ધારી ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં અચાનક સિંહોનું ટોળું પહોંચી ગયું હતું.

2/5
image

સિંહોએ ત્યાં પહોંચીને પાકા મકાનના ફરજના પતરા ફાડ્યા હતા. તેની અંદર રહેલા બે બળદનું મારણ સિંહોએ કર્યું હતું.   

3/5
image

સિંહો આસપાસના વિસ્તારમાં લટાર મારતા પણ જોવા મળ્યા હતા.   

4/5
image

તો એક સિંહ ફાર્મ હાઉસમાં શાંતિથી બેસી ગયો હતો. વનનો રાજાને આરામની મુદ્રામાં બેઠેલો જોઈ શકાય છે.   

5/5
image

આ ઘટનાની માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગના કર્મીઓ દ્વારા સિંહને ફરી જંગલ વિસ્તારમાં લઈ જવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.