ગીર જંગલ

સિંહણની આ તસવીરે લોકોનું એવુ ધ્યાન ખેચ્યું, કે નજર નહિ હટાવી શકો

ગુજરાતના ગીર જંગલમાં ક્યારેક ક્યારેક એવા અદભૂત દ્રશ્યો જોવા મળતા હોય છે કે આશ્ચર્યમાં મૂકાઈ જવાય. ગીરના રાજા સિંહો (gir lions) ની હરકત આશ્ચર્ય પમાડે તેવી હોય છે. તાજેતરમાં જ ગીર જંગલના સૌથી સુંદર સિંહની ચર્ચા ચારેકોર થઈ. પરંતુ હવે જંગલની ચોકીદાર સિંહણનો કિસ્સો સામે આવ્યો છે. ગીરની એક સિંહણનો અદભૂત ફોટો સામે આવ્યો છે, જેણે નવ અધિકારીઓનું પણ મન મોહી લીધું છે. 

Oct 22, 2021, 10:32 AM IST

ગીરના વન કર્મીઓ માટે સૌથી ચેલેન્જિંગ હોય છે આ કામ, જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થાય છે

 • ગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ, પરંતુ દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો
 • રજાઓને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેવળીયા સફારી પાર્કની મુલાકાતે
 • પ્રવાસન વધે અને સાસણથી પ્રવાસીઓ વિશેષ અનુભવ લઈને જાય તેવા વન વિભાગના પ્રયાસો

Aug 29, 2021, 03:27 PM IST

અમરેલીમાં રેલવે ટ્રેક પર કપાયો સિંહ, શરીરના ટુકડે ટુકડા થઈ ગયા

સાવરકુંડલા નજીક આવેલ ખડકાળા ગામના રેલવે ટ્રેક પર સિંહ કપાઈ જવાની ઘટના બની છે. આ અરેરાટીભરી ઘટનાથી જીવદયાપ્રેમીઓમાં દુખની લાગણી ફેલાઈ ગઈ હતી. ખડકાળા 52 નંબરના રેલવે ફાટકની નજીક ખારી નદીના પુલ પાસે પાંચ વર્ષનો સિંહ અડફેટે આવતા તેનું મોત નિપજ્યું છે. ડબલ ડેકર ગુડ્સ ટ્રેનમાં સિંહ અડફેટે આવતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

Aug 22, 2021, 09:29 AM IST

ગુજરાતનું ગૌરવ વધે તેવા સમાચાર : ગીરમાં સિંહોની વસતી વધી

ગીરના સાવજો ગુજરાતનું ગૌરવ છે. હવે આ ગૌરવમાં વધારો થતા સમાચાર સામે આવ્યા છે. દલખાણીયા રેન્જમાં ગત મહિને ૨૩ સિંહના મોત બાદ આજે પ્રથમ વખત પૂનમ નિમીતે થતી સિંહોની ગણતરી થઈ હતી. જેમાં ગીર (Gir) માં હાલ સિંહોની સંખ્યા 674 ને પાર થઈ છે. ગણતરી પ્રમાણે, જંગલમાં અંદાજે 674 સિંહ-સિંહણ (Asiatic lions) વસવાટ કરતા હોવાનો અંદાજ છે. 

Jul 3, 2021, 08:17 AM IST

ગીરના જંગલમાં દીપડી અને સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું

જંગલ વિસ્તારની જસાધાર રેન્જમાંથી ત્રણેક સિંહ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. આ જુદી-જુદી બંન્ને ઘટનાઓમાં બાળ સિંહ અને દીપડીનું મોત નિપજ્યું છે. જો કે બંન્ને પ્રાણીઓનાં મોત ઇનફાઇટના કારણે થયું હોવાનું ફોરેસ્ટ વિભાગ માની રહ્યું છે. હાલ બંન્ને મૃતદેહોને પીએમ અર્થે જુદા જુદા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

Jan 15, 2021, 11:35 PM IST

કૂવો અને ખીણ વચ્ચેની સ્થિતિમાં ઝોલા ખાઈ રહ્યાં છે રાજકોટના લોકો, સિંહ બાદ હવે દીપડાના આંટાફેરા

 • રાજકોટમાં એક તરફ સિંહની લટાર બીજી તરફ લોધિકા તાલુકામાં દીપડા દેખાયો
 • લોધિકા જીઆઈડીસીમાં કામ કરતા મજૂરોને નજરે દીપડો ચઢ્યો હતો

Jan 5, 2021, 11:49 AM IST

ન્યૂ યરમાં પ્રવાસીઓથી ઉભરાયું ગીર જંગલ, સિંહ દર્શન માટેના તમામ બુકિંગ હાઉસફુલ

હાલ કોરોના અને લોકડાઉનમાં જે રીતે પ્રવાસન ક્ષેત્રોને છૂટછાટ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે, ત્યારે પ્રવાસીઓ ગીર તરફ વધુ જોવા મળી રહ્યાં છે અને જંગલ સફારી કરી પરિવાર સાથે કુદરતી વાતાવરણમાં વન્ય પ્રાણીને નિહાળી આનંદ માણી રહ્યા છે

Dec 27, 2020, 10:18 AM IST

જિપ્સીમાં સવાર થઈને વહેલી સવારે સિંહ દર્શન કરવા નીકળ્યો આમિર ખાન, 3 કલાક જંગલમાં વિતાવશે

 • આમીરખાનને સિંહ દર્શન કરાવવા માટે વનવિભાગે 6 નવી નક્કોર જીપ્સી તૈનાત કરી
 • વન વિભાગ અધિકારી મોહન રામ ખુદ આમીર સાથે જિપ્સીમાં બેસી સિંહ દર્શન કરાવવા નીકળ્યાં

Dec 27, 2020, 08:44 AM IST

ગીર જંગલમાં એનિવર્સરી ઉજવશે આમિર ખાન, પરિવાર સાથે પહોંચ્યા

આમીર ખાન પોતાની એનિવર્સરી મનાવા માટે સાસણ આવ્યા હોવાની શક્યતા છે

Dec 26, 2020, 02:46 PM IST

તમારા ઘર પાસે સિંહ આવી ચઢે તો સૌથી પહેલા શું કરશો? આ રહ્યો જવાબ

છેલ્લા 25 દિવસથી વનરાજાએ રાજકોટમાં પોતાનો મુકામ કર્યો છે. વનરાજાના આગમનથી ખેડૂતોમાં રાજીપા સાથે ભયનો માહોલ છે. કોંગ્રેસે ફોરેસ્ટ અને વહીવટી વિભાગ દ્વારા સિંહની ડણકથી ભયભીત ખેડૂતો અને પશુપાલકોની  વ્હારે આવવાની માંગ કરી છે. તો બીજી તરફ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ રીતે ખેડૂતોને જાગૃત કરવાની શરૂઆત કરાઈ છે.

Dec 22, 2020, 02:37 PM IST

ગીરના જંગલમાં ક્યારેય ન બન્યું હોય એવુ દ્રશ્ય જોવા મળ્યું, સામસામે આવી ગયા દીપડો અને સિંહ

 • સિંહ દીપડાના નીચે ઉતરવાની રાહ જોઈ રહ્યો છે. જેથી તે હુમલો કરી શકે
 • વીડિયો ત્રણેક દિવસ પહેલા કમલેશ્વર ડેમ નજીક સવારના સમયનો હોવાનું કહેવાઈ રહ્યું છે

Dec 19, 2020, 09:01 AM IST

રાજકોટમાં સિંહના આંટાફેરા, video વાયરલ થતા ગભરાયા લોકો

ગીરના સિંહો હવે ધીરે ધીરે પોતાના વિસ્તારનો વ્યાપ વધારી રહ્યાં છે. છેલ્લાં કેટલાક સમયથી ગીર છોડીને અન્ય વિસ્તારોમાં પણ સિંહો ફરી રહ્યા હોય તેવા અહેવાલ મળતા રહે છે. ત્યારે રાજકોટ (rajkot) જિલ્લામાં સિંહો પહોંચ્યા છે. રાજકોટ જિલ્લાના સરધાર, પાડાસણ, અને કથરોટા વિસ્તારમાં સિંહ દેખાયા છે. સિંહના આંટાફેરાથી વન વિભાગનું તંત્ર દોડતું થયું છે. રાજકોટમાં સિંહના આંટાફેરાનો વીડિયો (viral video) સામે આવ્યો છે. 

Dec 10, 2020, 01:36 PM IST

સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર યથાવત્ત: ગીરના જંગલોમાં 2 કલાકમાં 3 ઇંચ

 ગુજરાતમાં મેઘરાજા મહેરબાન નહી પરંતુ ઓળઘોળ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીરના જંગલોથી માંડીને ખાંભા અને ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ઉભાપાકને ભારે નુકસાન થયું છે. થોડા દિવસો ઉઘાડ રહ્યા બાદ ગીરના જંગલમાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ખાંભામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ભાવનગર પંથકમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વિજળી પડવાના કારણે એકનું મોત નિપજ્યું છે. 

Sep 19, 2020, 11:41 PM IST

રાજ્યસભામાં ઉઠ્યો ગીરના સિંહોનો મુદ્દો, શક્તિસિંહ ગોહિલે સિંહોના મોતનું મોટું કારણ આપ્યું

 • શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામા કહ્યું કે, રેડિયો કોલરનું વજન 2.5 કિલો હોય છે. જેનો  ઉપયોગ સિંહો માટે કરવો ન જોઈએ.
 • રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી અત્યાર સુધી ગુજરાતમાં 92 એશિયાઈ સિંહોના મોત થયા

Sep 17, 2020, 01:08 PM IST

વિશ્વ સિંહ દિવસઃ ગુજરાતની 'આન બાન અને શાન' છે એશિયાઇ સિંહ

10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે.

Aug 10, 2020, 11:27 AM IST

ધારીઃ ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા સાત સિંહ, બે બળદનો કર્યો શિકાર

વનના રાજા સિંહ ધારી ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં પહોંચી ગયા હતા. એક સાથે સાત સિંહોનું ટોળુ ફાર્મ હાઉસ પહોંચ્યું હતું. 
 

Jun 11, 2020, 10:08 PM IST

ખુશીના સમાચારઃ ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં  28.87 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી

વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે. 

Jun 10, 2020, 05:25 PM IST

ઋષિમુનીઓ કરતા એવી આધ્યાત્મિક શક્તિથી ગીરના જંગલમાં થાય છે ખેતી

ગીર જંગલની બોર્ડર પરના વલાદર ગામે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી કરવામાં આવે છે. આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં પૂર્ણરૂપે પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે હોમાફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ અર્થાત કોસ્મિક હીલિંગની ઉર્જાથી ખેતી થઈ રહી છે. આશ્રમની અંદાજે 300 વીઘા જમીન પર 3000 આંબા પર મીઠી મધુરી કેસર ઉપરાંત રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળીની વિવિધ ત્રણ જાતો સહિત 10 પ્રકાર કેરીનું સંપૂર્ણ પણે ઓર્ગેનિક ઉત્પાદન લેવાય છે.

May 23, 2020, 03:11 PM IST

ગીરમાં સિંહોના થયેલા મોત મામલે મોટો ખુલાસો, આ રોગને કારણે થયા મોત

 સિંહાના મોતની તપાસ કરવામાં આવી તેમાં હિમોગ્લોબીનની ખામી તેમજ બેગેસીયા નામનો રોગ જોવા મળ્યો છે. આ માટે કેનાઈન ડિસ્ટેમ્પર વાઇરસ જવાબદાર નથી. 

 

May 7, 2020, 04:07 PM IST