Bangladesh: અચાનક નોંધારૂ બની ગયું બાંગ્લાદેશ... આ 20 ભયાનક તસવીરમાં જુઓ દેશની બરબાદી


Bangladesh Unrest: ભારતનું પાડોસી બાંગ્લાદેશ આંદોલનની આગમાં સળગી રહ્યું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો છે. સેનાએ તેમનું રાજીનામું લઈ લીધું છે. રાજીનામું આપ્યા બાદ હસીનાએ દેશ છોડી દીધો છે. દેશમાં ચારેતરફ અરાજકતાનો માહોલ છે. દેશ હવે સેનાના હાથમાં છે. આવો તમને બાંગ્લાદેશની 20 ભયાનક તસવીરો દેખાડીએ.
 

1/20
image

આ સંકટની સ્થિતિમાં બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. દેશની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ ઘટના પર નજર રાખી રહ્યો છે. 

2/20
image

બાંગ્લાદેશમાં બળવો થયો છે. બાંગ્લાદેશની સેના વચગાળાની સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. આર્મી ચીફે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવશે.

3/20
image

શેખ હસીનાના રાજીનામા બાદ આર્મી ચીફ વકાર ઉઝ જમાને પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓને કહ્યું કે અમે તમારી માંગણીઓ પૂરી કરશું. તમે લોકો અમારી સાથે આવો તો અમે પરિસ્થિતિ બદલી નાખીશું. મારપીટ, અરાજકતા અને સંઘર્ષથી દૂર રહો. સાથે જ આર્મી ચીફે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવશે.

4/20
image

પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીના ભારત પહોંચ્યા છે. હવે તે અહીંથી લંડન જશે તેવી સંભાવના છે. 

5/20
image

ભારતે ઢાકાની વિનંતી બાદ હસીનાના વિમાનને ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી સુરક્ષિત પસાર થવા દેવાનો નિર્ણય કર્યો હતો. 

6/20
image

ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે ઢાકામાં સતત બદલાતી સ્થિતિ પર નવી દિલ્હી સતત નજર રાખી રહ્યું છે. 

7/20
image

છેલ્લા બે દિવસમાં હસીના સરકાર વિરુદ્ધ પ્રદર્શનોમાં 100 કરતા વધુ લોકોના મોત થયા છે. 

8/20
image

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન છેલ્લા એક મહિનાથી વિવાદાસ્પદ નોકરી અનામત યોજના વિરુદ્ધ શરૂ થયું હતું.

9/20
image

દેશમાં અરાજકતા ફેલાયા બાદ શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે. વચગાળાની સરકારે કાર્યભાર સંભાળ્યો છે. 

10/20
image

આ રાજીનામું મોટા પાયે થઈ રહેલા પ્રદર્શનો બાદ આવ્યું છે, જેમાં 100 કરતા વધુ લોકોના મોત થયા છે. 

11/20
image

સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-જમાંએ દેશની જવાબદારી લેવાની જાહેરાત કરી છે. 

12/20
image

સેનાએ લોકોને હિંસા ન કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે રાજકીય નેતાઓને વિશ્વાસ અપાવ્યો કે કાયદો-વ્યવસ્થાની જવાબદારી સેના સંભાળશે.

13/20
image

છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલું આંદોલન હવે હિંસક તથા બેકાબૂ બની ગયું છે. 

14/20
image

પ્રદર્શનકારીઓએ સરકારી ભવનો, પાર્ટી કાર્યાલયો અને ગૃહમંત્રીના ઘરમાં તોડફોડ કરી.

15/20
image

પ્રદર્શનકારીઓએ શેખ હસીનાનો ખુબ વિરોધ કર્યો અને તેમના પરિવારના પ્રતીકાત્મક સ્થાનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. 

16/20
image

વિરોધ પ્રદર્શનોનું મુખ્ય કારણ 1971ના સ્વતંત્રતા સંગ્રામમાં લડેલા લોકોના પરિવાજનો માટે સરકારી નોકરીઓમાં અનામતની વિવાદાસ્પદ સિસ્ટમ છે. 

17/20
image

આ સિસ્ટમને સમાપ્ત કરવાની માંગને લઈને પ્રદર્શન થઈ રહ્યાં છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સે સુરક્ષા દળો અને રાજકીય નેતૃત્વને શાંતિપૂર્ણ પ્રદર્શનો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા અપીલ કરી છે.

18/20
image

પ્રદર્શન અને હિંસા વચ્ચે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. બાદમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ જરૂર શરૂ કરવામાં આવ્યું. 

19/20
image

આ પ્રદર્શન હવે સરકાર વિરોધી આંદોલન બની ગયું છે. ત્યારબાદ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. 

20/20
image

વર્ષ 1971ના મુક્તિ સંગ્રામમાં ભાગ લેનારના પરિવારો માટે સિવિલ સેવા નોકરીઓમાં 30 ટકા અનામતની જોગવાઈ આ વિવાદાસ્પત અનામત વ્યવસ્થા હેઠળ કરવામાં આવી હતી.