Pay Without Cash: ખિસ્સામાં નથી પૈસા, કેશ વગર આ મોબાઈલ એપ્સથી કરો પેમેન્ટ!

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોથી ખરીદીને વધુ સરળ બનાવવા માટે કેટલાક એવા એપ્સ બનાવવામાં આવ્યા છે જેનાથી તમે કોઈ પણ સામાનની ખરીદી કરી શકો છો. આ માટે તમારે કેશ(રોકડા)ની જરૂર પણ નહીં પડે. કેટલાક એપ્સમાં તો વોલેટની પણ સુવિધા આપવામાં આવી છે. આમાં તમે રૂપિયા એડ કરી શકો છો. યુઝર માત્ર બેંકને લિંક કરી UPI(Unified Payment Interface)ની મદદથી પેમેન્ટ કરી શક્શે. આવો જાણીએ કેટલાક શાનદાર મોબાઈલ પેમેન્ટ્સ એપ વિશેની માહિતી.

BHIM એપ

1/6
image

BHIM એપને NPCIએ 2016માં નોટબંધી બાદ બનાવ્યું હતું. આ એપને યુઝર્સ પોતાના એન્ડ્રોઈડ અને એપલની ડિવાઈસ પર બંનેમાં ડાઉનલોડ કરી શકે છે. આ એપ હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી જેવી 16 ભાષાને સપોર્ટ કરે છે.

એપલ એપ

2/6
image

આ મોબાઈલને એપ ખાસ કરીને iOS એટલે કે એપલ ડિવાઈસ માટે બનાવાયું છે. તમામ iOS ડિવાઈસ પર ચાલનારા આ એપના વોલેટથી તમે સપોર્ટેડ ક્રેડિટ, ડેબિટ અને પ્રિપેડ કાર્ડ્સ લિંક કરી શકો છો.

 

પેટીએમ એપ

3/6
image

દેશની સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત મોબાઈલ પેમેન્ટ્સ એપ્સમાંથી એક Paytm શરૂ તો એક ઈ-વોલેટ એપની રીતે થઈ હતી. જો કે હવે આ એપ પર તમે દરેક પ્રકારના પેમેન્ટ્સ કરી શકો છો. એપ સાથે બેંક એકાઉન્ટ લિંક કર્યા બાદ તમે આ એપ થકી મોટા પેમેન્ટ્સ કરી શકો છો. આ એપથી પેમેન્ટ કરતા યુઝરને કેશબેક પોઈન્ટ્સ તેમજ કુપન/વાઉચર.

એમઝોન એપ

4/6
image

આ પણ એક લોકપ્રિય ઓનલાઈન પેમેન્ટ એપ છે. જેના થકી તમે ઓનલાઈન શોપિંગ તેમજ પેમેન્ટ્સ કરી શકો છો. સાથે જ આ એપની મદદથી તમે દરેક પ્રકારના બિલ્સ પે કરી શકો છો. આ એપથી બિલ પેમેન્ટ કરવાથી એમઝોન અનેક પ્રકારની ઓફર્સ આપે છે.   

ગૂગલ પે એપ

5/6
image

એન્ડ્રોઈડ અને એપલની ડિવાઈસ, બંને ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા આ એપ તેની હાઈ સિક્યોરિટી પેમેન્ટ્સ માટે પ્રખ્યાત છે. ગૂગલનો દાવો છે કે યુઝર્સ આ એપથી સેફલી અને સિક્યોર રીતે પેમેન્ટ્સ તેમજ બિલ્સ પે કરી શકે છે. આ એપમાં કેશબેક તેમજ શોપિંગ વાઉચર્સ પણ મળે છે.

સેમસંગ પે એપ

6/6
image

આ મોબાઈલને એપ ખાસ કરીને સેમસંગની ડિવાઈસ માટે બનાવવામાં આવ્યું છે. આ પેમેન્ટ એપ તે સિસ્ટમ પર પણ કામ કરે છે જે ગૂગલ પેનો ઉપયોગ કરે છે. આ એપ 27 દેશોમાં ઉપલબ્ધ છે અને વીઝા, માસ્ટરકાર્ડ, ડિસ્કવર અને અમેરિકન એક્સપ્રેસના કાર્ડ્સને સપોર્ટ કરે છે.