Bollywood Breakup: લિવ ઈનમાં સાથે રહ્યાં બાદ અલગ થયા આ બોલીવુડ કપલ્સ

બોલીવુડના સ્ટાર હોય કે પછી કોઈ સામાન્ય માણસ, દરેક માટે રિલેશનશીપમાં કોઈ ઈશ્યૂ વગર રહેવું મુશ્કેલ થઈ જાય છે. રિલેશનશીપમાં જ્યારે મુશ્કેલીઓ વધી જાય છે ત્યારે સૌ કોઈ તેનો સામનો નથી કરી શકતું. અને તેના જ કારણે રિલેશનશીપ ખતમ કરવાનો વારો આવે છે. 

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડમાં એવા ઘણા કપલ છે જેમને એક સાથે લિવ-ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. જો કે, તેમનો સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો ન હતો, અને તેમને અલગ થવું પડ્યું હતું. ત્યારે કોણ છે તે બોલીવુડના શાનદાર કપલ્સ લિન-ઈનમાં રહ્યા બાદ અલગ થયા હતા. જોઈએ...

અંકિતા લોખંડે અને સુશાંતસિંહ રાજપૂત

1/7
image

અંકિતા અને સુશાંત લગભગ 6 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. સીરિયલ પવિત્ર રિશ્તાના સેટ પરથી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો, તે બાદ બંને લિન ઈનમાં રહેતા હતા. જો કે થોડા સમય બાદ સુશાંત અને અંકિતા વચ્ચે અનેક મુશ્કેલીઓ આવી જેના કારણે બંને અલગ થઈ ગયા હતા. 

રણબીર કપૂર અને કેટરીના કેફ

2/7
image

રણબીર કપૂર અને કેટરીના કેફની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરતા હતા. અનેકવાર આ કપલ સાથે છુટ્ટી મનાવતા દેખાયા બાદ તેમના રિલેશનનો ખુલાસો થયો હતો. જાણકારી મુજબ દીપિકા પાદુકોણે આ રિલેશનશીપને તેના અને રણબીરના બ્રેકઅપનું કારણ બતાવ્યું હતું. આ કપલ લિવ ઈનમાં રહેતા ફેન્સને લાગ્યું હતું કે તેઓ જલદી જ લગ્ન કરી લેશે. જો કે, તે બાદ આ કપલ એકબીજાથી અલગ થઈ ગયું અને તે જાણીને ફેન્સે પણ નવાઈ લાગી હતી. જો કે, રણબીર અને કેટરીનાનું અલગ થવાનું કારણ કોઈને ખબર નથી. હાલ આ બંને પોતપોતાની લાઈફમાં આગળ વધી ગયા છે અને દુશ્મન બન્યા બાદ ફરી દોસ્ત પણ બની ગયા છે.

અભય દેઓલ અને પ્રીતી દેસાઈ

3/7
image

અભય દેઓલ બોલીવુડની ફેમસ ફેમિલી દેઓલ પરિવારમાંથી આવે છે જો કે તેમની લાઈફસ્ટાઈલ પરિવાર કરતાં ઘણી અલગ છે. તેમના પરિવારમાં એક અભય જ છે જેમને લિવ ઈનમાં રહેવા જેવું મોટૂં પગલું ભર્યું હતું. જો કે, અભય દેઓલ અને પ્રીતી દેસાઈ 4 વર્ષ લિવ ઈનમાં રહ્યા બાદ અલગ પડ્યા હતા. 

લારા દત્તા અને કેલી દોરજી

4/7
image

લારા દત્તા અને કેલી દોરજી પોતાના મોડલિંગના દિવસોમાં સાથે હતા અને લગભગ 8 વર્ષ સુધી જોડે રહ્યા હતા. આટલા લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ પણ બંનેનું બ્રેકઅપ થયું હતું. તે બાદ લારા દત્તાએ મહેશ ભૂપતિ સાથે લગ્ન કરી લીધા હતા.

જૉન અબ્રાહમ અને બિપાશા બસુ

5/7
image

જૉન અબ્રાહમ અને બિપાશા બસુની રિલેશનશીપને ફેન્સ કપલ ગોલ્સ માનતા હતા. આ બંને એવા કપલમાંથી એક હતા કે જેમને સામેથી આવીને દરેકને જણાવ્યું હતું કે તેઓ એકબીજાની સાથે રહે છે. બંને એકબીજાના સંબંધ બાબતે હંમેશા ખુલીને વાત કરતા હતા. 9 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ બંને અલગ પડ્યા હતા. તે બંનેનો સંબંધ ખૂબ જ ખરાબ રીતે ખતમ થયો હતો. બંનેએ એકબીજા માટે ઘણી ખરાબ વાતો પણ કહી હતી. 

વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલ

6/7
image

વિક્રમ અને અમીષા પટેલનું અફેયર બહુ લાંબુ નહોતું ચાલ્યું. જો કે, તે બંનેએ એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જો કે તે સફળ ન રહ્યું. અને તે બાદ બંને અલગ થઈ ગયા હતા. 

અધ્યયન સુમન અને માયરા મિશ્રા

7/7
image

માયરા મિશ્રાએ થોડા સમય પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તે અધ્યયન સુમન સાથે નવેમ્બર 2020માં અલગ થયા હતા.  આ બંનેએ લૉકડાઉનમાં પોતાની રિલેશનશીપનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે બંને સાથે રહે છે.  જો કે, બે જ વર્ષ સાથે રહ્યા બાદ તેમનું બ્રેકએપ થઈ ગયું હતું.