PHOTOS:'કાઉ બોય' લુકમાં જોવા મળ્યા બોલીવુડ સ્ટાર્સ, સૌથી જબરદસ્ત હતો જેક્લીનનો જલવો

Sasha Jairam’s birthday party: બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા હતા બોલીવુડના સિતારાઓ. ફેશન ફોટોગ્રાફર સાશા જયરામની સ્ટાઈલીશ બર્થ ડે પાર્ટીમાં કાઉ બોય લૂકમાં પહોંચી હતી અભિનેત્રી અને અભિનેતાઓ.
 

જેકલીન ફર્નાન્ડીઝ

1/7
image

જેકલીન ફર્નાન્ડિઝે ફેશન ફોટોગ્રાફર સાશા જયરામની બર્થડે પાર્ટી માટે સફેદ આઉટફિટ પસંદ કર્યો હતો. જેક્લિને સ્ટાઈલિશ મિની ડ્રેસ પહેર્યો હતો જેમાં મેચિંગ એન્કલ લેન્થ બૂટની સાથે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેકલીને તેના વાળ પોનીમાં બાંધ્યા હતા.

અર્જુન રામપાલ-ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ

2/7
image

અર્જુન રામપાલ તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. અર્જુન અને ગેબ્રિએલાએ ઉબેર કૂલ 'કાઉ બોય' લુક પહેર્યો હતો. માથા પર 'કાઉબોય' ટોપી સાથે લાંબા બૂટમાં બંને ખૂબ જ સ્ટાઇલિશ લાગતા હતા.

શિબાની દાંડેકર

3/7
image

શિબાની દાંડેકરે સફેદ કોર્સેટ ટોપ સાથે ડેનિમ પહેર્યું હતું. તેણે તેની સાથે સ્નેક પ્રિન્ટના ઊંચા બૂટ પહેર્યા હતા. શિબાની દાંડેકરની હેરસ્ટાઈલ એકદમ અનોખી હતી, જેના પર બધાની નજર હતી.

રિયા ચક્રવર્તી-અનુષા દાંડેકર

4/7
image

રિયા ચક્રવર્તી બ્રાઉન ટોપ સાથે બ્લેક જીન્સ અને કાઉબોય બૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેની સાથે અનુષા દાંડેકર પણ જોવા મળી. અનુષાએ સ્ટાઈલીશ આઉટફિટ સાથે સફેદ રંગના બૂટ પસંદ કર્યા હતા.

બનિતા સંધુ

5/7
image

આ પાર્ટીમાં બનિતા સંધુ એક અનોખા અંદાજમાં જોવા મળી. તેણે તેના સફેદ મીની ડ્રેસ સાથે કાળી કાઉબોય ટોપી અને કાળા શૂઝ પહેર્યા હતા. તેણે પોતાના ડ્રેસને સ્ટાઇલિશ બેલ્ટ સાથે કાઉબોય લુક આપ્યો હતો.

કુશા કપિલા

6/7
image

અભિનેત્રી કુશા કપિલાએ આ પાર્ટીમાં બ્લુ બેગી ટ્રાઉઝર અને રેડ કોર્સેટ ટોપ પહેર્યું હતું. કુશાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા, તેનો લૂક એકદમ ફાઈન લાગી રહ્યો હતો.

કાઉબોય લૂકની કમાલ

7/7
image

આ પાર્ટીમાં ટીવીથી લઈને બોલીવુડના ઘણાં કલાકારો પહોંચ્યા હતાં. જોકે, બધાનો લૂક એક  જ હતો 'કાઉબોય'