સલમાન જોડે જોડી જમાવનારી હીરોઈન આજે સાવ કેવી દેખાય છે? ફોટા જોઈને નહીં થાય વિશ્વાસ

AYESHA TAKIA: સલમાન ખાન જોડે વોન્ટેડ ફિલ્મમાં દેખાતી હોટ હીરોઈન આયેશા ટાકિયાનો લૂક 16 વર્ષમાં કેટલો બધો બદલાઈ ગયો છે, જોઈને વિશ્વાસ જ નહીં થાય કે આ એજ હીરોઈન છે.

1/6
image

આયેશા બોલીવુડમાં સલમાન ખાનથી લઈને અક્ષયકુમાર સુધીના મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચુકી છે. તે સમયે લાખો યુવાનો આયેશાની અદાઓના દિવાના હતા.

2/6
image

તાજેતરમાં એક સમયની બોલીવુડની હોટ એકટ્રેસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. અહીં વાત થઈ રહી છે, આયેશા ટાકિયાની. આયેશા તેના પુત્ર મિખાઈલ આઝમી સાથે દેખાઈ.

3/6
image

આયેશા ટાકિયાનો સિમ્પલ લુક જોઈને એરપોર્ટ પર કોઈ તેને ઓળખી પણ ન શક્યું. આયેશા ટાકિયા વાદળી રંગના પલાઝો સૂટમાં જોવા મળી. એટલું જ નહીં આયેશા અહીં નો મેકઅપ લૂકમાં દેખાઈ.

4/6
image

16 વર્ષ પહેલા, આયેશા ટાકિયા સલમાન ખાન સાથે ફિલ્મ 'વોન્ટેડ'માં જોવા મળી હતી, આ ફિલ્મથી આયેશાને જબરદસ્ત નેમ અને ફેમ મળ્યું હતું. ત્યાર બાદ તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ.

5/6
image

આયેશા એક સમયે સુપર હોટ હીરોઈનોમાં સુમાર હતી. તેનું ગજબનું ફેન ફોલોઈંગ હતું. પછી ન જાણે કેમ તેણે ફિલ્મોથી અંતર બનાવી લીધું. અને એક બિઝનેસ ટાઈકૂન સાથે લગ્ન કરી લીધાં હોવાનો સમાચાર સામે આવ્યાં. ટારઝન ધ વન્ડર કાર અને સલમાન ખાનની વોન્ટેડ ફિલ્મને કારણે આયેશા ભારે ચર્ચામાં આવી હતી. 

6/6
image

આયેશા ટાકિયાએ 2009માં રાજકીય નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને ચાર વર્ષ સુધી ડેટ કર્યા હતા. આયેશાએ લગ્ન માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. બંનેને એક પુત્ર છે જેનું નામ મિખાઈલ આઝમી છે.