Bollywood: આ એકટર્સના શોખ છે મોટા! લક્ઝરી વાહનો જેટલી મોંઘી છે સાઈકલો

Bollywood Actors Costly Cycle: બોલિવૂડ સેલેબ્સ ફિટનેસને લઈને કોઈપણ પરિસ્થિતિમાં પાછળ નથી રહેતા. ફિટનેસની સાથે સાથે મોંઘા શોખ રાખવા પણ સ્ટાર્સની ઓળખ બની ગઈ છે. બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જે મોંઘા વાહનોની સાથે સાથે મોંઘી બાઈકના પણ શોખીન છે. પરંતુ આજે અમે એવા સેલેબ્સની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ મોંઘી સાઈકલના શોખીન છે.

 

 

1/6
image

સૂરજ પંચોલીઃ બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી પણ સાઈકલ ચલાવવાનો શોખીન છે. રિપોર્ટ્સ અનુસાર, સૂરજ પંચોલી પાસે 5.5 લાખની સાયકલ છે.

2/6
image

આયુષ્માન ખુરાનાઃ એક્ટર આયુષ્માન ખુરાના પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે, એક્ટર ઘણી વખત સાઈકલ ચલાવતા પણ જોવા મળે છે. રિપોર્ટ્સનું માનીએ તો આયુષ્માન પાસે લગભગ 3 લાખ રૂપિયાની સાયકલ છે.

3/6
image

રણબીર કપૂરઃ એક્ટર રણબીર કપૂર ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર સાઈકલ ચલાવતો જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરની સાઇકલની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા છે.  

4/6
image

શાહિદ કપૂરઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરને પણ સાઈકલ ચલાવવાનો શોખ છે. સમાચાર અનુસાર, અભિનેતાની સાયકલની કિંમત પણ 1 થી 2 લાખની રેન્જમાં છે.

5/6
image

સલમાન ખાનઃ સલમાન ખાન ઘણીવાર સાઈકલ લઈને રસ્તા પર ચાલતો જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનની સાઇકલની કિંમત લગભગ 40 હજાર રૂપિયા છે.

6/6
image

સારા અલી ખાનઃ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની સાદગી માટે ફેમસ છે. ક્યારેક સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળતી સારાને સાઈકલ ચલાવવાનો પણ શોખ છે.રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી પાસે લગભગ 15 હજારની કિંમતની સાઈકલ છે.