લગ્નમાં રોટલી વણવા આવેલી છોકરીના કરાવી દીધા લગ્ન, 4 દિવસ પછી યુવકને ખબર પડી તો ઉડી ગયા હોશ
Fraud Marriage in Jodhpur: દલાલોએ વરરાજાને પોતાના લગ્ન વિશે કહેવાની ના પાડી હતી. પછી નવવધૂના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના નામે વચોટિયાઓએ યુવક પાસેથી લાખો રૂપિયા લૂંટી લીધા હતા.
જોધપુર: રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur)થી લગ્ન (Marriage) કરાવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. જોકે અહીં એક વ્યક્તિને લગ્ન કરાવવાના નામે છેતરી લેવામાં આવ્યો છે. લગ્ન પછી પિયર પહોંચી જ્યારે નવવધૂ (Bride)એ પતિને ફોન કરીને સચ્ચાઇ બતાવી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ. દુલ્હને જણાવ્યું કે તે રોટલી બનાવવાનું કામ કરે છે, તે દિવસે લગ્નમાં પણ તે રોટલી બનાવવામાં આવી હતી. પરંતુ તેને ડરાવી ધમકાવીને લગ્ન કરાવી દેવામાં આવ્યા.
દલાઓએ રોટલી બનાવવાનું કામ કરવા આવેલી છોકરીને ધમકાવીને કરાવી દીધા લગ્ન
રાજસ્થાન (Rajasthan) અને જોધપુર (Jodhpur)માં ઉમેદસિંહને ગંગા સિંહ નામના એક વ્યક્તિએ પોતાના સંબંધીની છોકરી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. પછી નાગોરમાં ઉમેદસિંહ અને તેમના પરિવારના લોકોને છોકરીના પરિવાર સાથે મુકાલાત પણ કરાવી લીધી. પરંતુ લગ્નનો વારો આવ્યો તો દલાલ ગંગા સિંહને ઉમેદ સિંહના લગ્ન પોતાના સંબંધી સાથે ન કરાવીને રોટલી બનાવવાનું કામ કરનાર એક છોકરી સાથે કરાવી દીધા. (ફોટો સાભાર: રોયટર્સ)
લગ્નના નામે યુવક પાસેથી લૂંટી લીધા લાખો રૂપિયા
જોધપુરમાં ઉમેદસિંહ સાથે લગ્નના નામે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. દલાલોએ પીડિત ઉમેદ સિંહને લગભગ 10 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. દલાલ ગંગા સિંહે ઉમેદસિંહને જણાવ્યું કે છોકરીવાળા ગરીબ છે એટલા માતે લગ્ન કરવાના છે તો તમારે તેમની મદદ કરવી પડશે. પછી ઉમેદસિંહ સાથે 3.50 લાખ રૂપિયા પડાવી લીધા. આ ઉપરાંત લગ્નમાં ઉમેદસિંહના લગભગ 7.30 લાખ રૂપિયાનો ખર્ચ થયો (ફોટો સાભાર: રોયટર્સ)
પિયર પહોંચી દુલ્હને યુવકને કહી સત્ય હકિકત
લગ્નના 2 દિવસ બાદ ઉમેદ સિંહને ફોન કરીને જણાવ્યું કે તમારી સાથે મારા લગ્ન બળજબરીપૂર્વક કરાવવામાં આવ્યા છે. હું તો નાગોરમાં થઇ રહેલા લગ્નમાં રોટલી બનાવવાનું કામ કરવા ગઇ હતી. તેમણે મને 1 હજાર રૂપિયા પ્રતિદિન મુજબ મજૂરી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ પછી ધમકાવીને મને કહેવામાં આવ્યું કે ચૂપછાપ લગ્ન કરી લો. પછી ડરના માર્યા મેં પણ લગ્ન કરી લીધા. (ફોટો સાભાર: રોયટર્સ)
આરોપી વિરૂદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ દાખલ
પીડિત ઉમેદ સિંહે હવે રાજસ્થાન પોલીસને ન્યાયની અપીલ કરી છે. પોલીસે જોધપુરના મતોડા પોલીસ સ્ટેશનમાં આરોપી ગંગા સિંહના વિરૂદ્ધ આઇપીસી કલમ 406 હેઠળ કેસ દાખલ કરી દીધો છે.
દલાલોએ લગ્નની વાત કહેવાની કરી હતી મનાઇ
અત્રે ઉલ્લેખનીય છે કે દલાલ ગંગા સિંહે પીડિત ઉમેદ સિંહને કહ્યું હતું કે વધુ લોકોને પોતાના લગ્ન વિશે જણાવ્યું નહી. ઉમેદ સિંહને પોતાના લગ્નની આટલી વધુ ખુશી હતી કે કોઇ વાત ના બગડે એટલા માટે ગંગા સિંહની વાત માનતા પોતાના સંબંધોને પણ પોતાના લગ્નની વાત કહી ન હતી.
Trending Photos