Cannes Film Festival 2023: આ વખતે કાન્સના રેડ કાર્પેટ પર કઈ ભારતીય અભિનેત્રીઓ પાથરશે કામણ?

Cannes Film Festival 2023: આજથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ વખતે બોલીવુડની ઘણી અભિનેત્રીઓ કાન્સમાં રેડ કાર્પેટ પર રોફ મારતી જોવા મળશે. કઈ કઈ અભિનેત્રીઓ કાન્સમાં પાથરશે કામણ એના પર કરો એક નજર...

અનુષ્કા શર્મા

1/7
image

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, 2023માં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને ચાહકો તેના દેખાવ માટે ખૂબ જ ઉત્સાહિત છે. અનુષ્કા હોલીવુડ અભિનેત્રી કેટ વિન્સલેટની સામે જોવા મળશે.

માનુષી છિલ્લર

2/7
image

મિસ વર્લ્ડ 2017 રહી ચૂકેલી બોલિવૂડ અભિનેત્રી માનુષી છિલ્લરે પણ પુષ્ટિ કરી છે કે તે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. હાલમાં જ માનુષી પણ એરપોર્ટ પર જોવા મળી હતી.

ઈશા ગુપ્તા

3/7
image

ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પુષ્ટિ કરી છે કે તે કાન્સ 2023 માટે ભારત સરકારના પ્રતિનિધિમંડળનો પણ એક ભાગ છે અને તે આ વિશેષાધિકારથી ખૂબ જ ખુશ છે.

ઉર્વશી રૌતેલા

4/7
image

મોડલ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેની આગામી ફિલ્મ, અભિનેત્રી પરવીન બાબી પરની બાયોપિકના ફોટોકોલ લોંચમાં હાજરી આપશે અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળશે.

સારા અલી ખાન

5/7
image

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પણ આ વર્ષે કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળવાની છે. અભિનેત્રી થોડા કલાકો પહેલા મુંબઈ એરપોર્ટ પર પણ જોવા મળી હતી.

અદિતિ રાવ હૈદરી

6/7
image

સુંદર અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ મેકઅપ બ્રાન્ડ લોરિયલ પેરિસ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચાલશે.

ડોલી સિંહ અને માસૂમ મીનાવાલા

7/7
image

બોલિવૂડ અભિનેત્રીઓ સાથે, ઘણા સોશિયલ મીડિયા પ્રભાવકો પણ કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળવાના છે. જેમાં ડોલી સિંહ અને માસૂમ મીનાવાલાનો સમાવેશ થાય છે.