શુક્રના ઘરમાં ભેગા થશે 4 શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાનું ભાગ્ય પલટાતા બનશે કરોડપતિ! પૈસાની તો રેલમછેલ

Grah Gochar: વૈદિક જ્યોતિષ મુજબ મે મહિનો ગ્રહ ગોચરને લઈને ખુબ શુભ અને ફળદાયી છે. કારણ કે આ મહિનામાં અનેક મોટા ગ્રહો એક જ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને કેટલાક ગ્રહો કરવાના છે. મે મહિનાની શરૂઆતમાં 1 મે 2024ના રોજ બુધવારે વૃષભ રાશિમાં ભાગ્યના કારક ગ્રહ બૃહસ્પતિએ પ્રવેશ કર્યો હતો. જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવે પણ 14 મે 2024ના રોજ મંગળવારે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો.

કેવી રીતે બને આ યોગ

1/4
image

જ્યારે એક જ રાશિમાં ચાર ગ્રહો એક સાથે ભેગા થાય ત્યારે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થાય છે. આ યોગ બનવાથી પૃથ્વી પર રહેલા તમામ પ્રાણીઓ પર શુભ કે અશુભ અસર થતી હોય છે. જ્યોતિષીઓના જણાવ્યાં પ્રમાણે જ્યારે ચતુર્ગ્રહી યોગ બને ત્યારે કેટલીક રાશિઓના જીવનમાં પૈસાની રેલમછેલ થાય છે. સુખ સુવિધાઓ વધે છે. આ સાથે જ નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવાથી કઈ કઈ રાશિવાળાને લાભ થઈ શકે તે ખાસ જાણો. 

સિંહ રાશિ

2/4
image

વૈદિક જ્યોતિષ મુજબ 31 મેના રોજ વૃષભ રાશિમાં બની રહેલા ચતુર્ગ્રહી યોગનો પ્રભાવ સિંહ રાશિવાળા પર સકારાત્મક રહેશે. ચાર ગ્રહોના શુભ સંયોગથી તમામ કાર્યોમાં સફળતા મળશે. આ સાથે જ આર્થિક સ્થિતિ પહેલાથી સારી રહેશે. ધન કમાવવાની નવી નવી તકો મળશે. બાકી લેણું પાછું મળી શકે છે. લગ્નજીવનમાં ખુશીઓ રહેશે. જીવનસાથીનો સાથ મળશે. 

મિથુન રાશિ

3/4
image

જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ વૃષભ રાશિમાં શુક્ર, બુધ, સૂર્ય અને ગુરુની યુતિથી બનતા ચતુર્ગ્રહી યોગનો પ્રભાવ અનુકૂળ રહેશે. કારણ કે ચતુર્ગ્રહી યોગના નિર્માણથી વેપારમાં સારો એવો ધનલાભ થાય છે. કારોબારમાં વિસ્તાર થશે. ધન આગમનના નવા નવા સ્ત્રોત  બનશે. જે લોકો નોકરીની શોધમાં આમતેમ ભટકી રહ્યા હતા તેમને સારી એવી નોકરી મળી શકે છે. મનમાં ખુશીઓ રહેશે. 

તુલા રાશિ

4/4
image

તુલા રાશિવાળા માટે બુધ, શુક્ર, ગુરુ અને સૂર્યની યુતિ ખુબ જ શુભ સાબિત થશે. હાલ થોડા દિવસ પહેલા જ મોહની એકાદશી 19મી મેના રોજ રવિવારે દૈત્ય ગુરુ શુક્ર પણ વૃષભ રાશિમાં પ્રવેશ્યો અને જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ 10 દિવસ બાદ 31મી મેના રોજ શુક્રવારે ગ્રહોના રાજકુમાર બુધ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં વૃષભ રાશિમાં ચાર ગ્રહોનો સંયોગ બનશે. જેનાથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે. આર્થિક સ્થિતિ સુધરશે. જે લોકો નોકરી કરે છે તેમના સ્થાન પરિવર્તનનો સંયોગ બની રહ્યો છે. કરિયર સંબંધિત સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનમાં રોમાન્સ રહેશે. જીવનસાથીનો સાથ મળશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)