Common Mask Mistakes: ભારે પડી શકે છે આ ભૂલો, કોરોનાથી બચવું હોય તો આટલી વાતોનું રાખો ધ્યાન

કોરોના વાયરસથી બચવું હોય તો બહાર જતી વખતે માસ્ક લગાવવું ખૂબ જરૂરી છે. કેટલાક લોકો માસ્ક સાથે સંકળાયેલી એટલી બધી ભૂલો કરે છે કે માસ્ક પહેરવા છતા તે કોરોના પોઝિટિવ થઈ જાય છે.

ઝી બ્યૂરો, અમદાવાદ ભારતમાં ફરી એક વખત કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી પણ વધુ કેસ સામે આવ્યા છે. એક તરફ સરકાર લોકોને વેક્સીન લગાવવા માટે દબાણ કરી રહી છે, તો બીજી તરફ કોરોનાના કેસ ગયા વર્ષ કરતા ડબલ ઝડપથી વધી રહ્યા છે. માસ્ક પહેરતા સમયે કઈ ભૂલો ન કરવી જોઈએ તે જાણી લો.

 

ભૂલથી પણ ના કરો માસ્ક સાથે જોડાયેલી આ ભૂલો

1/6
image

કેટલાક લોકો એવા છે જે માસ્ક પહેરે તો છે પરંતુ તેમને માસ્ક પહેરવાનું સાચું જ્ઞાન નથી. આજ કારણથી લોકો કંઈક એવી ભૂલો કરી દે છે જેનું પરિણામ એમને જ ભોગવવું પડે છે. માસ્ક પહેરતા સમયે કઈ 5 ભૂલો ભારે પડી શકે છે તે અમે તમને જણાવીશું.

વારંવાર માસ્કને અડવું નહીં

2/6
image

તમે ગણી વખત લોકોને જોયા હશે કે તે માસ્ક પહેર્યા પછી માસ્કને વારંવાર અડ્યા કરે છે. ક્યારેક નાક પરથી તો ક્યારેક મોં પરથી માસ્કને સેટ કર્યા કરતા હોય છે આ સૌથી મોટી ભૂલ છે. માસ્કના બહારના ભાગ પર સંક્રમણના વાયરસ હોઈ શકે છે જેથી માસ્કને વારંવાર અડવું જોઈએ નહીં. માસ્કને વારંવાર ઉતારીને વારંવાર પહેરવું જોઈએ નહીં કેમકે માસ્કને ઉતારીને એવી જગ્યાએ મુકવામાં આવ્યું કે જ્યાં સંક્રમણ છે અને માસ્કને ફરી પહેરવાથી સંક્રમણ નાક અને મોંઢાના મારફતે શરીરમાં પ્રવેશ કરે છે.

માસ્ક પહેરેલું હોય છે પણ નાક ખુલ્લું હોય છે

3/6
image

કેટલાક લોકોને તમે જોયા હશે કે જે માસ્ક પહેરીને મોં તો ઢાંકી દે છે પણ તેમનું નાક ખુલ્લું રહે છે. અમેરિકાની CDC (CENTRE OF DISEASES CONTROL AND PREVENTION) ની માનીએ તો તમારે એવી રીતે માસ્ક પહેરવું જોઈએ જેનાથી તમારા નાકની સાથે મોં અને દાઢીનો ભાગ પણ ઢંકાયેલો રહે. માસ્ક એવું પહેરવું જોઈએ જે તમારા ચહેરા પર સારી રીતે ફીટ બેસતું હોય કોઈ પ્રકારની જગ્યા ન રહેવી જોઈએ. આ રીતે માસ્ક પહેરવામાં ન આવેતો સંક્રમણ થઈ શકે છે.

માસ્ક પહેરતા પહેલા અને પછી હાથ ન ધોવાની ભૂલ

4/6
image

માસ્ક ઉતાર્યા બાદ કે પહેર્યા બાદ તમારે તમારા હાથ સાબુથી ધોવા જોઈએ અથવા તો સેનિટાઈઝ કરવા જોઈએ. હાથ ધોઈને માસ્કને અડવાથી કોઈ પણ જાતનો વાયરસ આપણા હાથ દ્વારા માસ્કને લાગતો નથી.

માસ્ક સારી રીતે સાફ ન કરવાની ભૂલ

5/6
image

માત્ર માસ્ક પહેરવું જરૂરી નથી પણ સાફ સફાઈવાળું માસ્ક પહેરવું પણ જરૂરી છે. જો તમે એક વખત યુઝ કરીને ફેંકી દેવામાં આવતું ડિસ્પોઝેબલ માસ્ક યુઝ કરતા હોવ તો વાંધો નથી પરંતુ જો રિયૂઝવાળા માસ્ક પહેરતા હોવ તો માસ્કને ગરમ પાણીમાં ડિટર્જન્ટથી સારી રીતે સાફ કરી તડકામાં સુકવવું જોઈએ. ધોયા વગર વારંવાર માસ્ક પહેરવામાં આવે તો સંક્રમણનો ભય વધારે રહે છે.

ભીના માસ્કને પહેરીને રાખવાની ભૂલ

6/6
image

ગરમીમાં પરેસાવાને કારણે લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી માસ્ક પરસેવાથી ભીનું થઈ જાય છે. જો માસ્ક ભીનું થઈ જાય તો તરત જ તેને બદલી નાખવું જોઈએ. WHOની પણ એજ સલાહ છે કે ભીનું માસ્ક તમને કોરોના સંક્રમણથી બચાવવા માટે અસરકારક નથી. તમારુ માસ્ક ત્રણ લેયરવાળું હોવું એ ખૂબ જરૂરી છે.

(નોંધ: કોઈ પણ ઉપાયને કરતા પહેલા હંમેશા વિશેષજ્ઞ કે તબીબની સલાહ લેવી. ZEE 24 કલાક આ જાણકારી માટે જવાબદારીનો દાવો નથી કરતું)