રાશિફળ 11 માર્ચ: આજે મહાશિવરાત્રિ, આ રીતે કરો ભોલેનાથની પૂજા, થશે મોટો ધનલાભ!

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 11, 2021, 07:58 AM IST

આજે મહાશિવરાત્રિ છે. ભગવાન શિવજીની ઉપાસનાથી ભાગ્યના સિતારા ચમકી જશે. આ ઉપરાંત ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- આજે તમારો દિવસ અનુકૂળ રહેશે. શુભ સમાચારના યોગ છે. કારોબારી ગતિવિધિઓ સારી રીતે ચાલશે. આજે તમે ભગવાન શિવને શિવલિંગીનું ફળ ચઢાવો તે તમારા માટે સારું રહેશે. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- આજે તમે વધુ પરિશ્રમ કરો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. ક્રય-વિક્રયથી આજે તમને લાભ થશે. આધ્યાત્મિક જીવન સારું ચાલશે. શિવજીને કમળનું પુષ્પ ચઢાવો. તમારો દિવસ શુભ રહેશે. 

3/12

મિથુન

મિથુન

મિથુન- તમારી રાશિમાં હાલ શનિ ચાલી રહ્યો છે. વાદ વિવાદથી બચો. ન્યાયાલયમાં જવું પડી શકે છે. આજે તમને એક આકસ્મિક શુભ સમાચાર પ્રાપ્ત થશે. ભગવાન શિવજીને કેતકીનું પુષ્પ ચઢાવો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે તમે કોઈ પણ પ્રકારનું રોકાણ કરી શકો છો. ઉત્તર દિશામાં આજે તમારે યાત્રા કરવી પડી શકે છે. સંતાનના સ્વાસ્થ્યમાં ગડબડ થશે. ભગવાન શિવજીને 11 બિલિપત્ર ચઢાવો. દિવસ શુભ રહેશે. 

5/12

સિંહ

સિંહ

સિંહ- આજે તમારા વિરોધી પરાસ્ત થશે. ઘરેલુ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. માતા પિતાના સ્વાસ્થ્ય પર  ધ્યાન આપો. વિવાહ સંબંધ સારો ચાલશે. નવી દિશા મળવાની આશા છે. ભગવાન શિવજીને 11 કરણના પુષ્પ અર્પણ કરો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- કુટુંબની ઉન્નતિ અને સુખદ વાતાવરણ જળવાઈ રહેશે. મિત્રોનો સહયોગ મળશે. બાધિત ધનની પ્રાપ્તિ થશે. વાહન સાચવીને ચલાવો. આજે તમે ભગવાન શિવજીને 11 પાનના પત્તાથી પૂજન કરો. દિવસ શુભ  રહેશે. 

7/12

તુલા

તુલા

તુલા- વધુ રોકાણ ક્યાંય ન કરો. સ્ત્રી પક્ષથી મતભેદ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આજે તમે ભગવાન શિવજીને ભીમસેની કપૂર અર્પણ  કરો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- મિત્રોનો સહયોગ મળશે. તમારી વાણી અને વ્યવહાર પર સંયમ રાખો. ઘરમાં માંગલિક કાર્યો થઈ શકે છે. ધર્મ પ્રત્યે તમારી રૂચિ રહેશે. ભગવાન શિવજીને 11 શેરડીની ટુકડાં અર્પણ કરો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- નવા વેપાર પ્રત્યે કાર્ય કરતા પહેલા ગંભીરતાથી વિચારો. વિદ્યાર્થી જીવન તમારું સારું રહેશે. કુટુંબીજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમે ભગવાન શિવજીને પાંચ ફળ અર્પણ કરો. તમારો દિવસ શુભ રહેશે. 

10/12

મકર

મકર

મકર- સંતાન પક્ષે મતભેદ રહેશે. અટવાયેલા નાણા પ્રાપ્ત થશે. અધિકારીઓનો પૂરેપૂરો સહયોગ મળશે. માતાપિતાનું જીવન સુખેથી રહેશે. ભગવાન શિવજીને આજે પાણીવાળું નારિયેળ અર્પણ કરો. દિવસ શુભ રહેશે. 

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થશે. પદોન્નતિ થઈ શકે છે. ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે. વાહન સાચવીને ચલાવો. ભગવાન શિવજીને રૂદ્રાક્ષ અર્પણ કરો. 

12/12

મીન

મીન

મીન- ઘરેલુ વાતાવરણ સુખદ  રહેશે. કોર્ટના કામમાં વિજય મળશે. મિત્રોનો પૂર્ણ રીતે સહયોગ મળશે. જીવનમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે. ભગવાન શિવજીને આજે તમે ગરીના લાડુ અર્પણ કરો.