રાશિફળ 17 જૂન: મેષ સહિત આ 4 રાશિના જાતકો માટે લાભકારી છે દિવસ, જાણો કોણે રહેવું પડશે સતર્ક

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Daily Horoscope 17 June 2022 (By Chirag Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12
image

મેષ: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે શુભ છે અને તમને સફળતા મળવાથી આનંદ થશે. કોઈ મહાન વ્યક્તિને મળીને તમને આનંદ થશે. હાથમાં મોટી રકમથી તમે સંતુષ્ટ થશો. વાતચીતથી વિવાદ ઉકેલાશે.    

2/12
image

વૃષભ: ગણેશજી કહે છે, તમારી કોઇ નકારાત્મક આદતને છોડવાની પણ કોશિશ કરવાની જરૂરિયાત છે. ઘરમાં સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. વ્યવસાયને લગતી કોઇ સમસ્યા ઉકેલાશે.  

3/12
image

મિથુન: ગણેશજી કહે છે, પતિ-પત્નીના સંબંધ એકબીજા સાથે ઉત્તમ રહેશે. કોઇ કાયદાકીય વિવાદમાં ફસાઇ શકો છો. વ્યવસાયિક ક્ષેત્રમાં મેનેજમેન્ટ તથા કર્મચારીઓની વચ્ચે તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. રચનાત્મક તથા મન પ્રમાણે ગતિવિધિઓમાં વ્યસ્તતા તમને નવી ઊર્જા પ્રદાન કરશે.  

4/12
image

કર્ક: ગણેશજી કહે છે, લગ્નજીવન સુખમય રહેશે. ભાવુકતાની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિને તમારી અનુકૂળ કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યવસાયિક સ્થિતિ સારી રહેશે. રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી.  

5/12
image

સિંહ: ગણેશજી કહે છે, આવકના સાધનોમાં ઘટાડો આવી શકે છે. તમારા નિર્ણયને જ આજે પ્રાથમિકતા આપો. પાચન પ્રણાલી નબળી રહી શકે છે. સંતોષજનક સમય ચાલી રહ્યો છે. ઉતાવળની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો.  

6/12
image

કન્યા: ગણેશજી કહે છે, વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘરની સમસ્યાઓને સુધારવામાં પરિવારજનોનો સહયોગ અવશ્ય લેવો. તમારે દિમાગની જગ્યાએ હ્રદયની વાત સાંભળવી. નિશ્ચિત જ તમને કોઇ પોઝિટિવ અનુભૂતિ થશે.  

7/12
image

તુલા: ગણેશજી કહે છે, લગ્નજીવનમાં નાની-મોટી નકારાત્મક વાતને ઇગ્નોર કરો. તમારા કામને ઘરના અન્ય લોકો સાથે વહેંચો. થોડા અનુભવી લોકોના સાનિધ્યમાં તમને પોઝિટિવિટીનો અનુભવ પણ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી સમજણ બુદ્ધિથી વ્યવસ્થામાં સુધાર આવી શકે છે.  

8/12
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવવાથી બજેટ ખરાબ થઇ શકે છે. પાર્ટનરશિપને લગતા કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે. પતિ-પત્નીના સંબંધ સુખમય જળવાયેલાં રહેશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે કોઇ નવી સફળતાનું નિર્માણ કરી રહ્યું છે.  

9/12
image

ધનુ: ગણેશજી કહે છે, સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. મોટાભાગના વ્યવસાયિક કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે. કોઇ વિશેષ કાર્યને લગતી યોજનાઓ આજે શરૂ થશે. સામાજીક જવાબદારી વધી શકે છે.  

10/12
image

મકર: ગણેશજી કહે છે, ઉધારને લગતા કોઇપણ પ્રકારના કાર્યોથી દૂર રહો, દગાબાજી થઇ શકે છે. ઘરની નાની-મોટી વાતને ઇગ્નોર કરતાં શીખો. વધારે કામના ભારને લીધે પગમાં દુખાવો અને થાકની સ્થિતિ રહેશે. વ્યવસાયિક કાર્ય પ્રણાલીમાં સુધાર લાવવાની જરૂરિયાત છે.  

11/12
image

કુંભ: ગણેશજી કહે છે, આજે સમાજમાં તમારી રાજ્ય-પ્રતિષ્ઠા ચોક્કસપણે વધશે. આજે નસીબ તમને સારા પરિણામ આપશે. આજે તમે પૈસાના આગમન વિશે પણ માહિતી મેળવી શકો છો. આજે તમારી જવાબદારી વધતી જાય તેમ થોડી અસ્વસ્થ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.  

12/12
image

મીન: ગણેશજી કહે છે, આ સમયે વ્યક્તિગત જીવન સાથે જોડાયેલાં કોઇપણ કાર્યમાં રિસ્ક ન લો. શારીરિક અને માનસિક થાક રહેશે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારી આસ્થા રહેશે. આજે માર્કેટિંગને લગતા બધા કાર્યોને ટાળો તો સારું રહેશે.