રાશિફળ 2 ઓક્ટોબર: આ 5 રાશિના જાતકોનું આજે ભાગ્ય ચમકશે, પૈસાની થશે રેલમછેલ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

મેષ

1/12
image

ધનલાભના યોગ છે. દુશ્મનો પર જીત મળી શકશે. ઓફિસમાં વધુ મહેનત કરવી પડશે. નોકરીમાં પ્રોગ્રેસ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. મોટા ભાગના  કેસમાં તમે નુકસાનથી બચી જશો. તમારી સાથે અથવા આસપાસના કેટલાક લોકો સાથે સંબંધ સુધરશે. મિત્રોની મદદ મળી શકે છે. સંતાન સુખ અને આર્થિક મદદ મળવાના યોગ છે. વિવાહ પ્રસ્તાવ પણ મળી શકે છે.   

વૃષભ

2/12
image

તમારી વાત અને કામની અસર લોકો પર પડી શકે છે. લોકો તમારી વાત સાંભળશે. કોઈ બેઠક-સમારોહનું આમંત્રણ મળી શકે છે. પરિવારજનોનું પૂરેપૂરું સમર્થન અને સાથ મળશે. દૂરના લોકો સાથે વાતચીત થશે. આજે એવી મુસાફરી થઈ શકે છે જેનો ફાયદો તમને આવનારા દિવસોમાં મળશે. તમે ઘર પર આરામ કરી શકો છો. આજે તમે જૂના વિવાદ પતાવવાનું મન બનાવી શકો છો. 

મિથુન

3/12
image

તમે જેની મદદની આશા રાખશો તે સમય પર મદદ કરશે. મહત્વપૂર્ણ લોકો સાથે સંબંધ સુધરશે. વિવાદાસ્પદ મામલા પર ચર્ચા  ટાળો. ભાઈઓ અને મિત્રોની મદદ મળશે. રોજબરોજના કામમાં ફાયદો થશે. અટવાયેલા નાણા મળશે. આવક વધવાની પણ કેટલીક તકો મળી શકે છે. જેના કારણે તમે પોતે અંચબિત થશો. જે સ્થિતિનો સામનો કરી રહ્યા છો તેનાથી તમને ફાયદો જ થશે. જે ખાસ વાત છે તેને ગંભીરતાથી લો. 

કર્ક

4/12
image

જૂની વાતોને ભૂલશો તો મૂડ બનશે. જે થાય તે સારા માટે થાય. પોતાના પર ભરોસો કરો. યોગ્ય સમયે તમને મદદ મળશે. જૂના પૈસા પાછા મળશે. પોતાના પર ખર્ચ કરશો. જેનાથી મૂડ સારો થશે. નવી યોજનાઓ સામે આવશે. 

સિંહ

5/12
image

કારોબાર માટે સારો દિવસ છે. જરૂરી કામો પર ધ્યાન આપો. બીજાની મદદ કરશો. પરિવાર સાથે સંબંધમાં સુધાર થશે. કઈક અલગ કરશો જેમાં સફળ થશો. નાણાકીય મામલાના ઉકેલ માટે વાત કરશો. 

કન્યા

6/12
image

જૂના નાણા સંબંધે કોઈ નિર્ણય લઈ શકો છો. નાણાકીય મામલે યોજના બનાવશો. બીજાને સલાહ આપશો તે તેમના માટે ફાયદાકારક રહશે. ભવિષ્ય માટે સમજી વિચારની પગલું ભરો. ધનલાભની શક્યતા વધુ છે. 

તુલા

7/12
image

મુસાફરીની યોજના બનશે. કોઈ સંબંધી કે મિત્ર સાથે મુલાકાતના યોગ છે. કોઈની સલાહ લેશો. અંગત કામકાજ માટે પૈસાની વ્યવસ્થા થશે. તમારી જ રાશિમાં ચંદ્ર હોવાથી સ્વાસ્થ્ય સુધરશે. નોકરીમાં સફળતા મળવાના યોગ છે. ધૈર્ય રાખો. આજે સામે આવનારી તકો પર નજર રાખો. તેનાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધાર થઈ શકે છે. તુલા રાશિવાળા માટે સમય સારો છે. લોકોની મદદ મળી શકે છે. સમયસર કામ પૂરા થશે. 

વૃશ્ચિક

8/12
image

પદ,વેતન કે તમારા અધિકારનો દાયરો વધી શકે છે. કોઈ નવા સ્થળે જવાનો યોગ છે. નવી ચીજો પણ શીખી શકો છો. પ્રેમીની સાતે સંબંધો કે નીકટના સંબંધોમાં પ્રગતિ થશે. તમારા સંબંધ મજબૂત થઈ શકે છે. દિમાગમાં ઉથલપાથલ થઈ શકે છે. પરંતુ તમને તેનો ફાયદો મળશે. જેટલું બની શકે તેટલું પ્રેક્ટિકલ રહો. નોકરીમાં પોતાના પ્રદર્શન પર ધ્યાન આપો તો સારું રહેશે. પૈસાના કામથી નાની મોટી યાત્રા થઈ શકે છે. 

ધનુ

9/12
image

વિચારેલા કામોમાં સફળતા મળશે. ગ્રહોની સ્થિતિ જોતા દિવસ ખાસ બની રહેશે. કેરિયરમાં આગળ વધવાની તક મળશે. નાણાકીય મામલે સારા સુધારાના યોગ છે. પરફોર્મન્સ સારું રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ગોચર કુંડળીનો પંચમ ચંદ્રમા તમારી યોજનાઓને સફળ બનાવી શકે છે. કેટલાક વણઉકેલ્યા સવાલો તમારી સામે આવી શકે છે. પરિવારમાં એકજૂથતા રાખો. 

મકર

10/12
image

કામકાજ વધશે. મોટાભાગના પરિણામો પણ તમને મળશે. કેરિયરમાં પ્રગતિની તકો મળશે. નોકરીમાં પ્રમોશન કે કારોબારમાં ધનલાભના યોગ છે. સામાજિક સંસ્થા દ્વારા સન્માન મળવાના યોગ છે. કોઈની પણ સાથે તર્કબદ્ધ રીતે વાત કરો.

કુંભ

11/12
image

કાર્યક્ષેત્રમાં તમને સારી સફળતા મળશે. તમે ઉર્જાથી ઘણુ બધુ હાંસલ કરી શકશો. વિપરિત પરિસ્થિતિઓમાં કેટલાક લોકોની મદદ મળવાના યોગ છે. જમીન સંપત્તિમાં ડીલ થશે. પૈતૃક સંપત્તિના મામલા સામે આવશે. નોકરીમાં ફાયદો થશે.

મીન

12/12
image

 કેરિયરમાં આગળ વધવાની તકો મળશે. કામકાજ અને ખાસ કરીને બિઝનેસ પર ધ્યાન રાખશો. કઈંક નવું કરવું હોય તો મિત્રોની સલાહ લો. પૈતૃક સંપત્તિથી ફાયદાના યોગ છે. જૂની યોજનાઓથી ધનલાભના યોગ છે.