રાશિફળ 9 ઓક્ટોબર: આ રાશિના જાતકોએ આજે રહેવું પડશે ખુબ સાવધાન, રોકાણના જોખમથી બચો

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

પૈસાની સમસ્યા પહેલા કરતા ઓછી થશે. તમારી સ્થિતિ સુધરી શકે છે. વિચારેલા કામો પૂરા થશે. કેરિયરમાં સારી તકોના યોગ છે. કામ સંલગ્ન પ્લાનિંગ પૂરું થશે. જે કામ થશે તેનાથી ફાયદો થશે. જે સમસ્યાથી પરેશાન હતાં તે પૂરી થશે.   

વૃષભ

2/12
image

કોઈ જૂની સમસ્યાનું સમાધાન તશે. મિત્ર કે પ્રેમી કોઈ વચન આપશે. જરૂર પડ્યે શક્ય તમામ મદદ મળશે. જો કે સાવધાની રાખશો. રોકાણના જોખમથી બચો. કેટલાક મામલામાં અટવાઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. 

મિથુન

3/12
image

ઓફિસમાં તમારા સૂચનો પર ધ્યાન અપાશે. નવા કામ ધંધા માટે સારો દિવસ છે. કોન્ફિડન્સ વધશે. જે સમસ્યાઓ હતી તે ખતમ થશે. આસપાસના લોકો સાથે ખટપટ ચાલી રહી હશે તો થોડો વિવાદ થશે. ખર્ચ પર કંટ્રોલ રાખો. 

કર્ક

4/12
image

અચાનક ધનલાભ થશે,. ધન અને ભાવનાઓ બંને ખાસ બનશે. આજે આવનારા ફેરફાર તમારી ફેવરમાં હશે. નોકરી ધંધામાં સારા યોગ છે. નવા સંપર્ક થશે. તણાવ અને ટકરાવ જેટલો ટાળશો તેટલું સારું છે. દરેક મામલે ખુલ્લા મને વિચાર કરો. 

સિંહ

5/12
image

તમારા માટે દિવસ સારો છે. નોકરી અને ધંધામાં ઉન્નતિના યોગ છે. જરૂરી મામલાઓમાં પાર્ટનરનો મત લો. સંતુષ્ટિ મેળવવા ખર્ચનો રસ્તો ન અપનાવતા. કારોબારમાં વ્યસ્ત રહેશો. કાર્યક્ષેત્રમાં માન સન્માન મળશે. 

કન્યા

6/12
image

નવી કામકાજની યોજના બનશે. મુસાફરીમાં પૈસા જશે. ઘર સામાનની ખરીદી કરશો. અનેક પેન્ડિંગ કામની પતાવટ કરશો. તક મળે તો થોડો સમય એકલા રહો. કોઈ નવું કામ શરૂ ન કરો. અંગત સંબંધમાં ગલતફેમીના યોગ છે. 

તુલા

7/12
image

આજે આવક અને ખર્ચ બરાબર રહેશે. જે પણ  કોશિશ કરશો તે સફળ થશે. ધીરે ધીરે કામકાજમાં પ્રગતિ થશે. અગાઉ જે રોકાણની યોજના બનાવી હતી તે અંગે પગલું ઉઠાવશો અને ફાયદો થશે. બિઝનેસમાં ફાયદો ઓછો થશે. 

વૃશ્ચિક

8/12
image

આજે થનારી જરૂરી મુલાકાતો ફાયદો કરાવશે. લાઈફમાં કેટલાક ફેરફાર થશે. જે કામ હજુ બંધ હતું તે અચાનક શરૂ થશે. જેટલા લોકોને મળશો, વાતચીત કરશો સફળ રહેશો. બિઝનેસમાં ફાયદાકારક ડીલ થવાની શક્યતા છે. નવી ઓફરો મળશે. 

ધનુ

9/12
image

નવા કામની યોજના બનશે. આસપાસના લોકોનો સહયોગ મળશે. કોઈ સારા સમાચાર મળશે. ખર્ચ જો કે વધુ રહેશે. સાથીઓ સાથે ઘર્ષણના યોગ છે. કારોબાર માટે મુસાફરીના યોગ છે. નવી ઓફિસ કે દુકાન ખરીદવાનું મન થશે.   

મકર

10/12
image

આજે કામની વાત વધુ કરશો. શક્ય હોય ત્યાં સુધી સોચ અને વ્યવહાર સકારાત્મક રાખો. પોઝિટિવ પરિસિસ્થિતિઓમાં પણ સકારાત્મક રહો. જરૂર કરતા વધુ ખર્ચ કરવાથી બચો. પાર્ટનર તમારી ભાવનાઓનું સન્માન કરશે. તણાવ રહેશે.   

કુંભ

11/12
image

કેરિયરમાં આશાઓ અને સંભાવનાઓ વધશે. જે વસ્તુ માટે તમે લાંબા સમયથી કોશિશ કરતા હતાં તે પૂરી થવાના ચાન્સ છે. અડચણો પૂરી થશે. નાણાકીય મામલાઓમાં તણાવ કે દબાણ ઓછુ થશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. ફાયદો થશે.

મીન

12/12
image

પ્રેમી કે જીવનસાથી સાથે સંબંધ મજબુત થશે. અણબન પણ ખતમ થશે. આવકના મામલે અડચણોનો ડર ખતમ થવાના યોગ છે. કોઈ મિત્ર સાથે અણબન થશે. કામ માટે વધુ જીદ કરવાથી બીજા કામ બગડી શકે છે. જીવનસાથી સન્માન આપશે.