બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોત
Vadodara Accident : વડોદરાના સાવલી નજીક સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો બાબરીના પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જયારે અકસ્માતમાં કેસરબેન રણજીતસિંહ રાજ નામની મહિલાનું મૃત્યુ નિપજ્યું છે.
આણંદના અડાસ ગામથી ટેમ્પોમાં બેસી ભાદરવાના નટવરનગર ખાતે તમામ લોકો બાધા પુરી કરવા તેમજ બાબરીના પ્રસંગમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર બાવાના મઢી પાસે મોક્સી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો.
અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાં આણંદ જિલ્લાના સરપંચ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
અકસ્માતના પગલે ઇજાગ્રસ્તોની ચિચિયારી અને આક્રંદના પગલે વાતાવરણ ગમગીની ભર્યું બન્યું હતું. અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને લાવતાં ભાજપ કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત સહિત અનેક હોદ્દેદારો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા.
ભાજપ કોર્પોરેટરે ઇજાગ્રસ્તોના પરિવાર માટે ઝડપી સારવારની વ્યવસ્થા કરાવી, સાથે જ પાણી, કોલ્ડ્રીંગ્સ અને ORS જ્યુશની પણ વ્યવસ્થા કરાવી. હોસ્પિટલમાં 4 લોકોની હાલત ગંભીર હોવાથી ICUમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.
Trending Photos