OTT Platforms: ઈન્ટરનેટના યુગમાં સરકારે ખેંચી 'લક્ષ્મણરેખા', હવે ઉંમર પ્રમાણે કન્ટેન્ટ, ખાસ જાણો વિગતો
ભારત સરકારે ઈન્ટરનેટના રસ્તે તમારા સુધી પહોંચનારી તમામ જાણકારી, મનોરંજન અને ખબરો વચ્ચે એક મર્યાદા ખેંચી નાખી છે. તસવીરો સાથે જાણો વિગતવાર માહિતી
ભારત સરકારે ઈન્ટરનેટના રસ્તે તમારા સુધી પહોંચનારી તમામ જાણકારી, મનોરંજન અને ખબરો વચ્ચે એક મર્યાદા ખેંચી નાખી છે. આ ઈન્ટરનેટવાળા યુગની લક્ષ્મણરેખા છે જે સાચા અને ખોટા વચ્ચે અંતર સ્પષ્ટ કરે છે, જે ફેક ન્યૂઝની પોલ ખોલે છે અને એ પણ જણાવે છે કે આઝાદી અને અધિકાર જવાબદારી સાથે મળે અને આ જવાબદારીઓને વિદેશી કંપનીઓ સ્વિચ ઓફ મોડ પર નાખી ન શકે.
IT એક્ટ હેઠળ કાર્યવાહીની જોગવાઈ
હવે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવા સરળ નહીં રહે. આમ કરનારાની સમગ્ર જાણકારી સરકાર પાસે રહેશે અને આ લોકો પર IT એક્ટ હેઠળ કાર્યવાહીની પણ જોગવાઈ છે.
ફેક અકાઉન્ટ બનાવી શકશો નહીં
હવે તમે કોઈ પણ અન્યના નામથી ફેક અકાઉન્ટ બનાવી શકશો નહીં. કારણ કે હવે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારે તમારું એકાઉન્ટ બનાવવા માટે પોતાને વેરિફાય કરવા પડશે.
આપત્તિજનક પોસ્ટ શેર કરી શકશો નહીં
સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ શેર કરી શકશો નહીં.
ખોટી જાણકારી ફેલાવશો તો કાર્યવાહી થશે
હવે જો કોઈ ન્યૂઝ વેબસાઈટ કે પોર્ટલ દ્વારા ખોટી જાણકારી ફેલાવવામાં આવી તો તેના પર કાર્યવાહી થશે.
ઉમર પ્રમાણે જ કન્ટેન્ટ જોઈ શકશો
હવે ઓટીટી પ્લેટફોર્મ પર ઉમર પ્રમાણે જ તમે કન્ટેન્ટ જોઈ શકશો. જો તમારા ઘરમાં બાળકો હોય તો તેમને બધી ફિલ્મો જોવાની છૂટ રહેશે નહીં. આ માટે ફિલ્મો પર પેરેન્ટલ લોક લગાવવામાં આવશે. ઓટીટી પ્લેટફોર્મે પણ નિયમોની હદમાં રહીને કામ કરવું પડશે. જે રીતે ફિલ્મો માટે CBFC બોર્ડ છે, જેને સેન્સર કહેવામાં આવે છે બરાબર એ જ રીતે આ પ્લેટફોર્મ્સે સેલ્ફ રેગ્યુલેશન બોડી બનાવવી પડશે. જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના રિટાયર જજ કરશે.
ઉમર પ્રમાણે સર્ટિફિકેશનની વ્યવસ્થા
સેન્સર બોર્ડની જેમ Online Streaming Platforms ઉપર પણ ઉમર પ્રમામે સર્ટિફિકેશનની વ્યવસ્થા હશે અને આ માટે ફિલ્મોને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવશે. પહેલી કેટેગરી U એટલે કે યુનિવર્સલ રહેશે. આ કેટેગરીની ફિલ્મોને કૌટુંબિક ગણવામાં આવશે. જેને કોઈ પણ ઉંમરના લોકો જોઈ શકશે. જ્યારે બાકીની ફિલ્મોને U.A 7 પ્લસ એટલે કે 7 વર્ષની ઉંમરથી વધુ, 13 પ્લસ, 16 પ્લસ અને એડલ્ટ શ્રેણીમાં રાખવામાં આવશે.
મનોરંજનના નામ પર ન્યૂડિટી
અત્યાર સુધી ઓનલાઈન રિલીઝ થતી ફિલ્મો માટે એવી કોઈ વ્યવસ્થા નહતી. જેના કારણે આ પ્લેટફોર્મ્સ પર અભિવ્યક્તિની આઝાદીના નામ પર ગાળોને ગ્લેમરાઈઝ કરવામાં આવે છે, મનોરંજનના નામે ન્યૂડિટી દેખાડવામાં આવે છે અને હિંસાને યોગ્ય ઠેરવવામાં આવે છે.
પેરેન્ટલ લોકની વ્યવસ્થા
જે ફિલ્મો અને વેબ સિરીઝને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ન જોઈ શકે તેના પર પેરેન્ટલ લોક લગાવવું પડશે. એટલે કે બાળકોના માતાપિતાએ એ જણાવવું પડશે કે આ ફિલ્મો તેમના માટે નથી.
ત્રણ મહિના બાદ લાગુ થશે નિયમ
ડિજિટલ વેબસાઈટ્સ અને પોર્ટલે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો અને કેબલ નેટવર્ક એક્ટનું પાલન કરવું પડશે. સરકારે કહ્યું કે આ તમામ નિયમો ત્રણ મહિના બાદ લાગુ થશે. એટલે કે ત્રણ મહિનાનો સમય આ ટેક કંપનીઓને આપવામાં આવ્યો છે.
ટેક્નોલોજી કંપનીઓ માટે કડક નિયમો
જો ટેક્નોલોજી કંપનીઓ તમારી કોઈ પોસ્ટ ડિલિટ કરે કે તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરે તો સરકારે હવે એવી વ્યવસ્થા કરી છે કે આ કંપનીઓએ આ કરવા પાચળ કોઈ નક્કર કારણ જણાવવું પડશે. તમે પોતે પણ આ કંપનીઓને આમ કરવાનું કારણ પૂછી શકો છો.
Trending Photos