જો કોઈ અંતરિક્ષમાં મૃત્યુ પામે તો શું થાય? જવાબ જાણીને દંગ રહી જશો...આવું પણ હોઈ શકે?

Astronauts Death in Space: સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મોત ધરતી પર થાય છે ત્યારે તેની અંતિમ ક્રિયા થતી હોય છે. ધાર્મિક રીતિ રિવાજો મુજબ કોઈને દફનાવવામાં આવે છે તો કોઈને બાળવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ અંતરિક્ષયાત્રીનું મોત સ્પેસમાં થાય તો તેની અંતિમક્રિયા કેવી રીતે કરવામાં આવે છે. 

સ્પેસમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત

1/5
image

તેમાં કોઈ શક નથી કે માનવીને અંતરિક્ષમાં મોકલવા એ એક અસાધારણ રીતે કપરું અને જોખમી કામ છે. માણસ અંતરિક્ષ અન્વેષણ 60 વર્ષ પહેલા શરૂ થયું હતું. જેમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. 1986 અને 2003 વચ્ચે નાસા અંતરિક્ષ શટલ ત્રાસદીમાં 14 અંતરિક્ષયાત્રીઓના મોત થયા. 1971ના સોયુજ 11 મિશન દરમિયાન 3 અંતરિક્ષયાત્રી, અને 1967માં એપોલો એક લોન્ચ પેડની આગમાં 3 અંતરિક્ષયાત્રીઓના મોત થયા હતા. 

જો ચંદ્ર પર મોત થયું તો

2/5
image

જો કોઈ નીચલી પૃથ્વી કક્ષા મિશન પર મૃત્યુ પામે જેમ કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર તો ચાલક દળ ગણતરીના કલાકોમાં એક કેપ્સ્યુલમાં શરીરને પૃથ્વી પર લાવી શકે છે. જો તે ચંદ્રમા પર થયું તો ટીમ થોડા દિવસોમાં મૃતદેહ સાથે પૃથ્વી પર પાછી ફરી શકે છે. નાસા પાસે આવી સ્થિતિ માટે પહેલેથી જ વિસ્તૃત પ્રોટોકોલ છે.   

જો મંગળ પર જીવ જાય તો

3/5
image

જો મંગળગ્રહની 30 કરોડ માઈલની યાત્રા દરમિયાન કોઈ અંતરિક્ષયાત્રીનું મૃત્યુ થાય તો ચીજો અલગ રહેશ. તે સ્થિતિમાં ટીમ કદાચ વળીને પાછી નહીં આવી શકે. તેની જગ્યાએ મિશનના અંતમાં જે કેટલાક વર્ષો બાદ હશે, મૃતદેહ ટીમ સાથે પૃથ્વી પર પાછો ફરે તેવી સંભાવના છે. આ બધા વચ્ચે ટીમ સંભવત મૃતદેહને એક અલગ કક્ષ કે વિશેષ બોડી બેગમાં સંરક્ષિત કરશે. 

ડેડ બોડી આ રીતે રાખવામાં આવે છે

4/5
image

અંતરિક્ષયાનની અંદર સ્થિર temperature and humidity સૈદ્ધાંતિક રીતે શરીરને સંરક્ષિત કરવામાં મદદ કરશે પરંતુ આ તમામ પરિદ્રશ્ય ફક્ત ત્યારે લાગૂ થશે જ્યારે કોઈનું મૃત્યુ અંતરિક્ષ સ્ટેશન કે અંતરિક્ષ યાન જેવા દબાણવાળા વાતાવરણમાં થયું હોય. જો કોઈ વ્યક્તિ સ્પેસસૂટ સુરક્ષા વગર અંતરિક્ષમાં પગ મૂકે તો શું થાય. તેનો જવાબ એ છે કે અંતરિક્ષયાત્રી લગભગ તરત જ મરી જાય. 

શું સ્પેસમાં થાય છે દાહ સંસ્કાર

5/5
image

દાહ સંસ્કારની શક્યતા નહિવત છે કારણ કે તેના માટે ખુબ વધારે ઉર્જાની જરૂર હોય છે જે ટીમના જીવિત સભ્યોના અન્ય ઉદ્દેશ્યો માટે જરૂરી હોય છે. દફનાવવું એ પણ એક સારો વિચાર નથી. શરીરમાંથી બેક્ટેરિયા અને અન્ય જીવ મંગળ ગ્રહની સપાટીને દૂષિત કરી શકે છે.