200 વર્ષ બાદ દશેરા પર દુર્લભ રાજયોગ! આજથી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, બંપર ધનલાભની સાથે નોકરી-ધંધામાં ગજબની પ્રગતિ થશે!

વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવી રહ્યા છે જેના કારણે કેટલાક રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. 
 

1/6
image

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના ગોચરના કારણે સમયાંતરે શુભ અને અશુભ યોગોનું નિર્માણ થતું હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન પર અને તમામ 12 રાશિઓ પર પડે છે. આજે દશેરાનો દિવસ છે અને આજના આ પાવન દિવસે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયેલું છે. આ રાજયોગ બુધ અને શુક્રની યુતિથી બન્યો છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. બુધ ગ્રહ 10 ઓક્ટોબરે તુલા રાશિમાં ગોચર કર્યું અને ત્યાં પહેલેથી જ શુક્ર બિરાજમાન છે. જેની સાથે મળીને લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ કર્યું છે. આ રાજયોગના કારણે કેટલાક રાશિવાળાનું આજથી ભાગ્ય પલટાઈ શકે છે. 

લક્ષ્મી નારાયણ રાજયોગ

2/6
image

લક્ષ્મી નારાયણ રાજયોગ રૂપિયા પૈસા અને કરિયર માટે ખુબ મહત્વનો ગણાય છે. લક્ષ્મી નારાયણ રાજયોગના શુભ પ્રભાવથી કેટલીક રાશિઓવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

તુલા રાશિ

3/6
image

તુલા રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ ખુબ લાભકારી નીવડી શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બન્યો છે. આથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા દ્વારા લેવાયેલા ત્વરિત નિર્ણયો અને કરાયેલા કાર્યોની પ્રશંસા થશે. કાર્ય વેપારમં પ્રગતિ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પાર્ટનરશીપના કામોમાં ફાયદો  થશે. પરિણીત લોકોનું લગ્ન જીવન ખુશનુમા રહેશે. અપરિણીત લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે.   

મકર રાશિ

4/6
image

લક્ષ્મી નારાયણ રાજયોગ મકર રાશિવાળાને ફાયદો કરાવી શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના દશમ ભાવ પર  બન્યો છે. આથી આ દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. કાર્ય વેપારમાં પ્રગતિ થશે. જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગતા હોવ તો તે દ્રષ્ટિએ પણ આ રાજયોગ તમારા માટે અનુકૂળ રહેશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે. 

કુંભ રાશિ

5/6
image

કુંભ રાશિવાળા માટે પણ લક્ષ્મી નારાયણ રાજયોગ શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમા ભાવે બની રહ્યો છે. આથી ભાગ્યનો સાથ મળી શકે છે. જે લોકો પોતાના બિઝનેસમાં રોકાણ કરીને તેને આગળ વધારવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આ સમય અનુકૂળ છે. આગળ જઈને લાભ થશે. ધાર્મિક કે માંગલિક કાર્યોમાં સામેલ થઈ શકો છો. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. જે શુભ  રહેશે. 

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.