મોડલના Sexy ફોટોશૂટ બાદ મચી બબાલ, પોલીસે ફોટોગ્રાફરની કરી ધરપકડ

ઇજિપ્તની ફેશન મોડલ સલમા એલ-શીમીએ જ્યારે ફોટોશૂટની આ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડની તો બબાલ મચી ગઇ. ત્યારબાદ પોલીસ હુસૈન મોહમંદ નામના ફોટોગ્રાફરની ધરપકડ કરી લીધી. આ ફોટામાં મોડલે ફિરૈન સ્ટાયલ નામની પ્રાચીન ડ્રેસને પહેરેલો હતો. 

કાહિરા: ઇજિપ્ત (Egypt)માં જોજર પિરામિડ નામના પુરાતાત્વિક સ્થળ પર મોડલના ફોટા પાડવ એક ફોટોગ્રાફરને તે ઉક્ત ભારે ભારે પડી ગયા જ્યારે વહીવટીતંત્રએ તસવીરો પર વાંધો ઉઠાવતાં તેની ધરપકડ કરી લીધી. ઇજિપ્ત (Egypt) પોલીસે આરોપ લગાવ્યો છે કે હુસૈન મોહમંદ નામના ફોટોગ્રાફરે પ્રાચીન ડ્રેસમાં મોડલનું ફોટોશૂટ કર્યું છે. આ તસવીરોમાં મોડલને ફિરૌન સ્ટાયલ નામની પ્રાચીન ડ્રેસને પહેર્યો હતો. લોકેશન ઉપરાંત આ ડ્રેસને પણ વહિવટીતંત્રને આપત્તિ હતી. 

વર્લ્ડ હેરિટેઝ સાઇટ સક્કારા નેક્રોપોલિસ

1/8
image

તમને જણાવી દઇએ કે આ ફોટોશૂટની લોકેશનનું નામ સક્કરા નેક્રોપોલિસ (Saqqara Necropolis) છે, જેને UNISCOએ વર્લ્ડ હેરિટેઝ સાઇટ તરીકે પણ નામાંકિત કરી છે. આ જગ્યા ઇજિપ્તની રાજધાની કાહિરાથી લગભગ 30 કિલોમીટર દૂર સ્થિત છે. 

ફેશન મોડલ સલમા એલ-શમી

2/8
image

ઇજિપ્તની ફેશન મોડલ સલમા એલ-શીમી (Salma El-Shami)એ જ્યારે ફોટોશૂટ કરેલા ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા તો બબાલ મચી ગઇ. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર સલમાના આ ફોટોશૂટની ટીકા કરી, તો બીજી તરફ ઘણા એવા પણ લોકો હતા જે જાણવા માટે ઉત્સુક હતા કે અહીં નોર્મલ તસવીરો ક્લિક કરવાની પરવાનગી છે કે નહી. 

વિવાદ વધતાં મોડલે જાહેર કર્યું નિવેદન

3/8
image

જાણકારી અનુસાર બબાલ વધતાં સલમાએ કહ્યું કે તેમને ખબર નથી કે પુરાતાત્વિક સ્થળો પર પરમિશન વિના ફોટોગ્રાફી (Photography)ની પરવાનગી નથી. સોશિયલ મીડિયા પર કેટલીક એવી અફવાઓ પણ હતી કે સલમાની આ શૂટ બાદ ધરપકડ કરવામાં આવી. જોકે આ ફક્ત અફવા સાબિત થઇ. 

ઇજિપ્તના ટૂરિઝમને પ્રમોટ કરવાનો હેતુ

4/8
image

અકબર અલ યોમના રિપોર્ટ અનુસાર સલમાએ એક સરકારી વકીલ સામે પોતાની હાજરી નોંધાવી. તેમણે કહ્યું કે આ ફોટોશૂટના સહારે તેમનો હેતુ ઇજિપ્તમાં ટૂરિઝમને પ્રમોટ કરવાનો હતો અને તેમનો ઇરાદો લોકોની ભાવનાઓને ભડકાવવાનો ન હતો. 

ઇતિહાસને ન સમજનારાઓને મળશે સજા

5/8
image

આ કેસમાં પુરાતત્વ વિભાગના સેક્રેટી જનરલ ડો. મુસ્તફા વજીરીનું કહેવું છે કે આ એકદમ અપમાનજનક તસવીર છે અને લોકો જો ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્મારકોને બચાવવાને લઇને પોતાની જવાબદારી સમજશે નહી તો તેમને સજા મળશે.

સોશિયલ મીડિયા પર મળી રહ્યું છે જનતાનું સમર્થન

6/8
image

સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવા પણ છે કે જે આ મોડલ અને ફોટોગ્રાફરને સપોર્ટ કરી રહ્યા છે. સલમાના સપોર્ટમાં ઉભેલા લોકોનું કહેવું છે કે ઇજિપ્તમાં જો આ કામ પુરૂષ કરે તો તેમને પણ આ મુશ્કેલીમાંથી પસાર થવું પડતું. પરંતુ મહિલા હોવાના લીધે સલમા અને તેમના ફોટોગ્રાફરને આ પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ વર્ષે થઇ મહિલા આંદોલનની શરૂઆત

7/8
image

આ વર્ષની શરૂઆતમાં ઇજિપ્તમાં એક મહિલા આંદોલનની શરૂઆત થઇ ગઇ હતી જ્યારે પાંચ યંગ મહિલાઓને આપત્તિજનક ટિકટોક પોસ્ટ્સના લીધે બે વર્ષની સજા અને 20 હજાર ડોલર્સનો દંડ ફટકાર્યો હતો. 

અત્યાર સુધી આ કેસમાં કોર્ટે સંભળાવી સજા

8/8
image

તમને જણાવી દઇએ કે થોડા મહિનાઓમાં ઇજિપ્તની કોર્ટોએ એક ડઝનથી વધુ સોશિયલ મીડિયા ઇંદ્યૂએંજર્સને અપમાનજનક કંટેટ પોસ્ટ કરવા માટે જેલની સજા સંભળાવી છે. જાણકારી અનુસાર વર્ષ 2018માં ગ્રેટ પિરામિડ પર એક ન્યૂડ કપલની તસવીરો સામે આવ્યા પછી પણ ખૂબ હંગામો થયો હતો. વહિવટીતંત્રએ એક ઉંટના માલિક અને એક મહિલાને આ કપલને ગાઇડ કરવા માટે પણ અરેસ્ટ કર્યો હતો.