શિયાળામાં ફિટ રહેવા માંગો છો તો આહારમાં જરૂરી છે આ વસ્તુઓ, હમેશાં રહેશો Active

મશરૂમમાંથી મોટા પ્રમાણમાં વિટામિન ડી મળે છે. તેથી શિયાળાની ઋતુમાં મશરૂમ ખાવું જરૂરી છે.

નવી દિલ્હી: શિયાળાની ઋતુમાં શરદીની અસરથી બચવા માટે શરીરમાં અંદરની ગર્મી હોવી જોઇએ. શરીર જો ગર્મ રહેશે તો આપણે ક્યારેય બીમાર પડીશું નહીં. એવામાં જરૂરી છે કે, આપણે આહારમાં એવી વસ્તુઓ સામેલ કરે જે આપણને ગર્મી આપવાની સાથે હેલ્ધી પણ રાખે. તો આવો જાણીએ કે, ઠંડીમાં કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે.

બીન્સ ફુડ

1/5
image

ઠંડીમાં ખાવા માટે બીન્સ બેસ્ટ ફુડ છે. તે પ્રોટીન અને ફાયબરનો એક સારો સોર્સ છે અને તેમાં ઘણા જરૂરી પોષક તત્વો જેવા કે, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, જસત, ફોસ્ફરસ, થાઇમિન, રાઇબોફ્લેવિન અને બી 6 હોય છે.

ઈંડા

2/5
image

ઠંડીમાં નિયમિચ રીતે ઈંડાનું સેવન કરો. તેમાં વિટામિન એ, બી12, બી6, ઈનો મોટો સોર્સ છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, સેલિનિયમ, ફેટી એસિડ્સ અને પ્રોટીન હોય છે.

મશરૂમ

3/5
image

મશરૂમમાં મોટા પ્રમાણમાં વિટામિન ડી હોય છે. તેથી શિયાળાની ઋતુમાં મશરૂમ ખાવું જરૂરી છે. તેમાંથી સેલેનિયમ મોટા પ્રમાણમાં હોય છે.

શક્કરિયા

4/5
image

શક્કરિયા ખવા શિયાળામાં ખુબજ ફાયદાકારક હોય છે. ઠંડીમાં સ્વાસ્થ્ય માટે તેને ખાવા સૌથી સારા હોય છે. તેમાં મોટા પ્રમાણમાં વિટામિન સી અને એ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ અને ફાયબર હોય છે.

ડ્રાય ફ્રૂટ્સ

5/5
image

તમામ ડોક્ટર્સ શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. તેમાં વિટામિન ઈ, બી કોમ્પ્લેક્સ, ઓમેગા 3 એસ, મેગનેશિયમ, કોપર, ફ્લોરાઇડ, જસત, કેલ્શિયમ, સેલેનિયમ અને હેલ્દી પ્રોટીન હોય છે.