નવા વર્ષમાં Gold તોડશે તમામ રેકોર્ડ, જાણો શું હશે કિંમત!

Gold Price in 2021: ખરાબ સમયમાં લોકો ઘરમાં સોનું રાખે છે, કારણ કે જ્યારે પણ ખરાબ સમય આવે છે, સોનાના વધી જાય છે, જેથી લોકોને સારા પૈસા મળે છે. જો તમારી પાસે પણ સોનું છે તો જાણી લો તમારી લોટરી લાગવાની છે. કારણ કે આગામી વર્ષે એટલે કે 2021માં સોનાના તમામ રેકોર્ડ તોડવાના છે.

નવી દિલ્હી: Gold Price in 2021: નવા વર્ષમાં સોનું નવી ઉંચાઇને અડકી શકે છે. હાલ સોનું 50,000 રૂપિયા પ્રતિ ગ્રામ પર છે, પરંતુ  2021 માં આ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઉંચાઇને અડકી શકે છે. હાલ સોનું પોતાના ઉચ્ચતમ સ્તરથી નજીક 6000 રૂપિયા સસ્તું છે. માર્કેટમાં મોટા દિગ્ગજ એમ માને છે કે આગામી વર્ષે 2021 ગોલ્ડ માટે ખૂબ શુભ રહેશે. કારણ કે ગોલ્ડના ભાવ તમામ રેકોર્ડ તોદી દેશે. 

2021 માં સોનાની કિંમત વધશે

1/5
image

સોનાની કિંમતમાં આ તેજી 2021માં વધુ એક રાહત પેકેજની આશાના લીધે જોવા મળી શકે છે, ડોલરની નબળાઇથી પણ સોનાના ભાવને સહારો મળી શકે છે. વર્ષ 2020માં કોરોનાવાયરસ મહામારીના લીધે આર્થિક અને સામાજિક અનિશ્વિતતાઓ વધી જાય છે. જેથી લોકોનું વલણ સોના તરફ સુરક્ષિત રોકાણ તરીકે વધી રહ્યું છે. ઓગસ્ટમાં ગોલ્ડ MCX પર 56,191 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સૌથી ઉંચા સ્તર અડક્યું હતું.  

આ વર્ષે ગોલ્ડ 56,191 રૂપિયાની રેકોર્ડબ્રેક ઉંચાઇ પર પહોંચ્યું

2/5
image

Commtrendz Risk Management Services ના CEO જ્ઞાનશેખર ત્યાગારંજનનું કહેવું છે કે ગોલ્ડની શરૂઆત 39,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સાથે થઇ હતી. કોરોના મહામારીએ શરૂઆતમાં ગોલ્ડની કિંમતોમાં થોડો આંચકો લાગ્યો અને 38,400 રૂપિયા પર આવી ગઇ, પરંતુ અહીંથી કિંમત સતત વધતી ગઇ અને 56,191 રૂપિયા સુધી પહોંચી ગઇ. તેમણે કહ્યું કે કોરોના વેક્સીનની આશાઓ અને આર્થિક રિકવરીના સંકેતો છતાં ગોલ્ડ આઉટલુક હંમેશા જ મજબૂત રહેશે. 

ગોલ્ડ માટે 2021માં ટ્રેંડ પોઝિટિવ

3/5
image

ત્યાગારંજને કહ્યું કે રાહત પેકેજના લીધે ડોલરમાં નબળાઇ આવશે, જેથી ગોલ્ડની કિંમતો વધશે. સ્ટમુલસના લીધે મોંઘવારી એક પોઝિટિવ ફેક્ટર રહેશે જેથે 2021માં ફરીથી વધુ રોકાણની આશા છે. તેમણે કહ્યું કે ભારત અને ચીનમાંથી ગોલ્ડની ફિજિકલ ડિમાન્ડ 2021માં કેન્દ્રમાં હશે. જોકે ગત કેટલાક વર્ષોથી નબળાઇ રહી છે, હવે તેમાં મજબૂતી રહી છે, હવે તેમાં મજબૂતી આવવાની આશા છે, અમને આશા છે કે ગોલ્ડની કિંમતો વર્ષ 2021માં 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઇ શકે છે. 

'2021 માં સોનું 63,000 સુધી જશે'

4/5
image

HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલનું કહેવું છે કે ગોલ્ડમાં આગામી વર્ષે તેજી રહી શકે છે. ગ્લોબલ ઇકોનોમિક રિકવરીની ચિંતાઓને જોતાં 2021માં ગોલ્ડ માટે કોમેક્સ પર લક્ષ્ય 2,150 ડોલર અને 2,390 ડોલર પ્રતિ ઔંસ છે. જ્યારે ભારતમાં MCX પર ગોલ્ડનો ટાર્ગેટનું લક્ષ્ય 57,000 રૂપિયા અને 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તપને કહ્યું કે 'આર્થિક ગતિવિધિઓની ધીમી ગતિ, સુસ્ત લેબર માર્કેટ અને ભારે ભરખમ રાહત પેકેજ, આ એવા ફેક્ટર્સ છે જે ગોલ્ડની કિંમતોને સપોર્ટ કરશે. 

'ભારતમાં આ વર્ષે ગોલ્ડ ડિમાંડ 49 ટકા ઘટી'

5/5
image

World Gold Council (WGC)ના મેનેજિંગ ડાયરેક્ટર (ભારત) સોમાસુંદરમ પી આરનું કહેવું છે કે ગ્રાહક બજારમાં લોકડાઉનના કારણે લોજિસ્ટિક્સ સમસ્યાઓના લીધે કંઝ્યૂમર ડિમાંડમાં ઘટાડો જોવા મળ્યો. સપ્ટેમ્બર ત્રિમાસિક સુધી ભારતમાં ડિમાંડમાં 49 ટકા સુધીનો ઘટાડો આવ્યો, જોકે WGC ના રેકોર્ડ મુજબ સૌથી ઓછો છે, તેમનું કહેવું છે કે આગામી કેટલીક ત્રિમાસિક જોરદાર ઉછાળો જોવા મળશે. ઓછા વ્યાજ દર, ડિમાંડમાં સુધારો, લિક્વિડિટીના શાનદાર સ્તર ગોલ્ડની કિંમતોને સપોર્ટ કરશે.