પરંપરા જાળવી : ગુજરાતના નાથે ત્રિમંદિરમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી, PHOTOs
New Year 2024 : કાર્તિક સુદ એકમ એટલે વિક્રમ સવંત ૨૦૮૧ ના નવા વર્ષની આજથી શરૂઆત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંદિરે અડાલજના ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી. સાથે જ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.
ગુજરાતના મુખ્યમંત્રીઓ વર્ષોથી પંચદેવ મંદિરે દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પંચદેવ મંદિરે દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરતા હતા.
પંચદેવ મંદિર બાદ મુખ્યમંત્રી અડાલજ ખાતે આવેલ ત્રિમંદિર, ભદ્રકાળી મંદિર ખાતે પણ દર્શને પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી નવા વર્ષની શરૂઆત પંચદેવ મંદિરના દર્શન કરીને કરે છે. આ પરંપરા ભુપેન્દ્ર પટેલે પણ નિભાવી રહ્યા છે .
મુખ્યમંત્રીએ નવું વર્ષ દરેક નાગરિકોના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી ભગવાનને પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી ના વિકસિત ભારતના સપના અંતર્ગત ગુજરાતને વિકસિત ગુજરાત બનાવીએ તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી
મંત્રીનિવાસ સ્થાન ખાતે નવા વર્ષ ના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. મંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રીની હાજરીમાં નવા વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીઓ અને અધિકારીઓ મુખ્યમંત્રી સાથે નવા વર્ષની શુભેચ્છાઓ આપ લે કરે છે. દર વર્ષે મંત્રી નિવાસ સ્થાને કમ્યુનિટી સેન્ટર ખાતે નવા વર્ષેનો સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. મંત્રી નિવાસ સ્થાનના કર્મચારીઓ મુખ્યમંત્રીને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે
Trending Photos