મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની સવારી કરી, જાપાની ચાની ચુસ્કી માણી, PHOTOs

Gujarat CM Bhupendra Patel In Japan : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી... શીનથી યોકોહામા સુધી કરી બુલેટની મુસાફરીનો અનુભવ લીધો.. તો  પ્રતિનિધિ મંડળ સાથે જાપાનની પરંપરાગત ચાની ચુસ્કીનો ઉઠાવ્યો આનંદ...

1/6
image

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો બીજો દિવસ છે..ત્યારે મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળે બુલેટ ટ્રેનમાં સવારી કરી. શીનથી યોકોહામા સુધી બુલેટ ટ્રેનમાં સવારી કરી. આ સાથે સૈનકીએન ગાર્ડનની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી. મહત્વનું છે કે, વાઈબ્રન્ટ ગુજરાત 2024 માટે દેશો અને ઉદ્યોગગૃહોને આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી તેમના પ્રતિનિધિ મંડળ સાથે બે દેશોના પ્રવાસે છે. હાલ મુખ્યમંત્રીએ જાપાનમાં બેઠકો અને રોડ શો કરી રહ્યા છે. બાદમાં તેઓ સિંગોપોર જવાના છે. ગુજરાતમાં પણ જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીએ જાપાનમાં બુલેટ ટ્રેનની સવારી કરી. 

2/6
image

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળ સાથે ટોકિયોથી બુલેટ ટ્રેન મારફત યોકોહામા સિટી પહોંચ્યા હતા. યોકોહામાના પ્રસિદ્ધ શેન્કેઇન ગાર્ડનની મુલાકાત લીધી હતી. યોકોહામા ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતું શહેર છે તે અંગે પણ તેમણે અહીં માહિતી મેળવી હતી. 

3/6
image

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાત ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે રવિવારે વહેલી સવારે જાપાન પહોંચ્યા હતા. જ્યાં જાપાન ખાતેના ભારતીય રાજદૂત સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા. આ હાઈ લેવલ ડેલિગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાનમાં વિવિધ અગ્રણી ઉદ્યોગકારો તથા જુદા જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો અને રોડ શો યોજશે.

4/6
image

મુખ્યમંત્રી સાથે ઉઘોગપતિઓ પણ જાપાન અને સિંગાપોરના પ્રવાસે છે. રાજ્ય સરકારના અધિકારીઓ ઉપરાંત કંપનીઓના પ્રતિનિધિઓ પણ તેમાં જોડાયા છે. અલગ અલગ 8 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ વિદેશ પ્રવાસે સાથે છે. જેમાં રિલાયન્સ, અદાણી, ટાટા, મારુતિ સુઝુકી, વેલસપન, અરવિંદ સહિત ગુજરાતના ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિ જોડાયા છે.

5/6
image

26 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરનો સાત દિવસનો પ્રવાસ છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં યોજાઈ રહેલી વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૪માં ગુજરાત અને જાપાન વચ્ચે ઔદ્યોગિક-આર્થિક વિકાસની ભાગીદારીની નવી ક્ષિતિજો વિસ્તારવાનો ફળદાયી પ્રયાસ છે. સિંગાપોર ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેશે. 

6/6
image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ૨૬ નવેમ્બરના રોજ ટોકિયોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે. ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરશે અને જાપાનના વિકાસમાં તેમના યોગદાન અંગે જાણકારી મેળવશે. તે પછીના દિવસે એટલે કે ૨૭ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનના ટોકિયો ખાતે એમ્બેસીની ટુંકી મુલાકાત લેશે. ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વિકાસની અનોખી સંભાવનાના સંદર્ભમાં જાપાન ભાગીદાર બને તે હેતુસર જાપાન સરકાર, જાપાનના ઉદ્યોગો તેમજ જાપાનીઝ સંસ્થાઓની મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે તથા પરસ્પર સહયોગના ક્ષેત્રો વિકસાવવા માટે પરામર્શ કરશે.