મહીસાગર

Audio Viral : મહીસાગર SDM ને ચઢ્યો સાહેબગીરીનો પારો, બાળપણના મિત્રને ખખડાવી નાંખ્યો

મહીસાગર (Mahisagar) ના વીરપુરના SDMનો એક ઓડિયો વાયરલ થયો છે. SDM હરેશભાઈ. ટી. મકવાણા ફોન પર કોઈને ધમકાવી રહ્યા છે. સામી વ્યક્તિ સાહેબની જગ્યાએ નામથી બોલાવતા ગુસ્સે ભરાઈ ગયા હતા. અને ફોન પર ધમકાવ્યુ હતું. SDM એચ.ટી મકવાણાનો જૂનો ઓડિયો હાલ વાયરલ (viral audio) થયો છે. સરકારી અધિકારીઓનો રોફ ઝાડતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં આ અધિકારી તો નાનકડી વાત પર વોરન્ટ પકડાવવાની પણ ધમકી આપી રહ્યાં છે. 

Aug 25, 2021, 11:31 AM IST

લુણાવાડાના ભાજપના દિગ્ગજ નેતાના મોતનુ રહસ્ય ખૂલ્યું, ખાસ મિત્ર નીકળ્યો હત્યારો

લુણાવાડામાં ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યાનો ભેદ આખરે ખૂલ્યો છે. ગોલાના પાલ્લા ગામે વૃદ્ધ દંપતીની હત્યા રૂપિયાની લેણદેણમાં કરાઈ હતી. ત્રિભુવનદાસના ખાસ મિત્રએ જ તેમની અને તેમના પત્નીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. મિત્ર ભીખા પટેલે ત્રિભુવનદાસ અને તેમની પત્નીની હત્યા કરી હતી. ત્યારે આજે મહીસાગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આજે ભીખા પટેલ પાસેથી હત્યાનુ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 

Aug 10, 2021, 02:15 PM IST

મહીસાગરમાં ફરી વાઘ આવ્યો, રાતના અંધારામાં આવી ચઢેલા જંગલી પ્રાણીનો વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ખેતરમાં વાઘ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ સાથે ફરી મહીસાગરમાં વાઘ આવ્યાની ચર્ચાએ વાયુવેગે ફેલાઈ ગઈ છે. આ વીડિયો હાલ મહીસાગર પંથક (tiger in gujarat) માં વાયરલ થયો છે. 

Jul 4, 2021, 07:18 AM IST

ગુજરાતમાં પણ જંગલરાજ ? મહીસાગરમાં વિધર્મી યુવકો દ્વારા મહિલા પર ગેંગરેપ

જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા ગેંગરેપ કરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો બનતા નગર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેક મેલ કરીને ધમકીઓ આપી છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર દુષકર્મ આચરવામાં આવ્યું હતું. 

Oct 3, 2020, 04:49 PM IST

સંતરામપુરમાં ખાનગી ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત

મહીસાગર જિલ્લામાં મોડી સાત્રે એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. સંતરામ પુરના પઢારિયા ગામે ખાનગી બસ પલટી જતા 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Sep 21, 2020, 09:37 AM IST

ભાજપના કાર્યકર્તાઓને કોણે આપી ખુલ્લી છૂટ? હાથમાં બિયરની બોટલ પકડીને બર્થડે જાહેરમાં બર્થડે ઉજવાયો

ગુજરાતમાં દારૂબંધી અને લોકડાઉનનના નિયમો, બંને નિયમોના ચિથરા ઉડવતા ભાજપના કાર્યકર્તાઓનો વીડિયો સામે આવ્યો છે. મહીસાગરમાં ભાજપના યુવા સંગઠનના કાર્યકરોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં 

Jul 11, 2020, 10:44 AM IST

મહીસાગરઃ બાલાસિનોરની કોવિડ 19 હોસ્પિટલમાંથી દર્દી ફરાર

મહિસાગર જિલ્લામાં અત્યાર સુધી 152 કેસ સામે આવ્યા છે. જેમાં 2 દર્દીના મૃત્યુ થયા છે તો સારવાર બાદ 118 દર્દીઓ રિકવર થયા છે. 
 

Jul 5, 2020, 11:19 PM IST

અનલોક-1ની જાહેરાત થતા જ બેખોફ બન્યા લોકો, મહીસાગર નદીમાં ટોળેટોળા ન્હાતા દેખાતા

અનલોક-1ની જાહેરાત થતા જ જાણે લોકોમાંથી કોરોનાનો ભય દૂર થઈ ગયો હોય તેવો લાગે છે. સાવલીના મહીસાગર નદીમાં રવિવારે મોટી સંખ્યામાં લોકો મહીસાગર નદીમાં ન્હાવા માટે ઉમટી પડ્યા હતા. લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં લોકો ન્હાતા દેખાયા હતા. લોકડાઉન હોવા છતાં નદી કિનારે લોકોના ટોળેટોળા દેખાયા હતા. આ લોકો જાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલ્યા હોય તેમ ન્હાતા દેખાયા હતા. તો લોકો કોરોના વાયરસના ભયથી બેખોફ થયા હોય તેવું આ દ્રશ્યો જોઈને લાગ્યું હતું. 

May 31, 2020, 05:56 PM IST

મહીસાગરના કડાણા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

 કેનાલમાં બપોરના સમયે બે બાળકો ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન બંન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બંન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. 

May 27, 2020, 05:57 PM IST

ગુજરાતમાં ફરી વાઘ આવ્યો, મહીસાગરના જંગલમાં વાઘ ફરતો હોવાનો Video ગામ લોકોએ ઉતાર્યો

ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી એકવાર લોકોને વાઘ જોવા મળ્યો છે. સંતરામપુરના જંગલમાં ફરી વાઘ દેખાયો હોવાનો ગામ લોકોએ પુષ્ટિ કરી છે.  જંગલના મોટા પહાડોમા વાઘ રહેતા હોવાનો પુરાવો ફરી એકવાર ગ્રામજનોએ આપ્યો છે. ગામ લોકો દ્વારા મહીસાગરના વિસ્તારોમાં ફરતા વાઘનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે, જિલ્લાનું વન વિભાગ વાઘ હોવાની પુષ્ટિ કરતું નથી. ત્યારે ફરી એકવાર વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અગાઉ વનવિભાગની બેદરકારીને કારણે વાઘનું મોત નિપજ્યું છે. ત્યારે વાઘની શોધખોળ કરી તેની જાળવણી કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે. 

May 26, 2020, 10:01 AM IST

ગીર સોમનાથમાં 6, મહીસાગરમાં 4 અને જામનગરમાં નવા બે કેસ નોંધાયા

રાજ્યભરમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. કુલ સંક્રમિતોની સંખ્યા 12500ને પાર પહોંચી ગઈ છે. 

May 20, 2020, 09:07 PM IST

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, બનાસકાંઠા અને મહીસાગરમાં નવા બે-બે કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 1700થી વધુ કેસ સામે આવ્યા છે. માત્ર અમદાવાદમાં જ 1100થી વધુ કેસ નોંધાયા છે. 

Apr 20, 2020, 08:02 AM IST
The Forest Department in Mahisagar denied the claim that there was a tiger in the forest PT5M36S

મહીસાગરમાં વનવિભાગે જંગલમાં વાઘ હોવાનો દાવો નકાર્યો

મહીસાગરમાં વનવિભાગે જંગલમાં વાઘ હોવાનો દાવો નકાર્યો છે. મહીસાગરના DFO આર ડી જાડેજાએ આ દાવો કર્યો છે. કારણ કે, જંગલમાં 3 જગ્યાએથી દીપડાના પંજાના નિશાન મળ્યા છે. જંગલમાં 55 કિલોમીટર સુધી DFO એ તપાસ કરી હતી. કંતારથી સંતના જંગલ સુધી તપાસ આદરાઇ હતી. સાંજે 4 જેટલા સ્થળો પર નાઈટ વિઝન કેમેરા લગાવશે.

Mar 1, 2020, 04:00 PM IST
zee 24 kalak team reach in Mahisagar forest for tiger search PT6M7S

વાઘની દહેશત વચ્ચે ઝી 24 કલાકનો ખાસ રિપોર્ટ, 3.5 કિલોમીટર ચાલીને જંગલમાં પહોંચી ટીમ

મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં ઝી 24 કલાકની ટીમ મહીસાગરના કંતાર ગામ પહોંચી... જ્યાંથી સાડા ત્રણ કિલોમીટર ચાલી ઝી 24 કલાકની ટીમ જંગલની અંદર પહોંચી... મહિસાગરના વાઘે એક ભૂંડનું મારણ કર્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે... હાલ જંગલ વિભાગની ટીમ તપાસ કરી રહી છે... જો કે જૈસોલા પંચાયતના સરપંચ અને વન વિભાગ વાઘ હોવા અંગે ઈનકાર કરી રહ્યું છે... ગામલોકોએ ઝી 24 કલાકને જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે... જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Mar 1, 2020, 03:15 PM IST
what people says about tiger seen at mahisagar PT9M9S

વાઘ હોવાના સમાચાર વહેતા થયા બાદ સ્થાનિક લોકોએ કહ્યું, ‘હા... રાત્રે અવાજ તો સંભળાય છે...’

મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં જ વન વિભાગની ટીમ જંગલોમાં પહોંચી છે. ઝી 24 કલાક મહીસાગરના કંતાર ગામ પહોંચી, જ્યાં ગામલોકો સાથે ખાસ વાત કરી. ગામલોકોએ જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે. જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. વારંવાર પશુઓનું મારણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો, એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ કંતારનાં જંગલોમાં વાઘ આવ્યો હોવાની વાતની તપાસ કરી રહ્યો છે અને સમગ્ર પંથકમાં ચોકસાઈ વધારી દીધી છે. શું ગુજરાતનાં જંગલોમાં વાઘ રહે છે? આ સવાલનો જવાબ જાણવા માટે આખું ગુજરાત ફરી એકવાર ઉત્સુક છે.

Mar 1, 2020, 11:10 AM IST
two child drown in sujlam suflam canal near Mahisagar PT2M20S

મહીસાગરની સુજલામ સુફલામ કેનાલમાં બે બાળકોના ડૂબી જવાથી મોત

મહીસાગરની સુજલામ સુફલામ કેનાલમાં વહેલી સવારે બે બાળકો ડૂબતા મોત નિપજ્યા છે. NDRFની ટીમ બોલાવવામાં આવી હતી, તે પહેલા સ્થાનિકોએ મૃતદેહ શોધી કાઢ્યા હતા. બંને મૃતદેહોને પીએમ અર્થે બાકોર આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

Feb 2, 2020, 11:40 AM IST
Three student of Mahisagar stuck at China PT3M19S

મહીસાગર જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓ ચીનના હુબેઇનમાં ફસાયા

મહીસાગર જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓ ચીનના હુબેઇનમાં ફસાયા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ MBBS કરવા માટે હુબેઈ ગયા છે. જે વિદ્યાર્થીઓ ચીન ગયા છે તેમા રિયા પટેલ, દિપાલી પટેલ અને વૃંદ પટેલનો સમાવેશ થયા છે. ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. ત્યારે ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારમાં ચિંતાનો માહોલ છે અને પરિવાર સરકાર પાસે વિદ્યાર્થીઓને વહેલી તકે પરત લાવવાની માગ કરી રહ્યા છે.

Jan 28, 2020, 04:25 PM IST
Foggy Atmosphere Created In Rajkot And Mahisagar PT7M39S

રાજકોટ અને મહીસાગરમાં સર્જાયું ધુમ્મસ ભર્યું વાતાવરણ

રાજકોટ અને મહીસાગરમાં સર્જાયું ધુમ્મસ ભર્યું વાતાવરણ

Dec 12, 2019, 03:45 PM IST

મહીસાગર: માતાએ 3 પુત્રીઓ સાથે કૂવામાં ઝંપ લાવતા પંથકમાં હાહાકાર મચ્યો, ચારેયના મોત

એક માતાએ પોતાની ત્રણ વ્હાલી બાળકીઓ સાથે કૂવામાં ઝંપ લાવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. મહિલા અને ત્રણ બાળકીઓના મોત નિપજ્યાં છે. ઘટનાના પગલે પરિજનોમાં અને ગ્રામજનોમાં માતમ છવાયો છે. 

Nov 21, 2019, 06:01 PM IST

મહીસાગરમાં એકાએક વાતાવરણમાં પલટો: તોફાની વરસાદ પડતા ખેડૂતોને વધારે નુકસાનની આશંકા

ચાલુ વર્ષે 139 ટકા વરસાદ પડવાના કારણે પહેલાથી જ ખેડૂતો લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે તેમાં હજી પણ છુટોછવાયો વરસાદ ચાલુ રહેતા પડતા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ છે

Oct 20, 2019, 04:54 PM IST