mahisagar

મોબાઈલ બન્યો જીવતો બોમ્બ, એવો બ્લાસ્ટ થયો કે બાળકના હાથના ચીંથરા ઉડી ગયા

આજના સમયમાં સ્માર્ટફોન જીવન જરૂરિયાતી વસ્તુ બની ગઈ છે, પણ તેનો ઉપયોગ ક્યારેક ડેન્જરસ સાબિત થતો હોય છે. સ્માર્ટફોન જ્યારે ગરમ થાય છે ત્યારે તે જીવતા બોમ્બ સમાન બની જાય છે. આવો જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્માર્ટફોન એવો ફાટ્યો કે હાથની ચામડીના ચીથરા ઉડી ગયા હતા. મોબાઈલ (mobile blast) રમતા કિશોર સાથે આ ઘટના બની હતી.   

Nov 28, 2021, 10:58 AM IST

પૂરઝડપે વાહન ચલાવતા વાહન ચાલકોની હવે ખૈર નથી! ઇન્ટરસેપ્ટરવાન અને કેમ્પર વાહન કાર્યરત

હવે અતિઆધુનીક લેસર સ્પિડગન PTZ કેમેરાથી ઓવર સ્પીડવાહનોને પણ પોલીસ ઝડપી પાડશે

Nov 2, 2021, 11:14 AM IST

Audio Viral : મહીસાગર SDM ને ચઢ્યો સાહેબગીરીનો પારો, બાળપણના મિત્રને ખખડાવી નાંખ્યો

મહીસાગર (Mahisagar) ના વીરપુરના SDMનો એક ઓડિયો વાયરલ થયો છે. SDM હરેશભાઈ. ટી. મકવાણા ફોન પર કોઈને ધમકાવી રહ્યા છે. સામી વ્યક્તિ સાહેબની જગ્યાએ નામથી બોલાવતા ગુસ્સે ભરાઈ ગયા હતા. અને ફોન પર ધમકાવ્યુ હતું. SDM એચ.ટી મકવાણાનો જૂનો ઓડિયો હાલ વાયરલ (viral audio) થયો છે. સરકારી અધિકારીઓનો રોફ ઝાડતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં આ અધિકારી તો નાનકડી વાત પર વોરન્ટ પકડાવવાની પણ ધમકી આપી રહ્યાં છે. 

Aug 25, 2021, 11:31 AM IST

મહિસાગરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગના કારણે ખેડૂત દંડાય છે

જિલ્લામાં કેનલોમાં મોટા મોટા ભ્રષ્ટચારના ગાબડા પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ મારફતે સિંચાઇ માટે કેટલાય એવા જિલ્લાઓ સિંચાઇ તેમજ પીવાનું પાણી કેનાલ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબા કાંઠા સબ માઇનોર કેનાલમાં છાપોરા ગામ પાસે અંદાજીત 1 વર્ષ માં ત્રણ વખત મોટા મોટા ગાબડા પડતા આજુ બાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે કેટલાય હેકટરના ખેતરોમાં રહેલો ઉભો પાક નષ્ટ થઈ ગયો. લુણાવાડા તાલુકાના છાપોરા ગામે થોડા મહિના પહેલા પણ કેનાલનું મરામતનું કામ પૂર્ણ કર્યાને બે થી ત્રણ ત્રણ દિવસમાં મોટું ગાબડું પડી કેનલોમાં મોટી મોટી તિરાડો પડતા ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો હતો. કેનાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ કામગીરી એટલી હલકી ગુણવત્તાનો માલ વાપરીને કરવામાં આવી રહી છે કે કામ કરતા જ ધોવાઈ જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની હોવાનું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. 

Aug 23, 2021, 11:55 PM IST

લુણાવાડાના ભાજપના દિગ્ગજ નેતાના મોતનુ રહસ્ય ખૂલ્યું, ખાસ મિત્ર નીકળ્યો હત્યારો

લુણાવાડામાં ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યાનો ભેદ આખરે ખૂલ્યો છે. ગોલાના પાલ્લા ગામે વૃદ્ધ દંપતીની હત્યા રૂપિયાની લેણદેણમાં કરાઈ હતી. ત્રિભુવનદાસના ખાસ મિત્રએ જ તેમની અને તેમના પત્નીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. મિત્ર ભીખા પટેલે ત્રિભુવનદાસ અને તેમની પત્નીની હત્યા કરી હતી. ત્યારે આજે મહીસાગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આજે ભીખા પટેલ પાસેથી હત્યાનુ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 

Aug 10, 2021, 02:15 PM IST

Mahisagar માં ભાજપના દિગ્ગજ નેતાની હત્યા મુદ્દે હજી પણ પોલીસના અંધારામાં ફાંફાં

જિલ્લાના ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ડબલ મર્ડરની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા ઈસમો દ્વારા વૃદ્ધ દંપતિની હત્યા કરવાની ઘટનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.મહીસાગર જિલ્લાના ગોલાના પાલ્લા ગામે રહેતા અને નિવૃત જીવન ગાળી રહેલ પંચાલ દંપતીની ગત રાત્રીના સુમારે હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના બનવા પામી છે. ગોલાના પાલ્લા ગામે રહેતા ત્રિભોવનદાસ પંચાલ ઉ.વ.77 અને તેમના ધર્મપત્નિ જશોદાબેન પંચાલ ઉ.વ.70 પોતાનું નિવૃત જીવન ગાળી રહ્યા હતા. ત્રિભોવનદાસ મહિસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં કારોબારી સભ્ય પણ હોદ્દો ધરાવતા હતા, તેઓના 3 પુત્રો છે. જે પૈકી એક પુત્રનું કોરોનાને લઈને થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જ્યારે અન્ય બે પુત્રો પૈકી એક પુત્ર આણંદ ખાતે તબીબ છે. જયારે અન્ય પુત્ર વિદેશ રહે છે. ગત રાત્રીના સમયે વૃદ્ધ ત્રિભોવનદાસ  પંચાલ અને તેમના પત્નિ જમી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બુમ પાડીને વૃદ્ધ ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા. 

Aug 6, 2021, 11:39 PM IST

મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા, આરોપીને પકડવા ડોગ સ્કોડ અને FSL ની મદદ લેવાઈ

મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યાની ઘટના સામે આવી છે. મહિસાગર જિલ્લા ભાજપના કારોભારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમની પત્નીની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે.
ત્રીભોવનભાઈ પંચાલ મહિસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય હોવાની સાથો-સાથ પંચાલ સમાજના આગેવાન હતા.

Aug 5, 2021, 12:17 PM IST

ગર્ભપાતનો ખેલ: મહિલાના પતિએ કર્યો મોટો ખુલાસો, ડોક્ટર દ્વારા મામલો દબાવવા કરાઈ રહ્યું છે પ્રેશર

મહીસાગરના સંતરામપુરમાં યુવતીના ગેરકાયદે થતા ગર્ભપાતના ખેલમાં કૂખના કાતીલો અંગે મોટો ખુલાસો થયો છે. આ મામલે પોલીસ દ્વારા એક મહિલાની ઓળખ કરાઈ હતી. ત્યારે આજે મહિલાના પતિ મોટો ખુલાસો કર્યો છે

Jul 20, 2021, 02:11 PM IST

ગર્ભપાતનો ખેલ ખુલ્લો પડ્યો : પોલીસ તપાસમાં ચારમાંથી એક મહિલાની થઈ ઓળખ

ગઈકાલે મહીસાગર (Mahisagar) ના સંતરામપુરમા યુવતીનું ગેરકાયદેસર રીતે અંધારામાં થતા ગર્ભપાતનો ખેલ ઉઘાડો પાડ્યો છે.  આ અંગે ZEE 24 KALAK દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું અને તપાસન આદેશ આપ્યા હતા. ત્યારે સંતરામપુર પોલીસે વીડિયોના આધારે ફરિયાદ તેમાં ગર્ભપાત (abortion) કરતી દેખાઈ રહેલ ચાર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જોકે, ચારેય મહિલાની ઓળખ માટે સંતરામપુર પોલીસે તપાસ શરૂ કરી છે. જેાં ચાર પૈકી એક મહિલાની ઓળખ થઈ છે. 

Jul 18, 2021, 12:57 PM IST

આ ગુજરાતની પ્રગતિ છે કે અધોગતિ? અંધારી ઓરડીમાં ગર્ભપાતને બનાવ્યો ખેલ, જુઓ એક્ઝિક્લુઝિવ રિપોર્ટ

  • મહીસાગર જિલ્લાના સંતરામપુરમાઁથી અત્યંત ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો 
  • અમાનવીય રીતે સાધનો દ્વારા મહિલાનો ગર્ભપાત કરાવાયો 

Jul 17, 2021, 11:24 AM IST

મહીસાગરમાં ફરી વાઘ આવ્યો, રાતના અંધારામાં આવી ચઢેલા જંગલી પ્રાણીનો વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ખેતરમાં વાઘ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ સાથે ફરી મહીસાગરમાં વાઘ આવ્યાની ચર્ચાએ વાયુવેગે ફેલાઈ ગઈ છે. આ વીડિયો હાલ મહીસાગર પંથક (tiger in gujarat) માં વાયરલ થયો છે. 

Jul 4, 2021, 07:18 AM IST

શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં ખેડૂતો, દૂધીની ખેતીએ શિક્ષકને 'દૂધે ધોઇને' આપ્યું વળતર

પોતાની જમીનમાં બાગાયતી દૂધી-કારેલા સહિતની શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કરી અન્યો ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.

Jun 28, 2021, 08:41 PM IST
Mahisagar: Dhajagara of social dissent in Lunawada PT50S
Mahisagar: Decision of Tantra to close the market of Lunawada town as corona case is increasing PT1M47S

કેટલાક વિદ્યાર્થીઓને 50 માંથી 52 માર્ક્સ તો કેટલાકને ઝીરો, કેમ આવું? જાણો કારણ

સાયન્સના ત્રીજા સેમેસ્ટરની 2600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ ઝીરો આવ્યા હોવાનું ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

Jan 6, 2021, 05:22 PM IST

મહીસાગરમાં ફરી એકવાર વાઘ દેખાયો, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય

ગત મે મહિનામાં સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી વાઘ દેખાયો હોવાનો ગામ લોકોએ પુષ્ટિ કરી હતી. ગામ લોકો દ્વારા મહીસાગરના વિસ્તારોમાં ફરતા વાઘનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. 

Jan 6, 2021, 04:29 PM IST

મહીસાગર APMC માં મહાકૌભાંડ, સસ્તા ચણા ખરીદી ખેડૂતના નામે ઉંચા ભાવે વેચવાનું કૌભાંડ

મહીસાગર જિલ્લાના લીંબડીયા એપીએમસી માર્કેટના ચેરમેન દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરીને વેપારી પાસેથી સસ્તા ભાવનો ખરીદીને ખોટું ખેડૂતના નામે ઓનલાઇન કરતા એપીએમસી માર્કેટના ચેરમેનને ચેરમેન પદ ઉપરથી દૂર કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ગામ ખાતે આવેલ એપીએમસી માર્કેટમાં થોડા સમય પહેલા ટેકાના ભાવે ચણાની ખરીદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં વીરપુર અને ખાનપુર તાલુકાના ખેડૂતો ટેકાના ભાવે ચણા વેચવા ખેડૂતો દ્વારા ઓનલાઇન પણ કરી દેવામાં આવ્યું હતો. 

Oct 4, 2020, 05:20 PM IST

ગુજરાતમાં પણ જંગલરાજ ? મહીસાગરમાં વિધર્મી યુવકો દ્વારા મહિલા પર ગેંગરેપ

જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા ગેંગરેપ કરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો બનતા નગર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેક મેલ કરીને ધમકીઓ આપી છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર દુષકર્મ આચરવામાં આવ્યું હતું. 

Oct 3, 2020, 04:49 PM IST

મહીસાગરમાં વીમા પોલીસીનું મહાકૌભાંડ, ARTOના અધિકારીઓએ એજન્ટ પર ઢોળ્યું

મહીસાગર જિલ્લા ની ARTO કચેરી માં એક બાદ એક વીમા પોલિસી ના બોગસ વીમા કૌભાંડ સામે આવી રહ્યાં છે ત્યારે અધિકારી દ્વારા સમગ્ર મામલે દોષ નોંટોપલો ડીલર પર ઢોળી દેવામાં આવ્યો છે ત્યારે આવા બોગસવીમા ઉતાર નાર ડીલર પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. કૌભાંડો માટે કુખ્યાત મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં વધુ બોગસ વીમા પોલીસી તેમજ સરકારી આવકને નુકસાનનું કૌભાંડ હજુ પણ ચાલી રહ્યું હોવાની આશંકાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં ચાર વાહનોના દસ્તાવેજમાં બોગસ ઇન્સ્યોરન્સ અને લેટ ફી બચાવવા સરકારી આવકને નુકસાન જણાઈ આવતા બોગસ વીમા પોલીસીનું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું હોવાની પ્રબળ આશંકાના પગલે સઘન કાયદેસરની તપાસની માંગ ઉઠી રહી છે. 

Oct 2, 2020, 10:39 PM IST