ગુજરાતના આ શહેરમાં આવેલું છે એશિયાનુ સૌથી મોટું કબ્રસ્તાન, 33 એકરમાં જ્યાં જુઓ ત્યાં કબર જ કબર!

asia biggest cemetery in gujarat : ગુજરાતના ગોધરા શહેરને કોણ નથી જાણતું, આ શહેર ગોધરા હત્યાકાંડ માટે ચર્ચાયું હતું. પરંતુ આ શહેરની બીજી પણ એક મોટી ઓળખ છે. એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન આ શહેરમાં આવેલું છે. આ કબ્રસ્તાન 400 વર્ષ જૂનું છે અને જેનું નામ શેખ મઝવાર કબ્રસ્તાન છે.
 

એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન

1/5
image

ગોધરા ગુજરાતનું મહત્વનું શહેર છે. તે વર્ષ 2002માં બનેલી ગોધરાની ઘટના માટે જાણીતું છે. પરંતુ શું તમે જાણો છો કે ગોધરા શહેરમાં એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન પણ છે. આ કબ્રસ્તાન 400 વર્ષથી વધુ જૂનું છે અને તેનું નામ શેખ મઝવર કબ્રસ્તાન છે. તમને જાણીને નવાઈ લાગશકે કે, આ કબ્રસ્તાનની આસપાસ અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે. 

33 એકરમાં ફેલાયેલા આ કબ્રસ્તાનમાં તમે જ્યાં જુઓ ત્યાં માત્ર કબર

2/5
image

પહેલાના સમયમાં જ્યાં મસ્જિદ હતી તેની આસપાસ કબરો બાંધવામાં આવી હતી. એટલે કે મૃત વ્યક્તિને મસ્જિદની પાસે દફનાવવામાં આવતી હતી. તેથી જ ગોધરામાં આવી અનેક મસ્જિદો છે, જેની નીચે આજે પણ કબરો છે. 33 એકરમાં ફેલાયેલા આ કબ્રસ્તાનમાં તમે જ્યાં જુઓ ત્યાં માત્ર કબરો જ દેખાય છે. એવું કહેવાય છે કે અહીં પહેલી કબર વર્ષ 1800માં મળી હતી.  

1800 ના વર્ષમાં અહીં પહેલી કબર મળી

3/5
image

33 એકરમાં ફેલાયેલા આ કબ્રસ્તાનમાં તમે જ્યાં જુઓ ત્યાં માત્ર કબરો જ દેખાય છે. 1800માં અહીં પહેલી કબર મળી હોવાનું કહેવાય છે.   

ગરમ પાણીના કુંડ પણ આવેલા છે

4/5
image

જો તમે ગોધરા જાઓ અને ગરમ પાણીના કુંડ ન જુઓ તો તમારી સફર અધૂરી માનવામાં આવે છે. ગોધરાથી લગભગ 15 કિમી દૂર ટુવા ટીંબા એક સુંદર પર્યટન સ્થળ છે, જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે. આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાનું ધાર્મિક મહત્વ છે.

ભગવાન રામ પણ અહીં આવ્યા હતા

5/5
image

મધ્ય ગુજરાતમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં પાણીમાં સલ્ફર સૌથી વધુ જોવા મળે છે. આ પાણીથી નહાવાથી ત્વચા સંબંધી રોગો દૂર થાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ગરમ પાણીનું ઝરણું પાંડવોના સમયથી અસ્તિત્વમાં છે અને ભગવાન રામ પણ અહીં આવ્યા હતા.