ગુજરાતના આ જિલ્લામાં જ્યાં પગ મુકો ત્યાં ફરતા હોય છે ઝેરી સાપ! ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો

Why Snake Bites Increase Monsoon in Gujarat: ગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? કયો જિલ્લો એવો છે જ્યાં ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું? જાણો આવા તમામ સવાલોના જવાબો... સાપ ખુબ જ ઝેરી હોય છે. સાપને જોઈને જ લોકોને ડર લાગતો હોય છે. પરંતુ હવે ઉત્તરોતર સર્પદંશના કેસ વધી રહ્યા છે. અવાર નવાર લોકોને કાળોતરો ડંશી રહ્યો છે. ચોમાસામાં આવા કેસોની સંખ્યા ખુબ વધી જાય છે. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

25 હજારથી વધુ ગુજરાતીને કરડ્યો કાળોતરો! જાણો સાપ કરડે ત્યારે શું કરવું...

1/10
image

ગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું તે પણ જાણી લો તો તુરંત બચાવ થઈ શકે. સાપ ખુબ જ ઝેરી હોય છે. સાપને જોઈને જ લોકોને ડર લાગતો હોય છે. પરંતુ હવે ઉત્તરોતર સર્પદંશના કેસ વધી રહ્યા છે. અવાર નવાર લોકોને કાળોતરો ડંશી રહ્યો છે. ચોમાસામાં આવા કેસોની સંખ્યા ખુબ વધી જાય છે. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

ચોમાસામાં જ કેમ વધે છે સર્પદંશના કેસો?

2/10
image

ભારતમાં લગભગ 2 હજારથી વધુ જાતના સાપ જોવા મળે છે. જેમાં માત્ર 5 જાતના જ સાપ ઝેરી હોય છે. બાકીના બધા બિનઝેરી હોય છે. એટલે કે તેના કરડવાથી જીવનું જોખમ નથી રહેતું. ભારતમાં નાગ, નાગરાજ, કાળોતરો, ચીતળ અને કુરસા સાપ ખુબ જ ઝેરી માનવામાં આવે છે. જેમના કરડવાથી અનેક લોકો જીવ ગુમાવે છે. કોઈને પણ પૂછો કે તમને સાપથી ડર લાગે છે તો સ્વભાવિક રીતે જવાબ હા જ હોય છે. દુનિયાના ઘણા એવા દેશ છે કે જ્યાં લોકો દરરોજ આ ખતરાનો સામનો કરે છે. ઘણી વખત સાપ કરડ્યા બાદ સારવાર ન મળતા લોકો જીવ પણ ગુમાવે છે. પરંતુ હવે ગુજરાતમાં સર્પદંશ વધતા ચિંતા વધી ગઈ છે. ત્યારે સર્પદંશ વધવાના શું કારણ છે તે જાણવા પણ ખુબ જ જરૂરી છે.

ચોમાસાની ઋતુમાં વધે છે સર્પદંશ:

3/10
image

ચોમાસાનીઋતુનો પ્રારંભ થતા મહાનગરોમાં સરિસૃપો બહાર આવવાની ઘટના વધવા લાગે છે. ઘણી વખત રહેણાક વિસ્તારમાં પ્રવેશી ગયેલા સાપ કરડવાના બનાવ પણ નોંધાતા હોય છે. ત્યારે 108માં આવેલા કોલ મુજબ અમદાવાદમાં છેલ્લા 7 વર્ષમાં સાપ કરડવાના કુલ 500 થી વધુ કેસ નોંધાયા છે. 

છેલ્લાં 7 વર્ષમાં 25 હજારથી વધુ લોકોને સાપ કરડ્યા:

4/10
image

ગુજરાતમાં ચાર વર્ષમાં કુલ 25 હજારથી વધુ કેસ સર્પદંશના નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજ્યના વલસાડ જિલ્લામાં નોંધાય છે. દર વર્ષે રાજ્યમાં સાપ કરડવાના લગભગ 5 હજારથી વધુ કેસ નોંધાતા હોય છે. સામાન્ય દિવસો કરતા ચોમાસામાં સાપ કરડવાના કેસમાં વધારો નોંધાતો હોય છે.

ચોમાસામાં કેમ સાપ કરવાના બનાવ વધુ બને છે?

5/10
image

નિષ્ણાતોની માનીએ તો, ઉનાળામાં જમીન તપેલી હોય છે. ચોમાસામાં એ જમીનમાં પાણી જતા સાપના દરમાં પાણી જાય છે. જેમાં તેને ગરમી, ગભરામણનો અનુભવ થતો હોવાથી સાપ ચોમાસામાં પોતાના દરમાંથી બહાર આવી જાય છે. એ જ કારણ છેકે, ત્યારે સાપ કરડવાના કેસ વધારે બનતા હોય છે.

6/10
image

ચોમાસામાં દેડકા વધારે જોવા મળતા હોવાથી શિકાર કરવા સાપ ગમે ત્યાં પહોંચી જતા હોય છે. જેથી દેડકાની પાછળ સાપ ઘરમાં પણ આવી જતા હોય છે અને સર્પ દંશના બનાવ બને છે.

દક્ષિણ ગુજરાતમાં સાપનો આતંક:

7/10
image

આમ તો રાજ્યભરમાં સાપ કરડવાના કેસ નોંધાતા હોય છે.પરંતુ સૌથી વધુ વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, નવસારીમાં સાપ કરડવાના કોલ આવે છે. ચોમાસામાં સાપના દરમાં વરસાદી પાણી ઘૂસી જતા સાપ બહાર આવી જતા હોય છે.

શિકાર કરવામાં ઘર સુધી પહોંચે છે સાપ:

8/10
image

ગામડાઓમાં લાઇટના અજવાળામાં ગરોળી, દેડકા, માખી-મચ્છર, કિડી, મકોડા ખાવા આવતા હોય છે. આથી સાપ પણ તેમની પાછળ પાછળ આવી જતા હોય છે. ત્યારે જાણે-અજાણએ લોકોનો પગ સાપ પર પડી જતો હોય છે. જેથી સાપ પોતાના બચાવ માટે કરડો હોય છે. ખેતરમાં પણ આવી જ રીતે સર્પદંશના બનાવ બનતા હોય છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સાપનો વધુ ખતરો:

9/10
image

અમદાવાદમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાના કેસ વધુ નોંધાતા હોય છે. વર્ષ 2018 થી લઈને 2023 સુધી અમદાવાદ જિલ્લામાં નોંધાયેલાં સર્પદંશના કેસોની વાત કરીએ તો દર વર્ષે સરેરાશ 100 કરતા વધારે કેસ નોંધાતા હોય છે. 

સર્પદંશ વખતે શું કરવું જોઈએ?

10/10
image

સાપ કરડે તો સૌથી પહેલાં તો 108ને જાણ કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ. 70 સાપ બિનઝેરી હોય છે જેથી સાપ ઝેરી છે કે બિનઝેરી તેની ઓળખ કરવી જોઈએ. સાપ કરડે ત્યારે ઘરગથ્થુ સારવારના ભરોશે ન રહેવું જોઈએ. સર્પદંશ થાય તે સમયે દર્દીને ચત્તા સુવડાવી રાખવા જોઈએ. સ્થિર રાખી બિલકુલ હાથ-પગ વાળવા ન જોઈએ. સાથે જ હાથ-પગમાં લોહીનું પરિભ્રમણ બંધ થાય તેનું ધ્યાન રાખવું. ચારે બાજુથી નાડી, દોરી બાંધીને દબાણ આપીને વધારે થાય તેવું ન કરવું. તેનાથી હાથ અને પગને કાપવો પણ પડી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગે પુષ્ટી કરતું નથી. સાપ કરડવાના કિસ્સામાં નિષ્ણાતોની સલાહ અચૂક લેવી.)