PM મોદીના જન્મદિવસ પર તૈયાર કરાયું ભવ્ય રેત શિલ્પ, પાટણથી 50 ટન રેતી મંગાવાઈ

pm modi birthday : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તેમનું ભવ્ય રેત શિલ્પ બનાવાયું છે. કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા આ રેતશિલ્પ તૈયાર કરાયું છે. 

1/4
image

કચ્છના કલાકારને ગાંધીનગર લાવી આ રેત શિલ્પ તૈયાર કરાયું છે. ગાંધીનગર સેક્ટર ૨૧ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અનુસંધાને રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે પાટણથી 50 ટન રેતી મંગાવવામાં આવી હતી.

2/4
image

માંડવીના કલાકાર અનિલ જોશીએ આ રેત શિલ્પને આકાર આપ્યો હતો. પ્રધાનમંત્રીના જન્મ દિવસની શુભેચ્છાની સાથે G20 અને ચંદ્રયાન ૩ ની સફળતાનો સંદેશ આ રેત શિલ્પ દ્વારા આપવામાં આવ્યો. ભાજપના  પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નરેન્દ્ર મોદીના રેત શિલ્પને ખુલ્લુ મુક્યુ. જેથી અન્ય લોકો તેને જોઈ શકે. 

3/4
image

4/4
image