Exclusive Photos: ફિલ્મફેર પહેલાં જામ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, જુઓ કોણ કોણ પહોંચ્યું?

Film Fare Award 2024: બોલિવુડનો સૌથી મોટો એવોર્ડ શો ફિલ્મફેર આ વખતે ગુજરાતના આંગણે યોજાય રહ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનાર આ ફિલ્મફેર એવોર્ડને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. બોલિવુડના તમામ મોટા સિતારાઓ ગાંધીનગરના એવોર્ડ શોમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે. 

1/11
image

ફિલ્મફેર એવોર્ડ્ઝના ભવ્ય સમારંભ માટે ગાંધીનગર પધારેલા બોલિવૂડના બિગ સ્ટાર્સને કારણે ચોમેર ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. ધ લીલા ગાંધીનગર આ ફિલ્મી સિતારાઓની યજમાન બની છે. 

2/11
image

ગુજરાતની વિશિષ્ટ પાકકળા, સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરતા આગવા ડેકોરેશન અને નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખી ખાસ તૈયાર કરેલા મેનુઓ સાથે તૈયારીઓ સંપૂર્ણ કરવામાં આવી છે. 

3/11
image

ફિલ્મફેરમાં હાજરી આપવા માટે આવતા મહેમાનો માટે ભોજન પણ ખાસ હશે. આંતરરાષ્ટ્રીય અને ઈન્ડિયન ફૂડની સાથે મહેમાનોને ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, બોલિવુડના સિતારાઓને રાગી બાજરી જેવા મિલેટ્સમાંથી બનેલી ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.

4/11
image

તમને જણાવી દઈએ કે ફિલ્મફેર 2024 શરૂ થઈ ગયું છે. કરિશ્મા તન્ના (Karishma Tanna), અપારશક્તિ ખુરાના (Aparshakti Khurana), કરણ જોહર (Karan Johar), ગણેશ આચાર્ય (Ganesh acharya) અને રણબીર કપૂર ( Ranbir Kapoor) જેવા સેલેબ્સ રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા.

5/11
image

ઈવેન્ટ દરમિયાન બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારો ફિલ્મફેર સ્ટેજ પર પોતાનો જાદુ બતાવશે. ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), રણબીર કપૂર (Ranbir Kapoor), વરુણ ધવન (Varun Dhawan), જાન્હવી કપૂર (Janhvi Kapoor), સારા અલી ખાન (Sara Ali Khan) અને કાર્તિક આર્યન (Kartik Aryan) જેવા સ્ટાર્સ પર્ફોર્મ કરશે.

6/11
image

આ ફિલ્મફેર એવોર્ડ ફંકશનમાં એક્ટર આયુષ્યમાન ખુરાના,  જ્હાન્વી કપૂર, કરિશ્મા તન્ના, અપારશક્તિ ખુરાના, ઇશા તલવાર, નુસરત ભરૂચા, ફરદીન ખાન, પાર્થિવ સહિતના કેટલાય સ્ટાર્સ અને સેલિબ્રિટીઝઓ ગાંધીનગર ખાતે આવેલી હોટલ લીલામાં પહોંચ્યા હતા. 

7/11
image

અભિનેતા અપારશક્તિ ખુરાનાએ પણ 69માં ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપી હતી. જે સૂટ અને બૂટમાં જોવા મળી હતી.

8/11
image

9/11
image

10/11
image

11/11
image