Gujarat Weather Forecast: આગામી 6 દિવસ વાતાવરણ બગડશે? હવામાન વિભાગ અને અંબાલાલની છે અત્યંત ચોંકાવનારી આગાહી, ખાસ જાણો

ગુજરાતમાં આગામી અઠવાડિયું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસો માટે આગાહી કરેલી છે. જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહે છે. 

હવામાન વિભાગની આગાહી

1/4
image

હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 4-5 દિવસ હવામાનમાં વધુ ફેરફાર થશે નહીં. એટલે કે આવનારા એક સપ્તાહ દરમિયાન હવામાન સૂકું રહેશે. હવામાન વિભાગે કહ્યું કે અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું છે. જે સામાન્ય તાપમાન કરતા વધારે છે. એટલે કે હજુ ઠંડીની શરૂઆત થઈ નથી. લઘુત્તમ તાપમાન પણ 23 ડિગ્રી આસપાસ છે.

ઠંડી વધશે

2/4
image

હવામાન વિભાગે કહ્યું કે શહેરમાં મંગળવાર રાતથી ઉત્તર પશ્ચિમથી પવનો ફૂંકાવાના શરૂ થયા છે. જેની અસરથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો. જો કે 5 નવેમ્બરથી રાત્રિનું તાપમાન 1થી 2 ડિગ્રી ઘટતા ઠંડી વધી શકે છે.   

અંબાલાલ પટેલની આગાહી

3/4
image

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બરે પણ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 7-14 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા. 7 થી 13 નવેમ્બરમાં બાંગાળાની ઉપસગારમાં ફરી ચક્રવાત આવશે. 17 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા. 29  નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવશે. આ વર્ષે શિયાળામાં અષાઢી માહોલ રહેશે. 2027 થી આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર લઈને આવશે.   

પરેશ ગોસ્વામીની આગાહી

4/4
image

અન્ય આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે.