Gujarat Rain Forecast: સાતમ-આઠમ પર મેઘરાજા આ વિસ્તારોને બરાબર ધમરોળશે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
રક્ષાબંધન બાદ હવે ગુજરાતમાં ફરીથી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવવાની જાણે તૈયારી કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે. હાલ સાઈક્લોનીક સર્ક્યુલેશન સક્રિય છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં ક્યાં કયાં વરસાદ પડી શકે છે અને કોણે બહાર નીકળતી વખતે સતર્ક રહેવું પડશે તે ખાસ જાણો.
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતી કાલે અહીં તૂટી પડશે વરસાદ!
22 ઓગસ્ટ એટલે કે આવતી કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
23મી ઓગસ્ટે અહીં વરસી શકે છે વરસાદ
23 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો લોકોએ સાચવીને રહેવું.
24 ઓગસ્ટે આ વિસ્તારો માટે આગાહી
24 ઓગસ્ટે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
25 ઓગસ્ટના રોજ અહીં પડી શકે વરસાદ
25 ઓગસ્ટના રોજ ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
26 અને 27ના રોજ આ વિસ્તારો માટે આગાહી
26 અને 27 ઓગસ્ટના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
Trending Photos