કેમ હોટલમાં ભોજન કર્યા બાદ આપવામાં આવે છે મિશ્રી-વરિયાળીનો મુખવાસ? જાણો તેનું કારણ

તમે હંમેશા જોયું હશે કે જ્યારે આપણે હોટલમાં ભોજન કરવા જઈએ તો ભોજન બાદ વરિયાળી-મિશ્રી મુખવામાં આપવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે તે કેમ આપવામાં આવે છે? તેને લઈને કેટલાક લોકોનું કહેવું છે કે વરિયાળી-મિશ્રીને માઉથ ફ્રેશનરના રૂપમાં આપવામાં આવે છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ ન આપે. પરંતુ આ વાત સાચી છે. તેને ખાવાના ઘણા અન્ય ફાયદા છે. મિશ્રી પચવામાં સામાન્ય ખાંડ કરતા હળવી હોય છે અને તેનાથી ખાંસીની સમસ્યામાં પણ આરામ મળે છે. જાણો વરિયાળી-મિશ્રી ખાવાના ફાયદા...

મોઢાની દુર્ગંધને કરે છે દૂર

1/5
image

 

વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. આ બંને એક માઉથ ફ્રેશનરનું કામ કરે છે. ભોજન બાદ તેને ખાવાથી મોઢામાંથી દુર્ગંધ આવતી નથી. 

 

આળસ દૂર કરે છે

2/5
image

 

ભોજન બાદ નીંદર અને આળસ આવવા લાગે છે, પરંતુ તમે જમ્યા બાદ વરિયાળી-મિશ્રીનું સેવન કરો છો તો મન ફ્રેશ લાગે છે અને આગળ દૂર થાય છે. 

ઈમ્યુનિટી બૂસ્ટર

3/5
image

વરિયાળી મિશ્રી ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તેને ખાવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. વરિયાળીમાં વિટામાન હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.   

હીમોગ્લોબિન યોગ્ય રહે છે

4/5
image

વરિયાળી મિશ્રીને એક સાથે ખાવાથી શરીરમાં લોગીની પરેશાની થતી નથી. તેનાથી હીમોગ્લોબિનની માત્રા યોગ્ય બની રહે છે. જો શરીરમાં લોહીની કમી છે તો તમે તેનું સેવન કરો. તેનાથી બ્લડ સર્કુલેશન પણ યોગ્ય રહે છે. 

પાચન તંત્ર મજબૂત

5/5
image

વરિયાળી મિશ્રીને એક સાથે ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. વરિયાળીમાં વિટામિન્સ, ફાઇબર, કેલ્શિયમ જેવા ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તે એક ઔષધિના રૂપમાં કામ કરે છે. જમ્યા બાદ તેને ખાવાથી ભોજન જલદી પચે છે. તેનાથી પેટ ઠંડુ રહે છે.