Diabetes: ડાયાબિટીસ છે? તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર
નવી દિલ્હીઃ ડાયાબિટીસ એક એવી બીમારી છે જે માણસને ધીરે-ધીરે ખતમ કરે છે. એક પ્રકારે માણસની ધીરે ધીરે કમજોર બનાવી દે છે. જેને કારણે માણસ હંમેશા બેચેન રહ્યાં કરે છે. ચિંતાની વાત એ પણ છે કે આ બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. નાના ઉંમરના લોકો પણ હવે ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યાં છે. બદલાતી જીવન શૈલી, ફાસ્ટ અને સ્ટ્રેસફૂલ લાઈફ સ્ટાઈલ પણ એના માટે જવાબદાર છે. તેથી જ દુનિયાભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં જો તમે પણ ડાયાબિટીસના રોગથી પરેશાન છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.ડાયાબિટીસના દર્દીઓએ ઝીરો-કેલરીવાળી વસ્તુઓ ખાવી જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તે તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં ખુબ મદદ કરે છે.
ગ્રીન ટી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે દરરોજ ગ્રીન ટીનું સેવન કરો છો, તો તમે ડાયાબિટીસનો શિકાર બનવાથી બચી શકો છો.
સોડા વોટર એ એક ઉત્તમ વિકલ્પ છે. હાઇડ્રેટેડ રહેવા અને શરીરમાં સ્વસ્થ રક્ત સ્તર જાળવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.
જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે દરરોજ શાકભાજીનો રસ પી શકો છો. આ તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખશે એટલું જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ ઘણી રીતે ફાયદો કરશે.
ડાયાબિટીસના દર્દીઓ સંતરાનો રસ પી શકે છે. કારણ કે તેનું સેવન કરવાથી બ્લડ સુગર લીવર કંટ્રોલમાં રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos