બદલાતી ઋતુમાં ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો દવાખાનાના ખાવા પડી શકે છે ધક્કા
ઠંડીની ઋતુમાં ગરમ ખાવું-પીવું સારુ લાગે છે, જ્યારે ઉનાળામાં લોકો ઠંડી વસ્તુ ખાવાનું વધારે પસંદ કરે છે. આહારમાં ફેરફાર એકદમથી ના કરો
નવી દિલ્હી: આ સમયે ઋતુમાં ઘણા ફેરફાર થઈ રહ્યા છે. સવારે-સાંજે ઠંડી અને દિવસમાં ગરમી અનુભવ કરી રહ્યા છો. ઋતુમાં ફેરફાર ત્યાં સુધી થતો રહેશે જ્યાં સુધી સંપૂર્ણ રીતે ઉનાળો આવતો નથી. આ બદલાતી ઋતુમાં ખુબ જ સાવધાની વર્તવાની જરૂર છે કેમ કે, થોડી પણ બેદરકારી તમને બીમાર કરી શકે છે. આવો જાણીએ તમારે આ સમયે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
કપડાંનું રાખો ધ્યાન
જ્યાં સુધી સવાર-સાંજ ઠંડી પડે છે ત્યાં સુધી અડધી સ્લીવ્ડના કપડાં ન પહેરવા. હવામાન અત્યારે એટલું ગરમ નથી કે તમે ઉનાળાનાં કપડાં પહેરવાનું શરૂ કરો. ભારે કપડાં નહીં પરંતુ આખી સ્લીવ્ડના કપડાં પહેરવા જોઇએ. જેથી બદલાતી ઋતુમાં તમે બીમાર પડશો નહીં.
ખાવા પર આપો ધ્યાન
ઠંડીની ઋતુમાં ગરમ ખાવું-પીવું સારુ લાગે છે, જ્યારે ઉનાળામાં લોકો ઠંડી વસ્તુ ખાવાનું વધારે પસંદ કરે છે. આહારમાં ફેરફાર એકદમથી ના કરો. અત્યારે વધારે ઠંડુ પાણી પીવાથી આથવા ઠંડી વસ્તુ ખાવાથી તમારું ગળું ખરાબ થઈ શકે છે અથવા તો શરદી- ખાંસી થઈ શકે છે. આ સમયે તળેલી અને શેકેલી વસ્તુ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
એસીથી રહો દૂર
આ સમયે હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ તો બધાએ બંધ કર્યો હશે. ઋતુમાં થોડી ઠંડી અને ગરમીનો આનંદ લો. બપોરના સમયે ગરમીન વધારે લાગે છો તો પણ અત્યારે AC શરૂ ના કરો. ACની ઠંડક તમને બીમાર પાડી શકે છે. તેની જગ્યાએ ધરના બારી-બારણાં ખુલ્લા રાખો અને ફ્રેશ હવાનો આનંદ માણો.
ગરમીમાં ફરવાનું ટાળો
દિવસમાં ભારે ગરમીમાં વધારે પડતું બહાર રહેવાથી તમે બીમાર પડી શકો છો. આ સમયે શરીર ઋતુને અનુકૂળ નથી હોતું અને વધારે ગરમીથી તાવ આવી શકે છે. આ ઋતુમાં ગરમીમાં વધારે ફરવાથી દૂર રહો.
વૃદ્ધો અને બાળકોનું ખાસ રાખો ધ્યાન
આ ઋતુમાં સૌથી વધારે અસર ઘરના વૃદ્ધો અને બાળકોને થાય છે. આ સમયે તેમને આઇસક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ અને દહીંથી દૂર રાખો. સવારે સાંજે થોડા ગરમ કપડા પહેરાવો અને એકદમ ઠંડા પાણીથી સ્નાન ન કરવું.
Trending Photos