સ્વાસ્થ્ય કર્મીઓએ યોગ કરીને તંદુરસ્તીનો સાચો સંદેશ પાઠવ્યો, જુઓ PHOTOsમાં એક ઝલક

ઝી બ્યુરો/અમદાવાદ: 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસિટીની બી.જે.મેડિકલ કૉલેજમાં તબીબો દ્વારા યોગ કરવામા આવ્યાં.
 

1/5
image

હર ઘર આંગણે યોગ થીમ આધારિત થઈ રહેલ ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગાસન કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો હતો..  

2/5
image

વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) તરીકે ઉજવવામાં આવે છે.

3/5
image

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનનો મુખ્ય હેતુ  શારીરિક, મનોવૈજ્ઞાનિક  અને ભાવનાત્મક સુખાકારી વધારી યોગની અપાર સંભાવનાઓને પ્રકાશિત કરવાનો  છે.   

4/5
image

બી‌.જે.મેડિકલ કૉલેજમાં આયોજિત યોગ કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી, હોસ્પિટલના વિવિધ વિભાગોના વડા, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

5/5
image

મેડિસિટીની બી.જે.મેડિકલ કૉલેજમા ઇન્ટરનેશનલ યોગ ડે ની ઉજવણી કરાઇ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગ કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો