હે ભગવાન તને જરાપણ દયા ન આવી... ગોંડલના મોટાદડવાના ખેડુતોનું ઘર જોઈ તમારું દિલ થરથર કાંપશે
Gujarat Weather Forecast જયેશ ભોજાણી/ગોંડલ : સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું છે તો ક્યાંક રીતસરની તબાહી મચાવી છે. ક્યાંક 10 ઈચ તો ક્યાંક 15 વરસાદી પાણી પડતા ઠેરઠેર વાડી વિસ્તારો પાણીમાં ગરકાવ થયો છે. ખાસ નદી કાંઠાના ખેતરો ધોવાય ગયા છે. પાકો નષ્ટ થઇ ગયા.. લોકોનો જાન માલ અને ઘરવખરી તણાઈ તો ક્યાંક પશુ ધનને પણ તણાવાનો વારો આવ્યો છે.
રાજકોટ જિલ્લા અને કોટડા સાંગાણી પંથકમાં ધોધમાર વરસાદ પડતાં અનેક નદી નાળા ઓવરફ્લો થયા છે, ત્યારે મોટાદડવા ખાતે આવેલ કારમાળ ડેમમાં પુષ્કળ પાણીની આવક થતા આસપાસના વાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. આવામાં 25 જેટલા લોકો ફસાયા હતા તંત્ર એ રેસ્ક્યુ કર્યું હતું.
ગોંડલ-આટકોટ હાઈવે ભારે વરસાદના કારણે બંધ થયો હતો
કરમાળ ડેમનાં પાણીમાં ઘોડાપુર આવતા તમાંમ વાહન વ્યવહાર ખોરવાયો.કરમાળ ડેમનાં પાણી કરમાળ પીપળીયા ગામમાં ફરી વળતા તમામ ગામ લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા.
અમારું બધું તણાઈ ગયું..
આ શબ્દ કરમાળ ડેમ પાસે ખેતી કરતા ખેડૂતોના છે જ્યાં ગઈકાલે જિલ્લામાં પડેલ વરસદે ભારે તારાજી સર્જી દીધી. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદથી કરમાળ ડેમમાં પૂર આવ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અચાનક પાણીનો પ્રવાહ વધતા ડેમના દરવાજા ખોલતા ડેમના પાણી રોડ રસ્તા અને ખેતરોમાં ફરી વળ્યાં હતા. જેમાં અમો માંડ અમારા બાળકો અને પરિવાર જીવ બચાવી શક્યા જ્યારે ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ અને ખેતરોનો સોંથ વળી ગયો છે.
સરકાર સહાય કરે અને અમને રહેવા ઘર આપે...
કફોડી સ્થિતિમાં મુકાયેલ ખેડૂત પરિવારે ભારે હૈયે જણાવ્યું હતું કે, વરસાદી પાણીમાં અમારા ઘરમાં ખાવા નો દાણો પણ નથી રહેવા ઘર તૂટી ગયું. માલસામાન અને ઘર વખરી તણાય ગઈ છે ત્યારે સરકાર ને અરજ કરી કે અમોને સહાય કરે
Trending Photos